Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GPSCમાં સભ્ય પદે શિશિર ત્રિવેદીની નિમણૂક કરાતાં વિવાદ:'BJPના સક્રિય સભ્ય અને RSS સાથે જોડાયેલા, ભાજપે ગમતા પાર્ટી સિલેક્શન કમિશન બનાવી દીધું'; નિમણૂક રદ કરવા કોંગ્રેસની માગ

    1 day ago

    રાજ્ય સરકારે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)માં એકસાથે 7 નવા સભ્યોની નિમણૂક કરી હતી. જેમાં સભ્યમાં શિશિર ત્રિવેદીની પણ નિમણૂક કરતા વિવાદ સર્જાયો છે. શિશિર ત્રિવેદી ભાજપના સક્રિય સભ્ય હોવાથી કોંગ્રેસે નિમણૂક અયોગ્ય ગણાવી અને નિમણૂક તાત્કાલિક રદ કરવા માગ કરી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કહ્યું હતું કે, GPSCમાં નિમણૂક કરેલા એક સભ્ય શિશિર ત્રિવેદી જે ભાજપના સક્રિય સભ્ય છે અને આરએસએસ સાથે જોડાયેલા છે. આજે પણ તેમના ટ્વીટર હેન્ડલ પર ભાજપ સાથે જોડાયેલા રાજકીય રીતે સક્રિય હોય તેવું જોવા મળે છે. એક રાજકીય વ્યક્તિ કઈ રીતે ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. છેલ્લા ઘણાં સમયથી ભાજપે GPSCને ગમતા પાર્ટી સિલેક્શન કમિશન બનાવી દીધું છે. જેના કારણે પસંદગી પ્રક્રિયા પર અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થયા છે. શિશિર ત્રિવેદી અંગ્રેજી અને ગુજરાતી યોગ્ય રીતે લખી શકતા નથી તે વર્ગ 1-2 ની પંસદગી માટે કઈ રીતે ઇન્ટરવ્યુ લેશે તેવું કહી કોંગ્રેસે ગંભીર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના આક્ષેપ પર દિવ્ય ભાસ્કરે શિશિર ત્રિવેદીની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કર્યો હતો. ટેલિફોનિક અનેક પ્રયાસ કરવા છતાં તેમનો સંપર્ક થઈ શક્યો નથી. 15,000 ઉમેદવારો પાસ પણ ઇન્ટરવ્યૂની પ્રક્રિયા અટકી ડૉ. મનીષ દોશીએ કહ્યું હતું કે, ગુજરાતમાં વર્ગ 1-2 સહિતની વિવિધ ભરતીમાં માટે ગુજરાત જાહેર સેવા આયોગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન છેલ્લા ઘણા સમયથી વિવાદનો કેન્દ્ર બની ગયા છે. લાંબા સમય સુધી સભ્યોની નિમણૂક કરવામાં આવી ન હતી, જેના કારણે 15,000 જેટલા ઉમેદવારો પાસ થયા હોવા છતાં તેની ઇન્ટરવ્યૂની પ્રક્રિયા થઈ શકી ન હતી. ઇન્ટરવ્યૂ માટે પાંચ વર્ષ સુધી રાહ જોવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. લાંબા વિવાદ બાદ GPSCના સભ્યની નિમણૂક કરવામાં આવી હતી 'ઇન્ટરવ્યૂમાં માર્ક આપીને ગોઠણવાળી વ્યવસ્થા ઊભી કરાય' દોશીએ વધુમાં કહ્યું કે, અગાઉ પણ અનેક વખત ગુજરાતના યુવાનો સાથે ભેદભાવ થયો છે. લેખિતમાં માર્ક્સ વધુ હોય તો ઇન્ટરવ્યૂમાં ઓછા આપવામાં આવે અને લેખિતમાં ઓછા હોય તો ઇન્ટરવ્યૂમાં માર્ક્સ વધુ આપી ગોઠણવાળી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેના કારણે અનેક આશાસ્પદ ઉમેદવારો સાથે રમત રમાઈ રહી છે. અગાઉ પણ સામે આવ્યું છે કે ગમતા માણસોને પંસદ કરવા માટે અગાઉથી જ વિગતો આપી દેવામાં આવી હતી. 'મળતિયાઓને પાસ કરાવવા માટે સિસ્ટમ પર કબજો' 'તેમજ એવું કહેવામાં આવે છે કે અમે ચિઠ્ઠીઓ નાખીએ છીએ પરંતુ તે ચિઠ્ઠીઓ આવે છે ક્યાંથી? આ ચિઠ્ઠી પાછળ ખેલ કયા કયા ખેલાઈ રહ્યા છે? જેના કારણે ઉજ્જવલ ભવિષ્ય ધરાવતા હોવા છતાં ઉમેદવારો પસંદ થઈ શકતા નથી. શિશિર ત્રિવેદીની કેટલીક પોસ્ટ પરથી જોવા મળે છે તે અંગ્રેજી અને ગુજરાતી જેવી ભાષામાં શબ્દો પણ સાચા લખી શકતા નથી. તે હવે વર્ગ 1-2 ના પંસદગી માટેની ઇન્ટરવ્યૂ પ્રથમા બેસવાના છે. ભાજપ અને RSS પોતાના મળતિયાઓને પાસ કરાવવા માટે વ્યવસ્થામાં લાવવા માટે સિસ્ટમ પર કબજો કરવામાં આવી રહ્યો છે. 'એક તરફ વોટ ચોરી અને બીજી તરફ નોકરી ચોરી' 'તમામ ભરતીઓ અત્યારે ભ્રષ્ટાચારના કેન્દ્ર સમાન બની ગઈ છે. ચૂંટણીમાં કમિશનર મૂકીને વોટ ચોરી કરવામાં આવે એમ ભરતીમાં પોતાનો માણસ મૂકીને આખી વ્યવસ્થા પર કબજો કરી એક તરફ વોટ ચોરી અને બીજી તરફ નોકરી ચોરી કરવામાં આવે છે. જેથી અમે માંગ કરીએ છીએ કે તાત્કાલિક શિશિર ત્રિવેદીની નિમણૂક રદ કરવામાં આવે.'
    Click here to Read More
    Previous Article
    ભાજપ સંસદીય બોર્ડમાં અડધા સભ્યો બદલાઈ શકે છે:યેદિયુરપ્પા અને જટિયાને હટાવી શકાય છે, બંનેની ઉંમર 80 વર્ષથી વધારે
    Next Article
    15 દિવસમાં પડતર પ્રશ્નો ઉકેલો નહીં તો ગાંધી માર્ગે આંદોલન:કર્મચારી સંગઠનોની સરકારને ચીમકી, ફિક્સ પગાર પ્રથા બંધ કરવા સહિત 20 માગણીઓ સાથે CM-DyCMને રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment