Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 દિવસમાં પડતર પ્રશ્નો ઉકેલો નહીં તો ગાંધી માર્ગે આંદોલન:કર્મચારી સંગઠનોની સરકારને ચીમકી, ફિક્સ પગાર પ્રથા બંધ કરવા સહિત 20 માગણીઓ સાથે CM-DyCMને રજૂઆત

    1 day ago

    ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓના લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોના ઝડપી નિકાલ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવામાં આવી છે. કર્મચારી સંગઠનોએ વિવિધ વિભાગોના કર્મચારીઓના પ્રશ્નો અંગે સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો છતાં અનેક મુદ્દાઓ હજુ પડતર હોવાનો ઉલ્લેખ કરી આગામી 15 દિવસમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે. ફિક્સ પગારથી જૂની પેન્શન સુધીની માગ કર્મચારી સંગઠનોએ ફિક્સ પગારની પ્રથા બંધ કરી હાઇકોર્ટના ચુકાદા મુજબ મૂળ તારીખથી લાભ આપવા તથા જૂની પેન્શન યોજનાનો ઝડપથી અમલ કરવાની માગ કરી છે. આ ઉપરાંત કર્મચારીઓની નોકરીની સુરક્ષા અને સેવા સ્થિરતા માટે નીતિ બનાવવી, લાંબા સમયથી પડતર બઢતીના પ્રશ્નોનો વિભાગવાર નિકાલ કરવો અને ખાલી જગ્યાઓ પર નિયમ મુજબ બઢતી આપવા પણ રજૂઆત કરવામાં આવી છે. ખાલી જગ્યાઓ ભરવા અને કામનું ભારણ ઘટાડવાની માગ વિવિધ કેડરમાં ખાલી જગ્યાઓની ભરતી પ્રક્રિયા ઝડપી હાથ ધરી કર્મચારીઓ પરનો વધારાનો કામનો બોજ ઘટાડવા માગ કરાઈ છે. કર્મચારીઓને મળવાપાત્ર પગાર-ભથ્થાં અને અન્ય આર્થિક લાભોના પડતર પ્રશ્નો ઉકેલવા તેમજ બિનસચિવાલય કર્મચારીઓની પગાર વિસંગતતા દૂર કરી 'સમાન કામ, સમાન વેતન'નો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. 20 જેટલા મુદ્દાઓમાં આ પણ માગ સરકાર સાથે સંયુક્ત બેઠકની પણ માગ સંગઠને સરકાર સમક્ષ રજૂ કરાયેલા પ્રશ્નો અંગે વિભાગવાર સમયમર્યાદા નક્કી કરી નિકાલ કરવાની માગ કરી છે. વિવિધ કર્મચારી સંગઠનોના પ્રતિનિધિઓ સાથે સંયુક્ત બેઠક યોજી દરેક વિભાગના પડતર પ્રશ્નોની યાદી તૈયાર કરી સંબંધિત સચિવને પ્રશ્નવાર જવાબદારી સોંપવાની પણ રજૂઆત કરવામાં આવી છે. કર્મચારી સંગઠનોએ જણાવ્યું છે કે કર્મચારીઓ સરકારના વહીવટી તંત્રનો મહત્વપૂર્ણ હિસ્સો છે. તેમના પ્રશ્નોનો ઝડપી નિકાલ થશે તો કર્મચારીઓમાં ઉત્સાહ વધશે અને સરકારી કામગીરીની કાર્યક્ષમતા મજબૂત થશે. 15 દિવસમાં પ્રશ્નોનો યોગ્ય નિકાલ નહીં આવે તો આંદોલન કરવાની ફરજ પડશે, તેવી ચીમકી સાથે સરકાર પાસે તાત્કાલિક હકારાત્મક નિર્ણયની માગ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    GPSCમાં સભ્ય પદે શિશિર ત્રિવેદીની નિમણૂક કરાતાં વિવાદ:'BJPના સક્રિય સભ્ય અને RSS સાથે જોડાયેલા, ભાજપે ગમતા પાર્ટી સિલેક્શન કમિશન બનાવી દીધું'; નિમણૂક રદ કરવા કોંગ્રેસની માગ
    Next Article
    સાબરકાંઠા બેંક ચેરમેન સામે ક્રિમિનલ કેસનો આદેશ:ખોટા દસ્તાવેજોથી ચૂંટણી લડવાના આરોપમાં નાની ડેમાઈ મંડળીના ચેરમેન-સેક્રેટરી સામે પણ કાર્યવાહીનો હુકમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment