Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GPSCની ચાર જાહેરાતોની એક જ દિવસે પરીક્ષા:268 જગ્યા માટે 75 હજાર ઉમેદવાર મેદાને; છેલ્લી ઘડીએ સુરતમાં વિદ્યાર્થિની ખોટા સેન્ટર પર પહોંચતા દોડધામ

    1 week ago

    ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આજે 7 જૂન, રવિવારના રોજ રાજ્યભરમાં વર્ગ 1 અને વર્ગ 2ની વિવિધ ચાર મોટી જાહેરાતો માટેની પ્રિલિમ પરીક્ષાનું એક જ દિવસમાં આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા અંતર્ગત ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, મુલ્કી સેવા વર્ગ 1 અને 2, નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2, મદદનીશ વન સંરક્ષક-પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2 તેમજ હિસાબી અધિકારી વર્ગ 1 અને 2ની કુલ 268 જગ્યાઓ ભરવામાં આવશે. રાજ્યના 19 જિલ્લાઓમાં ઊભા કરાયેલા 323 સેન્ટરો પર 75 હજારથી વધુ ઉમેદવારોની સવારના 11થી 02:00 વાગ્યા સુધી પરીક્ષા લેવાશે. નિયમ મુજબ 9 વાગ્યાથી પ્રવેશ શરૂ કરીને કડક ચેકિંગ સાથે 10ઃ15 વાગ્યા સુધી તમામ ઉમેદવારોની સેન્ટરમાં પ્રવેશ આપી દેવાયો છે. સુરતના તારવાડીમાં આવેલ સ્વામિનારાયણ એચ.વી. વિદ્યાલયમાં એક વિદ્યાર્થિની ખોટા સેન્ટર પર પહોંચતા પોલીસ દ્વારા સ્કૂલના લોકલ સ્ટાફને વિદ્યાર્થિની સાથે મોકલી જલ્દી પરીક્ષા કેન્દ્ર પર પહોંચે તેની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. અમદાવાદમાં 13,289 અને રાજકોટમાં 5,954 ઉમેદવારો નોંધાયા દિવ્યાંગો માટે વિશેષ સવલત, પરીક્ષામાં 60 મિનિટનો વધારાનો સમય રાજ્યભરમાંથી કુલ 826 દિવ્યાંગ ઉમેદવારો આ પરીક્ષામાં બેસવાના છે. તેમના માટે ખાસ સેન્ટરો ફાળવીને વ્હીલચેર, લિફ્ટ, ભોંયતળિયાની બેઠક વ્યવસ્થા અને 'દિવ્યાંગ મિત્ર' (રાઇટર) જેવી વિશેષ સુવિધાઓ ઊભી કરાઈ છે. આ ઉપરાંત, નિયમ મુજબ દિવ્યાંગ ઉમેદવારોને પેપર લખવા માટે 60 મિનિટનો વધારાનો સમય પણ ફાળવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકાના ઓહિયોમાં અંધાધૂંધ ફાયરિંગ, 8 લોકો લોહીલુહાણ થયા:સ્ટ્રીટ ફેસ્ટિવલમાં ગોળીબાર થતા અફરાતફરી મચી, નજરેજોનારે કહ્યું- માહોલ ભયાનક હતો; હુમલાખોર ફરાર
    Next Article
    સુરતમાં ચપ્પુના ઘા મારી 2 મિત્રોની હત્યા:ચા પીવા ગયેલા યુવકોનો અન્ય યુવકો સાથે ઝઘડો થયો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment