Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વધુ પ્રદૂષણ મળ્યું તો GPCB કડક પગલાં લઈ શકે:STP પ્લાન્ટમાંથી છોડાતા પાણીના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા

    17 hours ago

    પાટણ નગરપાલિકાના STP પ્લાન્ટમાંથી છોડાતા પાણીના સેમ્પલ GPCBની પાલનપુર પ્રાદેશિક ટીમે લેબોરેટરી ચકાસણી માટે લીધા છે.હવે આ સેમ્પલના રિપોર્ટ પર પાલિકા તંત્રની નજર છે. જો લેબ રિપોર્ટમાં પાણી શુદ્ધિકરણના નિયત ધોરણો કરતાં વધુ પ્રદૂષિત હોવાનું સામે આવે તો પાલિકા સામે કાર્યવાહીનો રસ્તો ખુલી શકે સૌપ્રથમ GPCB દ્વારા પાલિકાના ચીફ ઓફિસર અને સંબંધિત જવાબદાર અધિકારીઓને કારણદર્શક નોટિસ આપી ખુલાસો માંગવામાં આવી શકે છે. જવાબ સંતોષકારક ન હોય અથવા STPની કામગીરીમાં સુધારો ન થાય તો કાયદા મુજબ વધુ કડક દિશાનિર્દેશ આપી શકે છે. પાણીમાં BOD, COD અને TSS જેવા પરિમાણો નિયત મર્યાદા કરતાં વધુ હોવાનું બહાર આવે અને પ્રદૂષિત પાણીના નિકાલથી પર્યાવરણને નુકસાન થયાનું જણાય તો નિયમ મુજબ પર્યાવરણીય વળતર પણ વસૂલાઈ શકે છે. ગંભીર કે વારંવારના ભંગના કિસ્સામાં કાયદાકીય કાર્યવાહી સુધી મામલો પહોંચી શકે છે.હવે સેમ્પલનો રિપોર્ટ પાટણ પાલિકા માટે સૌથી મહત્વનો બની ગયો છે. રિપોર્ટ નેગેટિવ આવે છે કે પાલિકાને રાહત મળે છે તેના આધારે આગામી કાર્યવાહી નક્કી કરવામાં આવશે. એક્સપર્ટ વ્યુ: પર્યાવરણ અને જનસ્વાસ્થ્ય પર મોટી અસર શહેરના ભૂગર્ભ ગટરના પાણીને યોગ્ય ટ્રીટમેન્ટ આપ્યા વગર ખુલ્લામાં કે જળાશયોમાં છોડવું એ સીધી રીતે કાયદાનો ભંગ છે. જો BOD અને COD ના પ્રમાણમાં મોટો તફાવત આવે, તો આસપાસના ભૂગર્ભ જળ દૂષિત થાય છે અને રોગચાળો ફેલાવાનો ભય રહે છે. જીપીસીબી ગાંધીનગર દ્વારા હવે "ઝીરો ટોલરન્સ" નીતિ અપનાવવામાં આવી રહી હોવાથી પાટણ પાલિકા માટે આ કેસમાં બચાવ કરવો મુશ્કેલ બનશે.
    Click here to Read More
    Previous Article
    જોબચાર્ટના વિવાદ:જિલ્લાના ખેડૂતો પીસાયા તલાટીના બહિષ્કારથી પેઢીનામા અટવાઈ ગયા
    Next Article
    લણવામાં ઘરમાં ઘૂસેલો ચોર 50 હજાર ચોરી ગયો‎:ઘરની બહાર પરિવાર સૂતો હતો,અંદર તસ્કર તિજોરી તોડી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment