Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના શાપરમાં તોડબાજીનો પર્દાફાશ:GPCB અધિકારીના નામે પંચનાથ ઓટો પાસેથી ₹1 કરોડ માગી ₹1 લાખ પડાવનાર શખ્સ અને કંપનીનો કર્મચારી જેલભેગા

    11 hours ago

    રાજકોટ ગ્રામ્ય જિલ્લાના શાપર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી પંચનાથ ઓટો પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સંચાલકોને સરકારી એજન્સીઓનો ખોટો ભય બતાવી તોડબાજી કરવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. પ્રતાપ મગનસિંહ સોલંકી નામના શખ્સે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના ઉચ્ચ અધિકારીઓ સાથે સીધી ઓળખાણ હોવાનો દાવો કરી કંપની વિરુદ્ધ પ્રદૂષણ બોર્ડ કે અન્ય વિભાગો દ્વારા કોઈ કાર્યવાહી નહીં થવા દેવાના બહાને ₹1 કરોડની માગણી કરી હતી. ત્યારબાદ ₹30 લાખમાં સમાધાન કરી એડવાન્સ પેટે ₹1 લાખ પડાવી લીધા હતા. આ મામલે શાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા રાજકોટ રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી તેમજ કંપનીની આંતરિક વિગતો લીક કરતા કંપનીના જ કર્મચારીની ધરપકડ કરી છે. કંપનીના જૂના કર્મચારીએ તમામ માહિતી બહાર પહોંચાડી શાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી પંચનાથ ઓટો કંપની અલગ-અલગ વાહનોના પાર્ટ્સ તેમજ વાહનો બનાવવાનું કામકાજ કરે છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ ગુનામાં કંપનીમાં લાંબા સમયથી નોકરી કરતા ધીરુભાઈ રામજીભાઈ ચાવડા નામના કર્મચારીની સીધી સંડોવણી હતી. ધીરુભાઈ કંપનીની અંદરની તમામ ગતિવિધિઓ અને ગુપ્ત માહિતી પ્રતાપ સોલંકીને પહોંચાડતો હતો, જેના આધારે આરોપી કંપનીના માલિક અને ડિરેક્ટર્સ પર માનસિક દબાણ બનાવી તોડ કરવાનો તખ્તો ઘડી રહ્યો હતો. ટાંટિયા ભાંગવાની અને એટ્રોસિટીની ધમકી આપી વિગતો મુજબ, પ્રતાપ સોલંકીએ પોતે ઇન્કમટેક્સ, જીએસટી અને જીપીસીબીમાં ઓળખાણ ધરાવતો હોવાનો રોફ જમાવ્યો હતો. તેણે કંપનીના વકીલ મારફતે ₹30 લાખની માગણી કરાવી હતી. કંપની સંચાલકોએ પૈસા આપવાનો ઇનકાર કરતાં આરોપી કંપની પરિસરમાં ધસી ગયો હતો અને ગાળાગાળી કરી "એકાદાના ટાંટિયા ભાંગી નાખવામાં કે મારી નાખવામાં મને વાર નહીં લાગે" તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વધુમાં, જો બાકીના નાણાં નહીં ચૂકવાય તો જીએસટી, પોલ્યુશન બોર્ડ અને એટ્રોસિટીની ખોટી ફરિયાદો કરવાની તેમજ પોતાના ફેસબુક પેજ પર કંપની વિરુદ્ધ અપપ્રચાર કરી બદનામ કરવાની ધમકી આપી બળજબરીથી ₹1 લાખ કઢાવી લીધા હતા. ₹1 લાખની રોકડ સહિત ₹1.30 લાખનો મુદ્દામાલ કબ્જે બાકી રહેતા ₹29 લાખની ઉઘરાણી માટે સતત ધમકીઓ મળતાં કંપની સંચાલકોએ શાપર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપી પ્રતાપ સોલંકી અને માહિતી પૂરી પાડનાર કર્મચારી ધીરૂભાઇ ચાવડા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 308(5) અને 351(3) હેઠળ ગુનો દાખલ કરી બંનેને દબોચી લીધા હતા. પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી બળજબરીથી કઢાવેલી ₹૧ લાખની રોકડ અને અન્ય સાધનો મળી કુલ ₹1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અસામાજિક તત્વોથી ડર્યા વગર તાત્કાલિક સંપર્ક કરો: એસ.પી. વિજયસિંહ ગુર્જર રાજકોટ રૂરલ એસ.પી. વિજયસિંહ ગુર્જરે આ સફળ કાર્યવાહી બાદ વેપારીઓ અને ઉદ્યોગપતિઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે, “જો કોઈ પણ વ્યક્તિ તમારી પેઢી કે ફેક્ટરી પર આવીને પોતે કોઈ સરકારી વિભાગનો અધિકારી છે, મીડિયાકર્મી છે કે લાગવગ ધરાવે છે તેમ કહી તોડબાજી કે બળજબરીથી ઉઘરાણી કરવાનો પ્રયાસ કરે, તો સહેજ પણ ડર્યા વિના કે નાણાં આપ્યા વિના તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી. પોલીસ તંત્ર આવા અસામાજિક તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવા સંપૂર્ણ કટિબદ્ધ છે.”
    Click here to Read More
    Previous Article
    દિવાળી ટાણે ધરતીપુત્રો પર આભ તૂટ્યું:જૂનાગઢ પંથકમાં કમોસમી વરસાદથી મગફળીના પાથરા તણાયા; ઘાસચારો બગડતાં ખેડૂતો બેહાલ
    Next Article
    માલણપુર પાસે ગોઝારો અકસ્માત:કાર નાળામાં ખાબકતાં વૃદ્ધ દંપતીનાં મોત, માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment