Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માલણપુર પાસે ગોઝારો અકસ્માત:કાર નાળામાં ખાબકતાં વૃદ્ધ દંપતીનાં મોત, માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો

    8 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના માલણપુર ગામ નજીક માંડલ-માલણપુર રોડ પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. સામેથી આવી રહેલી બાઇકને બચાવવા જતાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રોડ પરથી નીચે નાળામાં ખાબકી હતી. આ દરમિયાન કાર પલટી ખાઈ જતાં તેમાં સવાર વૃદ્ધ દંપતીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના કારણે બંનેનાં મોત નીપજ્યાં હતાં. દવા કરાવીને પરત ફરતી વખતે અકસ્માત મળતી માહિતી મુજબ, અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના કડવાસણ ગામના 71 વર્ષીય જલાભાઈ મોતીભાઈ ડોડીયા અને તેમનાં 67 વર્ષીય પત્ની દેવીબેનની માંડલ ખાતે દવા ચાલતી હતી. જેથી તેમનો પુત્ર રાકેશભાઈ બાવાભાઈ ડોડીયા બંનેને પોતાની ગ્રાન્ડ i10 કાર (નંબર GJ-38-BB-0238)માં બેસાડીને દવા કરાવવા માટે માંડલ લઈ ગયો હતો. દવા કરાવીને ત્રણેય સવારના આશરે 11 વાગ્યાના અરસામાં ઘરે પરત ફરી રહ્યાં હતાં. ત્યારે માલણપુર ગામ નજીક સામેથી એક બાઇક આવતાં તેને બચાવવાના પ્રયાસમાં કારચાલકે કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે કાર રોડની નીચે નાળામાં ઉતરીને પલટી ખાઈ ગઈ હતી. પરિવારજનોને જાણ કરતાં દંપતીનાં મોતની ખબર મળી અકસ્મતની જાણ થતાં કારચાલક રાકેશભાઈએ પોતાના પરિવારજનોને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ પરિવારજનો અકસ્માત સ્થળે પહોંચ્યા હતા. ત્યાં તપાસ કરતાં જલાભાઈ અને દેવીબેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોવાનું જણાયું હતું. પરિવારના સભ્ય મહેશભાઈએ ફોન કરીને બંનેનાં મોત થયાં હોવાની જાણ કરી હતી. ત્યારબાદ બંનેનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. પાટડી પોલીસે વધુ તપાસ હાથ ધરી બનાવ અંગે પાટડી પોલીસે અકસ્માતે મોત અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. બંને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવની વધુ તપાસ પાટડી પોલીસ મથકના પીઆઇ વાય. જી. ઉપાધ્યાય ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના શાપરમાં તોડબાજીનો પર્દાફાશ:GPCB અધિકારીના નામે પંચનાથ ઓટો પાસેથી ₹1 કરોડ માગી ₹1 લાખ પડાવનાર શખ્સ અને કંપનીનો કર્મચારી જેલભેગા
    Next Article
    Chinese Man Builds Hoverboard, Rides It Over Rivers, Mountains And City Streets

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment