Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોગસ GPCB અધિકારી અને પત્રકાર બની તોડ કરતી ત્રિપુટી પકડાઈ:​જૂનાગઢ GIDCમાં બોગસ GPCB અધિકારી અને પ્રેસની ઓળખ આપી તોડબાજી કરતી જેતપુરની ટોળકીના 3 ઝડપાયા, 2 ફરાર

    1 day ago

    જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન હેઠળ આવતા જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં વેપારીઓને ડરાવી-ધમકાવીને બળજબરીપૂર્વક નાણાં પડાવતી એક શાતિર તોડબાજ ટોળકીનો જૂનાગઢ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને જેતપુરના ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય બે ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં અજય જયસિંગભાઈ જાદવ, હેમંત મનસુખ શેખવા અને વિજય બહાદુર રામગરીબ વર્મા (તમામ રહે. જેતપુર)નો સમાવેશ થાય છે. આ ટોળકી GIDCના કારખાનાઓમાં જઈને પોતાને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના અધિકારીઓ અને મીડિયાકર્મી બતાવીને તોડબાજી આચરતી હતી. “તમારા કેમિકલવાળા પાણીથી મોત થયું” જૂનાગઢ જિલ્લા એસ.પી. સુબોધ ઓડેદરાના જણાવ્યા મુજબ, બે દિવસ પહેલાં GIDC વિસ્તારના કેટલાક વેપારીઓ તાલુકા પોલીસ સ્ટેશને રજૂઆત કરવા આવ્યા હતા. વેપારીઓએ આપવીતી જણાવતા કહ્યું હતું કે, શંકાસ્પદ શખસો કારખાનાઓમાં આવી પોતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ઉચ્ચ અધિકારીઓ અને પ્રેસ-મીડિયાના પ્રતિનિધિઓ હોવાની ખોટી ઓળખ આપતા હતા. આરોપીઓ વેપારીઓને એવું કહીને ધમકાવતા હતા કે, "તમારા કારખાનામાંથી કેમિકલયુક્ત દૂષિત પાણી બહાર છોડવામાં આવે છે, જેનાથી એક વ્યક્તિનું મોત થયું છે." આવી ધમકીઓ આપી ફેક્ટરીઓ બંધ કરાવી દેવાની અને જેલભેગા કરવાની બીક બતાવીને મોટી રકમની માંગણી કરતા હતા. 6 ઓગસ્ટે 21,000 અને 5 ઓગસ્ટે 10 હજાર પડાવ્યા વેપારીઓને શંકા જતાં તેઓએ તાલુકા પીઆઈ (PI)નો સંપર્ક કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે છેલ્લા 10થી 15 દિવસમાં આ ટોળકીએ અનેક વેપારીઓ પાસેથી લાખો પડાવ્યા છે. જેમાં ગત 6 ઓગસ્ટ, 2026ના રોજ એક વેપારી પાસેથી 21000, 5 ઓગસ્ટે 10,000 તથા અન્ય સ્થળોએથી 5,000 અને 15,000 જેવી રકમો બળજબરીથી કઢાવી લીધી હતી. ગ્રાફિક્સના નામે બોગસ આઈડી કાર્ડ બનાવ્યા પોલીસ દરોડા પાડીને જેતપુરના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ જૂનાગઢના વિવેક મહેતા અને જેતપુરના રાકેશ પીઠડીયા હજુ ફરાર હોય તેમની શોધખોળ હાથ ધરાઈ છે. એસપીના જણાવ્યા અનુસાર, આરોપીઓ સામાન્ય મજૂરી, બ્રોકર અને ગ્રાફિક્સના કામકાજ સાથે જોડાયેલા છે. આરોપીઓ પૈકી એક વ્યક્તિ ગ્રાફિક્સનું કામ જાણતો હોવાથી બોગસ આઈડી કાર્ડ અને બેનરો બનાવીને વેપારીઓ પર દબાણ લાવતો હતો. આ આરોપીઓ ભૂતકાળમાં પણ આવા ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ઝઘડિયા લાફાકાંડમાં AAP નેતા રજની વસાવાને હાઇકોર્ટમાંથી જામીન:આશરે 45 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા, અન્ય AAP આગેવાનો હજુ જેલમાં
    Next Article
    પંચમહાલમાં ‘બદામ ગેંગ’ સામે ગુજસીટોકનો કેસ:ગુજસીટોક સ્પેશિયલ કોર્ટે અનસ અબ્દુલગની બદામના 15 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા ગેંગ બદામ ગેંગ સામે ગૌ-તસ્કરી સહિત 18 ગુના નોંધાયેલા છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment