Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં ‘બદામ ગેંગ’ સામે ગુજસીટોકનો કેસ:ગુજસીટોક સ્પેશિયલ કોર્ટે અનસ અબ્દુલગની બદામના 15 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા ગેંગ બદામ ગેંગ સામે ગૌ-તસ્કરી સહિત 18 ગુના નોંધાયેલા છે

    1 day ago

    પંચમહાલ જિલ્લામાં ગૌ-વંશની તસ્કરી અને કતલ સહિત ગંભીર ગુનાઓ આચરતી 'બદામ ગેંગ'ના 6 સભ્યો વિરુદ્ધ ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે એક આરોપી અનસ અબ્દુલગની બદામની ધરપકડ કરીને ગુજસીટોક સ્પેશિયલ કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટે તેના 15 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બદામ ગેંગ સામે ગો-વંશની ચોરી, હેરાફેરી, કતલ, શરીર સંબંધી ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓ અને પોલીસ પર હુમલા સહિત કુલ 18 ગંભીર ગુનાઓ વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા છે. પોલીસે લાંબા સમયથી આ ટોળકીના ગુનાહિત રેકોર્ડ અને પ્રવૃત્તિઓ પર ઝીણવટભરી તપાસ કરી હતી. ગુજરાત રાજ્યમાં સંગઠિત ગુનાખોરીને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે અમલમાં મુકાયેલા ગુજસીટોક કાયદા હેઠળ આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ કાયદો રાજ્યમાં શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ગેંગના વ્યાપક ગુનાહિત ઇતિહાસ અને સમાજ પર તેની વિપરીત અસરોને ધ્યાનમાં રાખીને, ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 'બદામ ગેંગ' વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો દાખલ થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને અનસ અબ્દુલગની બદામને ઝડપી પાડ્યો હતો અને ગુજસીટોક સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને રિમાન્ડ માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર રઘુવીર પંડ્યાએ દલીલો કરી હતી અને 30 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. આ દરમિયાન કોર્ટે આરોપીના 15 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી, નિશાર અહેમદ અબ્દુલગની બદામ, ઉમર અબ્દુલગની બદામ, સાજીદ ઇલિયાસ ભમેડી, ઇમરાન શૌકત રસુલભાઈ કોરયા ઉર્ફે મસલીયા અને ઓવેસ ઉર્ફે જુનેદ મહોંમદ હનીફ દુર્ગા સહિત 5 આરોપી હાલ જ્યુડીશિયલ કસ્ટડીમાં હોવાથી તેમને ટ્રાન્સફર વોરંટના આધારે કબ્જે મેળવવાની તજવીજ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    બોગસ GPCB અધિકારી અને પત્રકાર બની તોડ કરતી ત્રિપુટી પકડાઈ:​જૂનાગઢ GIDCમાં બોગસ GPCB અધિકારી અને પ્રેસની ઓળખ આપી તોડબાજી કરતી જેતપુરની ટોળકીના 3 ઝડપાયા, 2 ફરાર
    Next Article
    પોરબંદરમાં ગેરકાયદેસર ખનન સામે મોટી કાર્યવાહી:પાતા અને ગોરસર ગામેથી 18 મશીનરી-વાહનો સાથે રૂ.20 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment