Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝઘડિયા લાફાકાંડમાં AAP નેતા રજની વસાવાને હાઇકોર્ટમાંથી જામીન:આશરે 45 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા, અન્ય AAP આગેવાનો હજુ જેલમાં

    1 day ago

    ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં આગની ઘટના બાદ થયેલા હોબાળા અને લાફાકાંડના કેસમાં જેલમાં બંધ આમ આદમી પાર્ટીના આગેવાન તથા જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવાને ગુજરાત હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા છે. તેઓ આશરે 45 દિવસથી જેલમાં હતા. પરિવારજનો અને સમર્થકોએ કર્યું સ્વાગત હાઇકોર્ટમાંથી જામીન મળ્યા બાદ રજની વસાવા જેલમાંથી બહાર આવતા તેમના પરિવારજનો અને AAPના સમર્થકોએ હાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું. રજની વસાવાના જેલમાંથી બહાર આવતાં સમર્થકોએ ખુશી વ્યક્ત કરી હતી. રજની વસાવાને હાઇકોર્ટમાંથી જામીન મળતાં ઝઘડિયા પંથકના AAP કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ સમર્થકોએ તેમનું સ્વાગત કરી ખુશી વ્યક્ત કરી હતી. કંપનીમાં આગ બાદ થયો હતો હોબાળો મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં આગની ઘટના બાદ મૃતકના પરિવારજનોને ન્યાય અપાવવાની માગ સાથે AAPના નેતા ચૈતર વસાવા, રજની વસાવા સહિતના આગેવાનો અને કાર્યકરો કંપની ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન હોબાળો થયો હતો. ટ્રેસપાસિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હોબાળા બાદ પોલીસે ફરિયાદ નોંધી રજની વસાવા સહિત AAPના આગેવાનો સામે ટ્રેસપાસિંગ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ રજની વસાવાની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ જેલમાં હતા. અન્ય AAP આગેવાનો હજુ જેલમાં હાઇકોર્ટે રજની વસાવાને જામીન મંજૂર કરતાં તેઓ જેલમાંથી બહાર આવ્યા છે. જોકે, આ કેસમાં ભરૂચ જિલ્લા AAP પ્રમુખ પિયુષ પટેલ અને ઝઘડિયા તાલુકા AAP પ્રમુખ હજુ પણ જેલમાં હોવાનું જાણવા મળે છે.
    Click here to Read More
    Previous Article
    શ્રાવણના પ્રથમ દિવસે કાશી વિશ્વનાથ મંદિરે વિશેષ શ્રૃંગાર દર્શન:જામનગરના મહાદેવ મંદિરે ભક્તોએ દર્શનનો લાભ લીધો
    Next Article
    બોગસ GPCB અધિકારી અને પત્રકાર બની તોડ કરતી ત્રિપુટી પકડાઈ:​જૂનાગઢ GIDCમાં બોગસ GPCB અધિકારી અને પ્રેસની ઓળખ આપી તોડબાજી કરતી જેતપુરની ટોળકીના 3 ઝડપાયા, 2 ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment