Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના ભાયલીમાં અસહ્ય દુર્ગંધ:GPCB દ્વારા 24 કલાક એર મોનિટરિંગ શરૂ કરાયું

    10 hours ago

    વડોદરાના ભાયલી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. આ અંગે સ્થાનિકોની અનેક રજૂઆતો બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા 24 કલાક માટે એર મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવામાં આવી છે. આ દુર્ગંધને કારણે સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ, માથાનો દુખાવો અને આંખોમાં બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સવાર અને રાત્રિના સમયે દુર્ગંધ વધુ તીવ્ર બનતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. બાળકો, વૃદ્ધો અને શ્વાસ સંબંધિત બીમારી ધરાવતા લોકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. GPCB દ્વારા ગોઠવવામાં આવેલી આ સિસ્ટમ દ્વારા ભાયલી વિસ્તારમાં હવાની ગુણવત્તા (AQI)ની સતત તપાસ કરવામાં આવશે. આ મોનિટરિંગ દરમિયાન હવામાં રહેલા પ્રદૂષક તત્વોનું માપન કરીને તેનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરાશે, જેથી દુર્ગંધના સ્ત્રોત અને કારણો શોધી શકાય.
    Click here to Read More
    Previous Article
    ભગવાધારી પૈસાના પૂજારીઓ CCTVમાં કેદ:ગિરનાર પર અંબાજી મંદિરની દાનપેટીમાંથી રૂપિયાની થેલી ભરી, કોંગ્રેસે ગંગાજળ-ગૌમૂત્રથી શુદ્ધીકરણ કર્યું ને ભાજપ ચૂપ
    Next Article
    એથરના વેરહાઉસમાં આગની દુર્ઘટના બાદ ક્લોઝર ફટકારાઈ:સુરત ઇન્ડસ્ટ્રિયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગનો સમગ્ર પ્રિમાઇસીસ બંધ રાખવાનો આદેશ, રોડ સાઇડ ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગ એથર ઇન્ડસ્ટ્રીના ગોડાઉનમાં ફેલાયાનો રિપોર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment