Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એથરના વેરહાઉસમાં આગની દુર્ઘટના બાદ ક્લોઝર ફટકારાઈ:સુરત ઇન્ડસ્ટ્રિયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગનો સમગ્ર પ્રિમાઇસીસ બંધ રાખવાનો આદેશ, રોડ સાઇડ ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગ એથર ઇન્ડસ્ટ્રીના ગોડાઉનમાં ફેલાયાનો રિપોર્ટ

    9 hours ago

    સુરતના સચિન હોજીવાલા વિસ્તારમાં આવેલી એથર કંપનીના વેરહાઉસમાં આગની મોટી દુર્ઘટના બાદ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે કંપનીને ક્લોઝર નોટિસ કટકારી છે. આગની ઘટનાને ધ્યાનમાં રાખીને કંપનીની સમગ્ર પ્રિમાઇસીસ તાત્કાલિક અસરથી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. બિલ્ડિંગના સ્ટ્રક્ચરને થયેલા નુકસાન અંગે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવા જણાવાયું છે. ઉપરાંત કંપનીએ ઇલેક્ટ્રિક વાયરિંગનું સંપૂર્ણ ચેકિંગ કરાવી તેનો રિપોર્ટ પણ સબમિટ કરવો પડશે. આ સાથે જ હોજીવાલા ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટના ફાયર ઓફિસરનો રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે. જેમાં રોડ સાઇડ ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગ એથર ઇન્ડસ્ટ્રીના ગોડાઉનમાં ફેલાઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. સચિન હોજીવાલા વિસ્તારમાં આવેલી એથર કંપની સહિત પ્લાયવુડની ફેક્ટરી તેમજ ગોડાઉનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી ભયાનક હતી કે જને લઇને આસપાસમાં આવેલી અન્ય જગ્યાઓ પણ લપેટમાં આવી ગઇ હતી. તેને કાબૂમાં લેવા માટે 30થી વધુ ફાયર ફાઈટરોને સ્થળ પર બોલાવવાની ફરજ પડી હતી. લાંબી જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાને પગલે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે ગુજરાત ઓક્યુપેશનલ સેફટી હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન રૂલ-2025 હેઠળ કંપનીને ક્લોઝર નોટિસ આપી છે. વિભાગે કંપનીને તમામ કામગીરી બંધ રાખવા અને જરૂરી તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી નિયમોનું પાલન કરવા સૂચના આપી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વિભાગ દ્વારા આગામી દિવસોમાં આ ઘટનાને લઈને કંપનીમાં કાર્યરત તમામ કામદારોના નિવેદનો લેવામાં આવશે. સાથે જ ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ પણ એકત્રિત કરવામાં આવશે. જેથી આગ લાગવાની સાચી કારણોની માહિતી મેળવી શકાય. વિભાગ દ્વારા કંપનીને ખાસ કરીને આગના કારણે બિલ્ડિંગના સ્ટ્રક્ચરને થયેલા નુકસાન અંગે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવા જણાવાયું છે. ઉપરાંત કંપનીએ ઇલેક્ટ્રિક વાયરિંગનું સંપૂર્ણ ચેકિંગ કરાવી તેનો રિપોર્ટ પણ સબમિટ કરવો પડશે. આ ઉપરાંત કંપનીને સેફટી ઓડિટ કરાવવાની પણ સૂચના આપવામાં આવી છે. આ તમામ રિપોર્ટ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગને સોંપ્યા બાદ જ કંપનીને ફરીથી કામગીરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. હોજીવાલા ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટના ફાયર ઓફિસરનો રિપોર્ટ બુધવારે બપોરે 1 વાગ્યે હોજીવાળા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં 2 બેન્સો મિલ, એથર ઇન્ડસ્ટ્રીના કેમિકલ સ્ટોરેજ ગોડાઉન અને અન્ય એક એકમમાં આગ લાગી હતી. આગની ઘટના અંગે ઇન્ડસ્ટ્રિયલ સેફટી વિભાગ, લેબર વિભાગ, વિધુત નિરીક્ષક અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરની કચેરી દ્વારા SMC, સચિન નોર્ટિફાઇડ અને સચિન ઉધોગનગર સહકારી મંડળી લિ.ના હોજીવાલા ફાયર સ્ટેશનના અધિકારીઓ પાસે અહેવાલ માંગવામાં આવ્યો હતો. હોજીવાલા એસ્ટેટના હોજીવાલા ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર દ્વારા આપવામાં આવેલા અહેવાલ મુજબ હોજીવાલા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ખાતે આવેલા પ્લોટ નંબર સી-24/9, રોડ નં.2 અને પાછળના ભાગે રોડ નં.1માં અમને ફાયર લાગવાનો કોલ આશરે 1 વાગ્યાના સમયે મળ્યો હતો. આ અંગેનો કોલ મળતાં અમો અમારા ફાયર ટેન્કરના માણસો સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. દરમિયાન અમને રોડ નં.1ના એથર કંપનીના ગોડાઉનની સામે હાજર રહેલી વ્યક્તિ દ્વારા જણાવવામાં આવ્યું કે, રસ્તા ઉપર આવેલા ટ્રાન્સફોર્મર પાસેના રોડ પરથી આગ લાગી છે, અને ત્યાંથી આગ આપના પ્લોટ નંબર સી-24/9 કે જ્યાં ગોડાઉન આવેલુ છે ત્યાં આગ પ્રસરેલી જણાઈ હતી. આથી આ બાબતની નોંધ લઈને અમ તાત્કાલિક ધોરણે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. એથર ઇન્ડસ્ટ્રીના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે, કંપનીને ફાયર વિભાગ દ્વારા જણાવ્યા મુજબ અમારા વેરહાઉસના પાછળના ભાગે આવેલા રોડ નં.1 પરના ડીજીવીસીએલના કોમન ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગ અમારા વેરહાઉસ અને બાજુની અન્ય કંપની સુધી પ્રસરી હતી. જેના લીધે માલસામાનનું નુકસાન થયું હતું. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી તથા કોઈપણ વ્યક્તિને શારીરિક ઈજા પણ થઈ નથી. એથર ઇન્ડસ્ટ્રિઝ લિમિટેડ આ આગ લાગવાના કારણ અંગે અન્ય કોઇ વ્યક્તિ કે અન્ય કોઈ સંસ્થા કે અન્ય કોઈ કંપની પર દોષારોપણ કરતી નથી. આગ લાગવાનું સચોટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ અંગે તપાસ ચાલી રહી છે. કંપની દ્વારા એ સ્પષ્ટતા કરવામાં આવે છે કે, અમુક અહેવાલોમાં બોઈલર બ્લાસ્ટ થયો હોવાની જે વાત વહેતી થઈ છે તે તદ્દન ખોટી અને પાયાવિહોણી છે. જે સ્થળે આગ લાગી હતી તે માત્ર એક વેરહાઉસ છે અને ત્યાં કોઈ બોઈલર રાખવામાં આવતું નથી. બિલ્ડિંગના સ્ટ્રક્ચર અંગે પણ એથર ઇન્ડસ્ટ્રીએ જણાવ્યું છે કે, વેરહાઉસમાં પતરાનો કોઈ ડોમ બનાવવામાં આવ્યો નથી, પરંતુ પતરાનો શેડ બનાવવામાં આવ્યો છે. આ શેડ ફરતી બાજુએથી ખુલ્લો છે અને માત્ર પતરાની છત લગાવવામાં આવી હતી. ઘટના સ્થળનાં CCTV ફૂટેજ ફાયર એજન્સીઓ પાસે ઉપલબ્ધ છે જે એમાં બધું સ્પષ્ટ જણાઈ આવે છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરાના ભાયલીમાં અસહ્ય દુર્ગંધ:GPCB દ્વારા 24 કલાક એર મોનિટરિંગ શરૂ કરાયું
    Next Article
    Congress Protest | ગેસની અછત સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન | Gas Shortage | Gandhinagar | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment