Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચિલ્ડ્રન્સ અને એડોપ્શન હોમના સોશિયલ ઓડિટનો મુદ્દો:અરજદારે કહ્યું-ઓડિટનું કામ ગૂજરાત વિદ્યાપીઠને અપાયું જેમાં કાયદાના જાણકાર નથી, સરકારી વકીલે કહ્યું- GNLUના પ્રોફેસર ગુજરાતી જાણતા નથી

    2 days ago

    ગુજરાત હાઇકોર્ટમાં બચપન બચાઓ આંદોલન સંસ્થાએ જાહેર હિતની અરજી દાખલ કરી હતી. જેમાં સંસ્થા દ્વારા બાળકોના હક્કોને લઈને સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું અમલીકરણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જેને પગલે રાજ્યમાં ચાઇલ્ડ રાઈટ કમિશનની રચના કરવામાં આવી છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને કમિશન દ્વારા કરવાની સોશિયલ ઓડિટની પોલિસી નક્કી કરવા માટે તેમજ સોશિયલ ઓડિટનો રિપોર્ટ આપવા માટે હુકમ કર્યો હતો. 'સોશિયલ ઓડિટ બીજી સંસ્થા પાસેથી કરાવે છે' જેમાં અરજદારે આજે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે બાળ સંસ્થાઓ જેવી કે ચિલ્ડ્રન્સ હોમ અને એડોપ્શન હોમ વગેરેના સોશિયલ ઓડિટ માટે GNLU - ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સાથે MOU કર્યા છે. પરંતુ સોશિયલ ઓડિટ બીજી સંસ્થા પાસેથી કરાવે છે. બીજા રાજ્યોમાં કેવી રીતે થાય છે? તે સરકારે જાણવાની કોશિશ કરી છે? સરકારી વકીલે કહ્યું હતું કે, GNLU ના પ્રોફેસર ગુજરાતી જાણતા નથી એટલે સોશિયલ ઓડિટ ગૂજરાત વિધાપીઠ દ્વારા કરાવે છે, તેઓએ ડ્રાફ્ટ રિપોર્ટ સબમિટ કરાવ્યો છે. જો કે હાઇકોર્ટે કહ્યું હતું કે ગૂજરાત વિધાપીઠના પ્રોફેસરોને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ વિશે ખબર હોય નહીં હોય તો તેઓ શું કરશે? દર વર્ષે સોશિયલ ઓડિટ થાય છે, બીજા રાજ્યોમાં કેવી રીતે થાય છે? તે સરકારે જાણવાની કોશિશ કરી છે? આ વ્યક્તિઓ કાયદાના જાણકાર હોવા જોઈએ બાળ સંસ્થાઓના સોશિયલ ઓડિટના જાણકાર વ્યક્તિઓને આ કાર્ય સોંપવું જોઈએ. આ વ્યક્તિઓ કાયદાના જાણકાર હોવા જોઈએ. GNLU ના પ્રોફેસરો કાયદાના જાણકાર હોવાથી તેમની સામે કોર્ટને વાંધો હોઈ શકે નહીં. વળી તેમાં મહિલાઓ હોય, પ્રોફેસર હોય, કાયદાના જાણકાર હોવા જોઈએ. 'GNLU ના 60 ટકા પ્રોફેસર ગુજરાતી છે' અરજદારે જણાવ્યું હતું કે, દરેક રાજ્યોમાં આવું સોશિયલ ઓડિટ દરેક રાજ્યમાં આવેલ લો સ્કૂલ દ્વારા કરવામાં આવે છે. વળી GNLU ના 60 ટકા પ્રોફેસર ગુજરાતી છે, તેઓ ગુજરાતી ભાષાના જાણકાર હોય જ. સરકારી વકીલે આ સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરી કોર્ટ સમક્ષ જવાબ રજૂ કરવાનું આશ્વાશન આપતા, આ મુદ્દે વધુ સુનાવણી 19 જૂનના રોજ યોજાશે. 'NALSA અને GSLSA નો મહત્વનો રોલ છે' અગાઉ હાઇકોર્ટમાં આ કેસ મુદ્દે ચર્ચા થઈ હતી કે, ચાઇલ્ડ રાઇટ અંગે સુપ્રીમના નિર્દેશોના પાલન રાજ્યનો પૂરતો પ્રયત્ન નહીં હોવાથી કોર્ટના હસ્તક્ષેપની જરૂર છે. આ મુદ્દે NALSA અને GSLSA નો મહત્વનો રોલ છે. રાજ્યનું ચાઈલ્ડ રાઇટ કમિશન સોશિયલ ઓડિટ તૈયાર કરે જેમાં જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ, સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ યુનિટ, એડોપ્શન એજન્સી, બાળ સંરક્ષણ ગૃહ વગેરેનું સોશિયલ ઓડિટ કરવામાં આવે. બાળ સંરક્ષણ આયોગની રચના હાઇકોર્ટના નિર્દેશ બાદ થઈ સુપ્રીમ કોર્ટના કેસમાં અપાયેલા નિર્દેશ મુજબ રાજ્યે સોશિયલ ઓડિટની પોલિસી બનાવી છે, પરંતુ સોશિયલ ઓડિટ કરવાનું બાકી છે. જેથી હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી કે બાળ સંરક્ષણ આયોગની રચના પણ ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ બાદ થઈ છે, વળી પાછલા કેટલાક સમયથી સોશિયલ ઓડિટ પણ થયું નથી. બાળ સંરક્ષણ આયોગની રચના બાદ તેની પહેલી જવાબદારી સોશિયલ ઓડિટની છે, જે બાળ સંરક્ષણ સાથે સંકળાયેલ સંસ્થાની કામગીરીનું મૂલ્યાંકન કરે છે. હવે આયોગ કહે છે કે તે એક વર્ષ બાદ સોશિયલ ઓડિટ કરશે! સોશિયલ ઓડિટ કરવું પડે, સતત મોનિટરિંગથી ભૂલો સુધરે છે. 'કમિશનનું કામ બાળકોના હક્કો મુદ્દે કામ કરવાનું છે' રાજ્યે અગાઉ જણાવ્યું હતું કે, કમિશનની રચના કરી દેવામાં આવી છે. એક ચેરમેન અને 6 સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે. ચેરમેન ત્રણ વર્ષ સુધી હોદ્દો ધરાવશે. આ અરજીમાં વર્તમાનમાં ચાઈલ્ડ પ્રોટેક્શન પોલિસી, બાળકોની પરિસ્થિતિનું સોશિયલ ઓડિટ અને તે તેમજ ડિસ્ટ્રિક્ટ લેવલના ચાઇલ્ડ રાઇટ કમિશન ઉપર ચર્ચા ચાલી રહી છે. છેલ્લે ચાઈલ્ડ પ્રોટેક્શન પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર થઈ ચૂક્યો હતો અને તેનું એપ્રુવલ બાકી હતું. અરજદારે જણાવ્યું હતું કે ચાઇલ્ડ રાઇટ કમિશન સોશિયલ ઓડિટ પણ કરવાનું હોય છે. કમિશનનું કામ બાળકોના હક્કો મુદ્દે કામ કરવાનું છે. કમિશન રાજ્યમાં બાળકોને લગતા કાયદાઓના અમલીકરણ અને ચાઈલ્ડ પ્રોટેક્શન ઇન્સ્ટિટ્યૂટ ઉપર દેખરેખ રાખે છે. દર 12 મહિને સામાન્ય રીતે સોશિયલ ઓડિટ કરવામાં આવે છે, સોશિયલ ઓડિટ સતત ચાલતી પ્રક્રિયા છે, તે માત્ર વર્ષના અંતે થતી નથી. 'કમિશન ફક્ત પેપર ઉપર નહિ, ગ્રાઉન્ડ ઉપર કામ કરતું હોવું જોઈએ' કોર્ટે કહ્યું હતું કે, કમિશન ફક્ત પેપર ઉપર નહિ, ગ્રાઉન્ડ ઉપર કામ કરતું હોવું જોઈએ. જુવેનાઇલ જસ્ટિસ એકટના અમલીકરણ માટે સોશિયલ ઓડિટ બહુ જરૂરી છે. જેનો રિપોર્ટ નેશનલ ચાઈલ્ડ રાઇટ કમિશન અને રાજ્ય સરકારને આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કમિશનની કામગીરી જુએ છે. ગુજરાતમાં જુવેનાઈલ જસ્ટિસ એન્ડ ચાઈલ્ડ પ્રોટેક્શન રુલ્સ 2016 માં બન્યા છે. દરેક રાજ્યની જવાબદારી બાળકો પ્રત્યે જવાબદારી હોય છે. સોશિયલ ઓડિટ અંતર્ગત અનાથલાયની પણ તપાસ કરવામાં આવે છે. અરજદારે જણાવ્યું હતું કે, વર્તમાન કમિશનની રચના પહેલા ફાઈલ થયેલ સોશિયલ ઓડિટ રિપોર્ટ મિકેનિકલ રીતે ફાઈલ થયો હતો. હાઇકોર્ટે નોધ્યું હતું કે જૂવેનાઇલ જસ્ટિસ બોર્ડ અને પોકસો કોર્ટના જજીસને ટ્રેનિંગ આપવામાં આવે છે. તેવી જ રીતે ચાઈલ્ડ પ્રોટેક્શન ઓફિસરને પણ ટ્રેનિંગ આપવી જોઈએ. ફક્ત દર્શાવવા ખાતર નહિ પણ બાળકોના ભલા માટે કામ થવું જોઈએ. ચાઈલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂશનની પણ ખૂબ જરૂર છે વળી રાજ્યમાં અને દરેક જિલ્લામાં ચાઈલ્ડ પ્રોટેક્શન કમિટી હોવી જોઈએ. જેથી જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 ની જોગવાઈઓની અમલવારી કરી શકાય, બાળ સંરક્ષણ વિભાગમાં બાળકોની સ્થિતિનો તાગ મળી શકે. ગુજરાતમાં 462 જગ્યાઓમાંથી ડિસ્ટ્રિક્ટ ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટ અંતર્ગત કેટલીક જગ્યાઓ ખાલી છે, આ જગ્યાઓ સમયસર ભરાવી જોઈએ. જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ અને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીની તમામ જગ્યાઓ વહેલી તકે ભરાવી જોઈએ. ચાઈલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂશનની પણ ખૂબ જરૂર છે. આ તમામનું રજીસ્ટ્રેશન પણ થવું જોઈએ. RTI માં માગેલી માહિતી મુજબ ગુજરાતમાં 123 ચાઈલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂશન છે. ચાઈલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂશનમાં પણ જગ્યાઓ ખાલી છે. વળી અનાથાલયોમાં બાળકોનું શોષણ ના થાય તે માટે સોશિયલ ઓડીટની જરૂર છે. ગુજરાત રાજ્યમાં ચાઈલ્ડ પ્રોટેકશન સોસાયટીનું સોશિયલ ઓડિટ થતું નથી. ગુજરાત સરકારે બાળકો સામેના ગુનાઓ સામે ઝીરો ટોલરન્સ પોલિસી બનાવવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    SMC અને સાબરમતી પોલીસ એકસાથે દરોડો પાડવા પહોંચી:સાબરમતીમાં જાહેરમાં દારૂનું વેચાણ કરનાર અને લેવા જનાર સહિત 13 ઝડપાયા, SMCએ પરત જવું પડ્યું
    Next Article
    100 નંબરના એક કોલે ખોલી આંતરરાજ્ય મોબાઈલ ચોર ગેંગની પોલ:સુરતમાં બંધ મકાનને હેડક્વાર્ટર બનાવી 30 લાખના મોબાઈલ ચોર્યા, પંખાના બિલની મદદથી આરોપીઓ સુધી પહોંચી પોલીસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment