Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SMC અને સાબરમતી પોલીસ એકસાથે દરોડો પાડવા પહોંચી:સાબરમતીમાં જાહેરમાં દારૂનું વેચાણ કરનાર અને લેવા જનાર સહિત 13 ઝડપાયા, SMCએ પરત જવું પડ્યું

    2 days ago

    શહેરના સાબરમતી વિસ્તારમાં પોલીસની કામગીરી અને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) વચ્ચેની ખેંચતાણનો એક કિસ્સો સામે આવ્યો છે. રેલવે કોલોનીમાં ચાલતા દારૂના અડ્ડા પર દરોડો પાડવા ગાંધીનગરથી SMCની ટીમ પહોંચી હતી, પરંતુ તે જ સમયે સ્થાનિક સાબરમતી પોલીસ પણ ત્યાં હાજર થઈ ગઈ હતી. વડના ઝાડ નીચે દારૂનું વેચાણ થતું હતુ સાબરમતીના 'ભૂત બંગલા' ચાર રસ્તા પાસે રેલવે કોલોનીમાં એક વડના ઝાડ નીચે જાહેરમાં વિદેશી દારૂ અને બીયરનું વેચાણ થઈ રહ્યું હતું. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને આ અંગે બાતમી મળતા દરોડો પાડવા રવાના થયા હતા. જોકે, આ માહિતીની જાણ સાબરમતી પોલીસને પણ થઈ જતાં બંને ટીમો એકસાથે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળ પરથી દારૂ વેચનાર અને ખરીદવા આવેલા ગ્રાહકો સહિત 13ની ધરપકડ કરી છે. જોકે, દારૂના વેચાણનો મુખ્ય સૂત્રધાર બાલમુર્ગન દ્રવિડ પોલીસને જોઈને ફરાર થવામાં સફળ રહ્યો હતો. 5.95 લાખનો મુદ્દામાલ જપ્ત આ કાર્યવાહી દરમિયાન પોલીસે દારૂ અને બીયરની 99 બોટલ કબજે કરી છે. જ્યારે અલગ-અલગ વાહનો સહિત આશરે ₹5.95 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો જીતુ ડામોર પાસેથી લાવવામાં આવ્યો હતો, જેને વિશાલ રાવત અને બાલમુર્ગન દ્રવિડ દ્વારા વેચવામાં આવતો હતો. ક્રેડિટ લેવા માટે SMC-પોલીસ વચ્ચે ખેંચતાણ સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, SMCની ટીમ દરોડો પાડવા આવી રહી હોવાની ગંધ સાબરમતી પોલીસને આવી ગઈ હતી. બહારની એજન્સી દરોડો પાડી જાય તો સ્થાનિક પોલીસની બેદરકારી ગણાય, તે ડરથી સાબરમતી પોલીસ ત્વરિત ત્યાં પહોંચી ગઈ હતી. અંતે, સાબરમતી પોલીસે પોતે પહેલા પહોંચ્યા હોવાનો દાવો કર્યો હતો અને SMCને પરત જવું પડ્યું હતું. સાબરમતી પોલીસ સ્ટેશનના પી.આઈ. વાય.આર. વાઘેલાએ જણાવ્યું હતું કે, અમે સ્થળ પર પહેલા પહોંચ્યા હોવાથી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગરીબોને મળતી રાશનની ખાંડમાં કાપનો AAPનો આક્ષેપ:2010 જેવી યોજના ફરી શરૂ કરો, BJP સરકાર ગરીબ વર્ગ પ્રત્યે અસંવેદનશીલ: ગૌરી દેસાઈ
    Next Article
    ચિલ્ડ્રન્સ અને એડોપ્શન હોમના સોશિયલ ઓડિટનો મુદ્દો:અરજદારે કહ્યું-ઓડિટનું કામ ગૂજરાત વિદ્યાપીઠને અપાયું જેમાં કાયદાના જાણકાર નથી, સરકારી વકીલે કહ્યું- GNLUના પ્રોફેસર ગુજરાતી જાણતા નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment