Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભરૂચમાં સેવાભાવી નાગરિકોને મળ્યા:GNFC કાર્યક્રમ બાદ દિવ્યાંગ બાળકોની સંસ્થાની મુલાકાત લીધી

    5 days ago

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભરૂચ ખાતે GNFC ના 50મા સુવર્ણ જયંતિ મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ તેમણે શહેરના સેવાભાવી નાગરિકો અને દિવ્યાંગ બાળકો માટે કાર્યરત સંસ્થાઓની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ સૌપ્રથમ સાધના સ્કૂલ નજીક બળેલી ખો વિસ્તારમાં રહેતા સેવાયજ્ઞ સમિતિના વ્યવસ્થાપક રાકેશ ભટ્ટના નિવાસસ્થાને પહોંચી તેમનું અને તેમના પરિવારજનોનું સન્માન કર્યું હતું. તેમણે સેવાયજ્ઞ સમિતિ દ્વારા નિસહાય, જરૂરિયાતમંદ અને વંચિત વર્ગના લોકો માટે કરવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ સમિતિના માનવતાલક્ષી કાર્યોની પ્રશંસા કરી સમાજના અંતિમ વ્યક્તિ સુધી સહાય પહોંચાડવાના પ્રયાસોને સરાહનીય ગણાવ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રીએ સાધના સ્કૂલની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ કરી તેમને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. મુલાકાત દરમિયાન નજીકની શાળામાંથી બાળકોના અવાજથી આકર્ષાઈ તેઓ ત્યાં પણ પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે હળવી વાતચીત કરી હતી. આગળ, મુખ્યમંત્રી પ્રીતમનગર વિસ્તારમાં સ્થિત દિવ્યાંગ બાળકો માટે કાર્યરત ‘કલરવ’ સંસ્થાની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે સંસ્થાના સંચાલક નીલા મોદી, તેમના પરિવારજનો તેમજ સંસ્થામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો સાથે મુલાકાત કરી હતી. છેલ્લા 33 વર્ષથી દિવ્યાંગ બાળકોને શિક્ષણ, તાલીમ અને આત્મનિર્ભરતા તરફ દોરી જવાના નીલા મોદીના પ્રયાસોને તેમણે બિરદાવ્યા હતા. મુખ્યમંત્રીએ દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે ‘કલરવ’ સંસ્થાને જરૂરી સહયોગ અને મદદરૂપ થવાની ખાતરી આપી હતી. તેમની આ મુલાકાત દરમિયાન લોકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો, અને સ્થાનિકોએ મુખ્યમંત્રીના લોકસંપર્કયુક્ત અભિગમની પ્રશંસા કરી હતી.
    Click here to Read More
    Previous Article
    હર્ષ સંઘવીના ચહેરાવાળો 10.07 કેરેટનો હીરો તૈયાર:4 મહિનાની મહેનત અને હાઇ-ટેક ટેકનોલોજીથી ડાયમંડમાં કંડારાયો ચહેરો, ગૃહમંત્રીને ભેટ અપાયો
    Next Article
    ખમિયાણા નર્મદા કેનાલ પુલ પર માટીના પાળા:ચોમાસામાં અકસ્માતની ભીતિ સેવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment