Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હર્ષ સંઘવીના ચહેરાવાળો 10.07 કેરેટનો હીરો તૈયાર:4 મહિનાની મહેનત અને હાઇ-ટેક ટેકનોલોજીથી ડાયમંડમાં કંડારાયો ચહેરો, ગૃહમંત્રીને ભેટ અપાયો

    4 days ago

    વિશ્વભરમાં ડાયમંડ કટિંગ, પોલિશિંગ અને અદ્યતન ટેકનોલોજી ક્ષેત્રે વૈશ્વિક ઓળખ ધરાવતા સુરત શહેરે ફરી એકવાર વૈશ્વિક ફલક પર પોતાની અદભુત કળા અને સિદ્ધિનો ડંકો વગાડ્યો છે. ડાયમંડ ટેકનોલોજી ક્ષેત્રે અગ્રણી નામ ધરાવતા 'લેક્સસ ગ્રુપ' અને પ્રતિષ્ઠિત 'આઈ એસ જી જે' (ISGJ) જ્વેલરી કોલેજે સાથે મળીને એક અદ્વિતીય કારનામું કરી બતાવ્યું છે. બંને સંસ્થાઓના સંયુક્ત અને પ્રયાસોથી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ચહેરાનું હૂબહૂ અને જીવંત પ્રતિબિંબ દર્શાવતો 10.07 કેરેટનો વિશિષ્ટ બ્રાઉન ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડાયમંડ તેની અદભુત ડિઝાઈન અને ફિનિશિંગને કારણે હાલ સમગ્ર ડાયમંડ જગતમાં ભારે આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ચાર મહિનાની મહેનત અને હાઇ-ટેક ટેકનોલોજીનો સમન્વય આ અનોખા અને જટિલ પ્રોજેક્ટ અંગે વિગતો આપતા આઈ એસ જી જે (ISGJ) જ્વેલરી કોલેજના ડિરેક્ટર અને સિનિયર જેમોલોજિસ્ટ કલ્પેશ દેસાઈએ જણાવ્યું હતું કે, સુરત ડાયમંડ ઇન્ડસ્ટ્રી, સુરત ડાયમંડ બુર્સ અને સમગ્ર હીરા વેપાર સમુદાયના ઉત્થાન અને સર્વાંગી વિકાસ માટે હર્ષ સંઘવીએ જે યોગદાન આપ્યું છે, તેને અનન્ય સન્માન આપવા માટે આ વિશેષ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. ઉદ્યોગ તરફથી કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને સમાજમાં એક સકારાત્મક સંદેશ પહોંચાડવાના શુભ આશયથી ગૃહમંત્રીના ચહેરાનું ફેશિયલ રીક્રિએશન ડાયમંડમાં ઉતારવાનો વિચાર કરવામાં આવ્યો હતો. આ પ્રકારનો ફેસ-ડાયમંડ તૈયાર કરવો એ અત્યંત જટિલ અને પડકારજનક પ્રક્રિયા છે. અદ્યતન થ્રી-ડી ટેકનોલોજી, ચોકસાઈપૂર્ણ ડિઝાઇનિંગ અને લાંબા સમયની રાત-દિવસની મહેનત અનિવાર્ય બને છે. લગભગ સાડા ત્રણથી ચાર મહિનાના સતત અને એકધારા પ્રયાસો બાદ આખરે 10.07 કેરેટનો આ અનોખો હીરો તૈયાર કરવામાં સફળતા મળી હતી. ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા પરથી મળ્યો આઈડિયા લેક્સસ ગ્રુપના ડિરેક્ટર ઉત્પલ મિસ્ત્રીએ પ્રોજેક્ટના ટેકનિકલ પાસાઓ અને બેકગ્રાઉન્ડ અંગે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, તેમની કંપની છેલ્લા લગભગ 35 વર્ષથી ડાયમંડ મશીનરી અને હાઇ-એન્ડ ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ જ સક્રિયતાથી કાર્યરત છે. વિશ્વની અનેક મોટી અને અગ્રણી ડાયમંડ કંપનીઓ તેમના દ્વારા વિકસાવવામાં આવેલી મશીનરી અને ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, અગાઉ જ્યારે તેઓ ભગવાન શ્રીકૃષ્ણની મનમોહક પ્રતિમા આધારિત એક ખાસ ડાયમંડ પર કામ કરી રહ્યા હતા, ત્યારે જ તેમને આ પ્રકારના વિશિષ્ટ ફેસ-રીક્રિએશન પ્રોજેક્ટનો વિચાર આવ્યો હતો. ત્યારબાદ તેમણે કલ્પેશ દેસાઈ સાથે વિચાર-વિમર્શ કરીને સુરતના પનોતા પુત્ર અને લોકપ્રિય નેતા હર્ષ સંઘવીના ચહેરાનું પ્રતિબિંબ ધરાવતો ડાયમંડ બનાવવાનો મક્કમ નિર્ણય લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    પિંઢારપુરામાં નારસુંગાવીર દાદાનો 29મો પાટોત્સવ ઉજવાયો:ગ્રામજનો વ્યસનમુક્તિ, પર્યાવરણ સંરક્ષણના સંકલ્પો સાથે એકતાના રંગે રંગાયા
    Next Article
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભરૂચમાં સેવાભાવી નાગરિકોને મળ્યા:GNFC કાર્યક્રમ બાદ દિવ્યાંગ બાળકોની સંસ્થાની મુલાકાત લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment