Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પિંઢારપુરામાં નારસુંગાવીર દાદાનો 29મો પાટોત્સવ ઉજવાયો:ગ્રામજનો વ્યસનમુક્તિ, પર્યાવરણ સંરક્ષણના સંકલ્પો સાથે એકતાના રંગે રંગાયા

    4 days ago

    પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના પિંઢારપુરા ગામમાં શ્રી નારસુંગાવીર દાદાનો ૨૯મો પાટોત્સવ પરંપરાગત શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો. છેલ્લા દસ વર્ષથી ચાલી આવતી અનોખી પરંપરા મુજબ, રોજગારી કે અન્ય કારણોસર વિવિધ શહેરોમાં સ્થાયી થયેલા તમામ ગ્રામજનો આ પ્રસંગે વતનમાં આવે છે. તેઓ બે થી ત્રણ દિવસ સુધી સાથે મળીને આ મહોત્સવની ઉજવણી કરે છે. આ વર્ષે પાટોત્સવની સાથે ગામમાં અનેક સામાજિક અને આધ્યાત્મિક કાર્યોનો પ્રારંભ કરાયો છે. ગામના આગેવાન બી.એન. પટેલે જણાવ્યું કે, ઐતિહાસિક મહાદેવ મંદિરમાં બિરાજમાન ધુંધરીનાથ દાદાના મંદિરને સુઘડ અને સુશોભિત કરવા માટે ગ્રામજનો અને દાતાઓએ રૂ. ૧ લાખથી રૂ. ૧૭ લાખ સુધીનું દાન આપ્યું છે, જેનાથી સમગ્ર મંદિર સંકુલ આકર્ષક બન્યું છે. ગામના વિકાસ અને વ્યવસ્થા માટે ૧૦૦ જાગૃત યુવાનોની એક વિશેષ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ સંપૂર્ણપણે વ્યસનમુક્ત છે અને ગામની સ્વચ્છતા, સુઘડતા તેમજ મજબૂતી માટે સતત કાર્યરત છે. યુવા પેઢી વ્યસનોથી દૂર રહે, મહેનત કરી સ્વરોજગારી મેળવે અને સૌની સાથે સદ્ભાવનાપૂર્વક વર્તે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં ગામના વડીલો અને વૃદ્ધો માટે 'તિથિભોજન' યોજના શરૂ કરાશે. આ ઉપરાંત, પર્યાવરણના જતન માટે ગામમાં એક આંબાવાડી બનાવવાનું આયોજન છે. 'એક વ્યક્તિ, એક ઝાડ' ના સંકલ્પ સાથે આ ટીમ સો ટકા વૃક્ષારોપણ કરશે અને તેમાંથી થનારી આવક ગામના વિકાસમાં વપરાશે. આ સમગ્ર મહોત્સવ અને વિકાસ કાર્યોની સફળતાનો યશ પિંઢારપુરાની ૧૦૦ યુવાનોની ટીમ, ઉદાર મનના દાતાઓ અને સમગ્ર ગ્રામજનોની અખંડ એકતાને જાય છે. પિંઢારપુરા ગામે આધ્યાત્મિકતાની સાથે સામાજિક જવાબદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ખેડૂતો બાદ હવે આવતીકાલથી શિક્ષકોનું પણ રાજ્યભરમાં આંદોલન:20 જૂન સુધી ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર આપશે, 2010 પહેલાના શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવા માગ
    Next Article
    હર્ષ સંઘવીના ચહેરાવાળો 10.07 કેરેટનો હીરો તૈયાર:4 મહિનાની મહેનત અને હાઇ-ટેક ટેકનોલોજીથી ડાયમંડમાં કંડારાયો ચહેરો, ગૃહમંત્રીને ભેટ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment