Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખમિયાણા નર્મદા કેનાલ પુલ પર માટીના પાળા:ચોમાસામાં અકસ્માતની ભીતિ સેવાઈ

    5 days ago

    ખમિયાણા અને આસપાસના ગામોને જોડતા નર્મદા કેનાલ પુલ પર તંત્ર દ્વારા માટીના પાળા અને આડશો મૂકવામાં આવ્યા છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ પુલ છેલ્લા ત્રણ વર્ષથી જર્જરિત હાલતમાં છે, જેનાથી આંતરિયાળ 10 ગામના લોકો પરેશાન છે. ઊંચા માટીના પાળા અને આડશોને કારણે વાહનચાલકોને જોખમી રીતે પસાર થવું પડે છે. સ્થાનિકોને ભય છે કે જો ચોમાસા પહેલા આ પાળા હટાવવામાં નહીં આવે તો વરસાદમાં વાહનો લપસીને અકસ્માતનો ભોગ બની શકે છે અથવા કેનાલમાં પડી શકે છે. હાલમાં શાળાઓ શરૂ થતાં, સ્કૂલ રિક્ષા અને વાલીઓ બાળકોને શાળાએ મૂકવા માટે આ પુલ પરથી પસાર થાય છે. ગ્રામ્ય લોકો પરિવાર સાથે ખરીદી કે અન્ય કામ માટે શહેરમાં આવતા-જતા હોય ત્યારે ચોમાસાના ચાર મહિના તેમના માટે વધુ પડકારજનક બની શકે છે. તંત્ર દ્વારા આપવામાં આવેલા વૈકલ્પિક ડાયવર્ઝન પર પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. પાણી ભરાવાને કારણે વાહનો લપસીને નર્મદા કેનાલમાં ખાબકી શકે તેવી સંભાવના છે, જેનાથી વાહનચાલકોમાં ચિંતા પ્રવર્તી રહી છે. રોજગાર અર્થે આ રૂટ પરથી પસાર થતા વાહનચાલકોએ જણાવ્યું કે, જો આ પુલ ચોમાસામાં સંપૂર્ણ બંધ થઈ જાય તો સુરેન્દ્રનગર કે અન્ય વિસ્તારોમાં જવા માટે દૂધરેજ અથવા ગોદાવરી થઈને અંદાજે 40 કિલોમીટરનો લાંબો ફેરો કરવો પડે છે. રાત્રિના સમયે અહીંથી પસાર થવું વધુ મુશ્કેલ બને છે. ખમિયાણા 1 અને 2 ની આશરે 1500 થી 1700ની વસ્તી ઉપરાંત પાંડવરા, દીગસર, સડલા અને દાણાવાડા જેવા અનેક નાના-મોટા ગામો આ મુખ્ય રસ્તા સાથે જોડાયેલા છે. પુલ બંધ થવાથી આ તમામ ગ્રામજનોનો સંપર્ક કપાઈ જવાની શક્યતા છે. ગ્રામજનોએ તંત્રને અપીલ કરી છે કે ચોમાસામાં આ માટીના પાળા હટાવીને ચાર મહિના માટે કોઈ યોગ્ય વિકલ્પ પૂરો પાડવામાં આવે, જેથી પુલ પરથી સ્કૂટર, કાર અને રિક્ષા જેવા નાના વાહનો પસાર થઈ શકે. આ અંગે સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર, સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ, સર્કલ-3 અધિકારી નીતિન પટેલે જણાવ્યું કે; ખમિયાણા કેનાલ પુલની ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. એજન્સી નક્કી થયા બાદ શક્ય એટલી વહેલી તકે ખમિયાણા પુલનું કામ શરૂ કરવામાં આવશે. હાલના પુલની જગ્યાએ નવો પુલ બનાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભરૂચમાં સેવાભાવી નાગરિકોને મળ્યા:GNFC કાર્યક્રમ બાદ દિવ્યાંગ બાળકોની સંસ્થાની મુલાકાત લીધી
    Next Article
    ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજાયું:2047 સુધીમાં દેશને વિશ્વનું અગ્રણી રાષ્ટ્ર બનાવવા નાગરિકોએ સામૂહિક સંકલ્પ લીધો, ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment