Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GMDS દ્વારા કોર ડ્રિલિંગ અને જીઓલોજિકલ એક્સપ્લોરેશન:ઝાલાવાડમાં આડેધડ ખનન અટકાવવા ખનીજના જથ્થાનો અભ્યાસ કરી કૂવાને ચોક્કસ કોડ અપાશે

    1 day ago

    સુરેન્દ્રનગરના ચોટીલા-થાનગઢમાં ગેરકાયદે ખનનને લીધે જમીન અને ખનીજનના ઉત્પાદન ઉપર થતી વિપરીત અસરોને પહોંચી વળવા હવે વૈજ્ઞાનિક ઢબેથી અંડરગ્રાઉન્ડ માઇનિંગની દિશામાં ગતિવિધી તેજ કરાઇ છે. ગુજરાત મિનરલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા કોર ડ્રિલિંગ અને જીઓલોજિકલ એક્સપ્લોરેશન માટે લેટર ઓફ એવોર્ડ (LOA) જાહેર કરાયો છે. જે કામ જીઓસ્ફિયર કન્સલ્ટન્સી એન્ડ સર્વિસીસને સોંપાયું છે. જેમાં કેટલીક શરતો અને નિયમોનું પાલન કરવાનું રહેશે. હાલ સર્વેનું કામ ચાલી રહ્યું છે. એજન્સી દ્વારા સમગ્ર વિસ્તારમાં વિવિધ સ્થળોએ ઊંડા બોર કરવામાં આવશે. આ પ્રક્રિયા દ્વારા જમીનની નીચે કેટલા જથ્થામાં અને કઈ ગુણવત્તાનો કોલસો/કાર્બોશેલ ઉપલબ્ધ છે તેનો ચોક્કસ આંકડો મળશે. આ ઉપરાંત, જમીનની નીચે કયા પ્રકારના મિનરલ્સ છે, જમીન બેસી જાય તેવી છે કે કેમ, અને ભૂગર્ભ જળ (પાણી)નું સ્તર કેટલું ઊંડું છે તેનો વૈજ્ઞાનિક અભ્યાસ કરાશે. આ અંગે પૂર્વધારાસભ્ય ઋત્વિક મકવાણાએ રજૂઆત કરી હતી. ઓપનકાસ્ટ પદ્ધતિ : આ પદ્ધતિમાં જમીનનું સ્તર આખું ખોદી નાખવું પડતું હોવાથી જમીન બિનઉપજાઉ બને છે. કોલસાના નાના લેયર માટે અતિશય મોટો વિસ્તાર ખોદવો પડતો હોવાથી, આ પદ્ધતિનો આર્થિક ખર્ચ અંડરગ્રાઉન્ડ માઇનિંગ કરતાં અનેક ગણો (ત્રણ ગણાથી પણ વધુ) આવે છે. અંડરગ્રાઉન્ડ પદ્ધતિ : આ પદ્ધતિમાં ઉપરની જમીન અને પર્યાવરણ સુરક્ષિત રહે છે. માત્ર ટનલ કે બોરિંગ દ્વારા જ કામ થતું હોવાથી ઉત્પાદન ખર્ચ ઘટે છે અને પર્યાવરણીય નુકસાન નહિવત (ઝીરો સરખું) થઈ જાય છે. ઉત્પાદન ક્ષમતામાં પણ ટેકનોલોજીના કારણે સચોટ વધારો થાય છે. ખનીજ તત્વનું લેબોરેટરી ટેસ્ટ, લોકેશનના ફોટો ડેટા સંગ્રહ કરાશે એક્સપ્લોરેટરી ડ્રિલિંગ : આધુનિક ડાયમંડ કોર ડ્રિલિંગ રિગ્સ, અદ્યતન સાધનોથી 1500 મીટર સુધીનું ડ્રિલિંગ કરવાનું રહેશે સર્વે કામગીરી : બોરહોલનું લોકેશન નક્કી કરવું અને તેની ઊંચાઈ માપવાની કામગીરી કંપનીએ કરવાની રહેશે. કોર લોગિંગ : ખનિજની જાડાઈ, રંગ, કદ, ડ્રિલિંગ સમયે પાણીનું સ્તર જોવા મળે તો તેની ઊંડાઈની પણ નોંધ કરવાની રહેશે. ૧ મીટરના ડ્રિલિંગ દીઠ ખનિજના નમૂના લેવા અને તેને દળીને પાવડર સ્વરૂપે પેકેટ તૈયાર કરી લેબોરેટરીમાં પૃથ્થકરણ કરાશે. બોરહોલ પિલર : દરેક બોરહોલનું કામ પૂર્ણ થયા પછી પિલર બનાવી ચોક્કસ કોડ અને લેબલ લગાવવું. ડિજિટલ દસ્તાવેજીકરણ: દરેક નમૂનાનું 10 મેગાપિક્સલ કેમેરાથી ફોટા પાડવા અને ડ્રાફ્ટ તેમજ ફાઈનલ જીઓલોજિકલ રિપોર્ટની હાર્ડ અને સોફ્ટ કોપી સબમિટ કરવી.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં પતિએ પત્નીને જાહેરમાં માર માર્યો:સાસરે જવાના વિવાદે ઝઘડો ઉગ્ર બન્યો, વીડિયો વાઈરલ થતાં પોલીસ પહોંચી
    Next Article
    દિવાળી સુધીમાં પૂર્ણ થતા આર્ટસના વિદ્યાર્થીઓને નવા સ્માર્ટ રૂમો:1956થી શિક્ષણના અજવાળા પાથરતી આર્ટસ કોલેજની 14.51 કરોડના ખર્ચે કાયાપલટ : વિદ્યાર્થીઓની ક્ષમતા 650થી 1500 થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment