Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી સુધીમાં પૂર્ણ થતા આર્ટસના વિદ્યાર્થીઓને નવા સ્માર્ટ રૂમો:1956થી શિક્ષણના અજવાળા પાથરતી આર્ટસ કોલેજની 14.51 કરોડના ખર્ચે કાયાપલટ : વિદ્યાર્થીઓની ક્ષમતા 650થી 1500 થશે

    1 day ago

    ભાસ્કર ન્યૂઝ સુરેન્દ્રનગર શિક્ષણનું હબ બની રહેલા સુરેન્દ્રનગર શહેરમાં 1956થી શિક્ષણના અજવાળા પાથરતી શહેરની એકમાત્ર સરકારી એમપી શાહ આર્ટસ કોલેજ નવા ક્લેવર ધારણ કરી રહી છે. નવેમ્બર 2024થી નવા આધુનિક બિલ્ડીંગનું નિર્માણ કાર્ય ચાલુ છે. તે દિવાળી સુધીમાં પૂર્ણ થતા આર્ટસના વિદ્યાર્થીઓને નવા સ્માર્ટ રૂમોમાં અભ્યાસ કરવાની સુવિધા પ્રાપ્ત થશે. સુરેન્દ્રનગરના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ તારીખ 281223ના રોજ ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઇ પટેલને આ કોલેજના જુના બિલ્ડીંગના સ્થળે નવું બિલ્ડીંગ બનાવવાની જરૂર હોય બજેટમાં સમાવેશ કરવા રજૂઆત કરેલ હતી. આ રજૂઆતને ધ્યાને લઈને ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા તા.16-4-24ના રોજ રૂપિયા 22.58 કરોડના ખર્ચે નવું બિલ્ડીંગ બનાવવાની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. તા. 28-11-24ના રોજ તાંત્રિક મંજૂરી મળી હતી. ટેન્ડરની અંદાજિત રકમ રૂ. 17,64,46,012.04 પૈસા નક્કી કરાઈ અને રૂ. 14,11,74,452.23 પૈસામાં ટેન્ડર મંજૂર કરીને મે. સાક્ષી ઈન્ફ્રાકોનને કામ અપાયું હતું. સુરેન્દ્રનગરની એમપી શાહ આર્ટસ કોલેજનું નવું બની રહેલુ બિલ્ડીંગ ગ્રાઉન્ડ ફ્લોર અને ચાર માળનું હશે. જેમાં બાર જેટલા ક્લાસ રૂમ સેમિનાર હોલ, લાઇબ્રેરી કોમ્પ્યુટર લેબ, ફિઝિકલ એજ્યુકેશન રૂમ, એડમિનિસ્ટ્રેશન વિભાગ, મહિલા રૂમ વગેરે સુવિધા હશે. નવા સ્માર્ટ ક્લાસરૂમમાં mooc રેકોર્ડિંગ ફેસીલીટી, સ્માર્ટ બોર્ડ, સ્માર્ટ ટીવી જેવી સુવિધાઓ હશે. કોમ્પ્યુટર લેબ અત્યાધુનિક હશે. નવા બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દુર્લભ અને વિશેષ પુસ્તકો ધરાવતી લાઇબ્રેરી હશે. કોલેજમાં હાલ 650 વિદ્યાર્થીઓની ઇંટેક્ટ કેપેસિટી છે. જ્યારે નવા બિલ્ડીંગમાં 1500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તે રીતે આયોજન કરવામાં આવેલ છે. તસવીર- હેમાંગ રાવલ
    Click here to Read More
    Previous Article
    GMDS દ્વારા કોર ડ્રિલિંગ અને જીઓલોજિકલ એક્સપ્લોરેશન:ઝાલાવાડમાં આડેધડ ખનન અટકાવવા ખનીજના જથ્થાનો અભ્યાસ કરી કૂવાને ચોક્કસ કોડ અપાશે
    Next Article
    WATCH: Japan Fans Win Praise For Cleaning Stadium After Thrilling 2-2 Draw With Netherlands

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment