Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં પતિએ પત્નીને જાહેરમાં માર માર્યો:સાસરે જવાના વિવાદે ઝઘડો ઉગ્ર બન્યો, વીડિયો વાઈરલ થતાં પોલીસ પહોંચી

    एक दिन पहले

    વલસાડના છીપવાડ વિસ્તારમાં રવિવારે ધોળા દિવસે પતિએ પત્નીને જાહેરમાં લાકડાના દંડાથી માર માર્યો હતો. સાસરે જવા જેવી સામાન્ય બાબતે દંપતી વચ્ચે ઝઘડો થયો હતો, જે બાદ પતિએ આ હુમલો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મૂળ રાજસ્થાનનો અને હાલ સુરતમાં રહેતો આ પરિવાર વલસાડ આવ્યો હતો. પત્નીએ સાસરે જવાની ના પાડતાં કે અન્ય કોઈ નજીવી બાબતે બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. ગુસ્સે ભરાયેલા પતિએ રસ્તા પર પડેલો લાકડાનો દંડો ઉઠાવી પત્નીને ફટકારવાનું શરૂ કર્યું હતું. આસપાસના લોકોએ આ ઘટના જોઈને તાત્કાલિક દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાક સ્થાનિક નાગરિકોએ ઇમરજન્સી નંબર 112 પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ વલસાડ સિટી પોલીસની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે તાત્કાલિક મામલો શાંત પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ સિટી પોલીસે વાયરલ વીડિયો અને સ્થાનિકોની પૂછપરછના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં ₹100 કરોડના ખર્ચે નંદીઘર બનશે:25 હજાર નંદીને સમાવવાની વ્યવસ્થા, ઉર્જામંત્રી કૌશિક વેકરિયાની જાહેરાત
    Next Article
    GMDS દ્વારા કોર ડ્રિલિંગ અને જીઓલોજિકલ એક્સપ્લોરેશન:ઝાલાવાડમાં આડેધડ ખનન અટકાવવા ખનીજના જથ્થાનો અભ્યાસ કરી કૂવાને ચોક્કસ કોડ અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment