Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘે GMને આવેદનપત્ર આપ્યું:સુરક્ષા, બદલી, આવાસ સહિતની માંગણીઓ પર તાત્કાલિક કાર્યવાહીનું આશ્વાસન

    1 day ago

    વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર રામશ્રેય પાંડેના ભાવનગર ડિવિઝનના નિરીક્ષણ પ્રવાસ દરમિયાન વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘે તેમને આવેદનપત્ર સુપરત કર્યું હતું. સંઘે કર્મચારીઓની સુરક્ષા, બદલી, આવાસ અને અન્ય સુવિધાઓ સંબંધિત પડતર માંગણીઓ રજૂ કરી તાત્કાલિક ઉકેલની અપીલ કરી હતી. સંઘના ડિવિઝનલ સેક્રેટરી બી. એન. ડાભીના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળે આ રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં વેરાવળ, પોરબંદર અને ભાવનગર ખાતે ઇલેક્ટ્રિક સ્કાઉન્ટિંગ કર્મચારીઓને ટ્રેનોમાં ફરજ બજાવવા અંગે રેલવે બોર્ડના નિર્દેશોનું પાલન ન થવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ફરજ પર આવતા કે જતા સમયે અકસ્માતનો ભોગ બનતા કર્મચારીઓને IOD (Injury on Duty) લાભ ન મળવા અંગે પણ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરાઈ હતી. સંઘે સહાયક લોકો પાયલોટ, ટ્રેકમેન અને અન્ય કર્મચારીઓની લાંબા સમયથી અટવાયેલી ઇન્ટર-ડિવિઝન અને ઇન્ટર-ઝોન બદલીની અરજીઓનો ઝડપથી નિકાલ કરવા પર ભાર મૂક્યો હતો. કર્મચારીઓના પારિવારિક અને વ્યક્તિગત સંજોગોને ધ્યાનમાં રાખી આ અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવાની માંગ કરાઈ હતી. રેલવે કર્મચારીઓના આવાસ પ્રશ્નને ગંભીર ગણાવતા, ભાવનગર, વેરાવળ, પોરબંદર, જૂનાગઢ, જેતલસર, બોટાદ, ગાંધીગ્રામ અને ધોળા સહિતના સ્ટેશનો પર ક્વાર્ટરની અછત હોવાનું જણાવાયું હતું. કર્મચારીઓને ભાડાના મકાનોમાં રહેવું પડતું હોવાથી નવા ક્વાર્ટરના નિર્માણ માટે વિશેષ આયોજન કરવાની માંગ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ભાવનગર ડિવિઝનની હોસ્પિટલો અને કચેરીઓમાં એર કન્ડિશનર સુવિધા ઉપલબ્ધ કરાવવા, સોમનાથ અને દીવ ખાતે રેલવે કર્મચારીઓ માટે હોલિડે હોમની વ્યવસ્થા ઊભી કરવા તેમજ વેરાવળ, જૂનાગઢ અને પોરબંદરમાં કોમ્યુનિટી હોલના નિર્માણ માટે વિશેષ ભંડોળ ફાળવવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. પ્રતિનિધિમંડળે પોઇન્ટ્સમેન અને ગેટમેન કર્મચારીઓની સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. પોઇન્ટ્સમેનની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા, તેમની કારકિર્દી વિકાસની સમસ્યાઓ દૂર કરવા અને જર્જરિત ગેટ કેબિનો તથા ડ્યુટી ઓફિસોમાં મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવાની માંગ કરાઈ હતી. સ્પેશિયલ ફાટકો પર ગેટમેનની 12 કલાકની ફરજ ઘટાડીને 8 કલાક કરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. જનરલ મેનેજર રામશ્રેય પાંડેએ સંઘના પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા તમામ મુદ્દાઓને ગંભીરતાથી સાંભળ્યા હતા. તેમણે સંબંધિત અધિકારીઓને જરૂરી બાબતોમાં સકારાત્મક અને તાત્કાલિક પગલાં લેવા માટે સૂચનાઓ આપવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે ડિવિઝનલ ટ્રેઝરર નવલસિંહ દહિયા, ડિવિઝનલ જોઈન્ટ સેક્રેટરી સચિન પરમાર, ડિવિઝનલ વાઇસ ચેરમેન તથા વેરાવળ બ્રાન્ચના ચેરમેન તસ્લીમ કાજી, યુવરાજસિંહ જાડેજા, રઝાક હાજી અને રફીક જુસબ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. વેરાવળ બ્રાન્ચના ચેરમેન તસ્લીમ કાજીએ આ અંગેની માહિતી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં જર્જરિત કસ્ટમ હાઉસની તોડફોડ દરમિયાન દુર્ઘટના:3 મજૂરો નીચે પટકાતા ઈજાગ્રસ્ત, હોસ્પિટલમાં સારવાર હેઠળ
    Next Article
    મોટા દહીસરા ગામે યુવાને ગળાફાંસો ખાધો:બગથળા ગામે ઘરના પાણીના ‎ટાંકામાં પડી જતાં પ્રૌઢાનું મોત‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment