Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટા દહીસરા ગામે યુવાને ગળાફાંસો ખાધો:બગથળા ગામે ઘરના પાણીના ‎ટાંકામાં પડી જતાં પ્રૌઢાનું મોત‎

    1 day ago

    મોરબી તાલુકાના બગથળા ગામે મહિલા કોઈપણ કારણોસર પોતાના ઘરની અંદર પાણીના ટાંકામાં અકસ્માતે પડી ગયા હતા જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું. જ્યારે માળીયા (મી)ના મોટા દહીસરા ગામે રહેતા યુવાને કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર લોખંડની એંગલ સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો. મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા લીલાવતીબેન મગનભાઈ સાણંદિયા (ઉ.વ.55) નામના મહિલા ગઈકાલે પોતે પોતાના ઘરે હતા ત્યારે બપોરના અરસામાં તેઓ પોતે પોતાના ઘરની અંદર આવેલ પાણીના ટાંકામાં અકસ્માતે પડી ગયા હતા જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. બીજા બનાવમાં માળીયા (મી)ના મોટા દહીસરા ગામે રહેતા મીત રમેશભાઈ મૈયડ (ઉ.વ.23) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર લોખંડની એંગલ સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આપઘાતના બનાવની પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘે GMને આવેદનપત્ર આપ્યું:સુરક્ષા, બદલી, આવાસ સહિતની માંગણીઓ પર તાત્કાલિક કાર્યવાહીનું આશ્વાસન
    Next Article
    Alpha Trailer: Internet Calls Alia Bhatt-Sharvari's Film A 'Cheap Rip-Off' Of The Boys, Game Of Thrones

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment