Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મનપાનાં ફૂડ વિભાગનો સપાટો:કાલાવડ રોડ પરનાં 'G.J-5 સેન્ડવિચ પિઝા'માંથી 28 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો, આઈસ્ક્રીમનાં કુલ 7 શંકાસ્પદ નમુના લેવાયા

    2 weeks ago

    રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કાલાવડ રોડ પરનાં 'G.J-5 સેન્ડવિચ પિઝા'માંથી 28 કિગ્રા એક્સપાયરી ડેટ વીતેલ અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે અને ત્યાંથી ચીઝનો નમૂનો લેવાયો છે. ઉપરાંત, રામાપીર ચોકડીથી રૈયાધાર વિસ્તારમાં ખાદ્યચીજોનું વેચાણ કરતા 21 ધંધાર્થીઓની તપાસ કરી લાઇસન્સ વગરના 6 વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી, જ્યારે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ મંગળેશ્વર, બાલાજી સેલ્સ, સાગર સરબતવાલા અને અતુલ આઇસ્ક્રીમ જેવી પેઢીઓમાંથી આઇસ્ક્રીમના કુલ 7 શંકાસ્પદ નમૂના લઈ લેબોરેટરીમાં મોકલાયા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જો ભેળસેળ સાબિત થશે તો વેપારીઓ સામે પગલાં લેવાશે. રાજકોટમાં ઉનાળાની સિઝનમાં રોગચાળો ન ફેલાય તે માટે ફૂડ વિભાગની ટીમે કાલાવડ રોડ પર આવેલ બીટ બાઇટ ફૂડ ઝોનમાં ઓચિંતા દરોડા પાડી ખાણીપીણીની પ્રખ્યાત પેઢીઓનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કાલાવડ રોડ પર કટારીયા ચોક પહેલા આવેલ 'G.J-5 સેન્ડવિચ પિઝા' નામની પેઢીમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પેઢીના કિચનમાંથી સંગ્રહ કરેલ સોસ, ચટણી, ફ્રોઝન ફૂડ, પિઝાનું રો-મટિરિયલ, ચિપ્સ, સેન્ડવિચનો મસાલો વગેરે એક્સપાયરી ડેટ વીતેલ અને અત્યંત વાસી મળી આવ્યો હતો. અધિકારીઓએ માનવ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે તેવા કુલ 28 કિગ્રા અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો અને ત્યાંથી ચીઝ (લૂઝ) નો નમૂનો લીધો હતો. બીજી તરફ, ફૂડ વિભાગની ટીમે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ (FSW) વાન સાથે રામાપીર ચોકડીથી રૈયાધાર સુધીના બંને બાજુના વિસ્તારોમાં ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 21 ધંધાર્થિઓની ચકાસણી કરી હતી. જેમાંથી યોગ્ય દસ્તાવેજો કે ફૂડ લાઇસન્સ ન ધરાવતા 6 ધંધાર્થિઓને વહેલી તકે લાઇસન્સ મેળવી લેવા માટે કડક સૂચના આપવામાં આવી હતી. આ સિવાય સ્થળ પર જ વિવિધ ખાદ્યચીજોના કુલ 15 નમૂનાની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. લાઇસન્સ બાબતે જે પેઢીઓને નોટિસ અને સૂચના અપાઈ છે, તેમાં નંદની પાણીપુરી, સંતોષી બેકરી, સાગર ડેરીફાર્મ, શ્રીનાથજી સોડા, ઠાકરધણી હોટેલ, અને ઠાકરધણી દાળ-પકવાનનો સમાવેશ થાય છે. આ સાથે જ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ આઇસ્ક્રીમનું વેચાણ કરતી જુદી જુદી પેઢીઓમાંથી કુલ 7 નમૂના લેબોરેટરી પરીક્ષણ માટે લેવામાં આવ્યા છે. જેમાં 150 ફૂટ રિંગ રોડ પર ચંદ્રપાર્ક મેઇન રોડ પર આવેલ મંગળેશ્વર આઇસ્ક્રીમમાંથી માવામલાઈ અને કેસર પિસ્તા આઇસ્ક્રીમ, જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે આવેલ બાલાજી સેલ્સ એજન્સીમાંથી ખુશ્બુ ડ્રાય ફ્રૂટ કાર્નિવલ આઇસ્ક્રીમ (180 MLPKD) નો નમૂનો લેવાયો છે. જ્યારે પેડક રોડ પર પાણીના ઘોડા પાસે આવેલ સાગર સરબતવાલા આઇસ્ક્રીમમાંથી કાજુ અંજીર અને રોસ્ટેડ આલમન્ડ આઇસ્ક્રીમ તેમજ કોઠારીયા મેઇન રોડ પર નીલકંઠ સિનેમા પાસે આવેલ અતુલ આઇસ્ક્રીમ પ્રોડક્ટમાંથી સેફરોન ગોલ્ડ અને નવરત્ન આઇસ્ક્રીમના લૂઝ નમૂના મેળવાયા છે. મનપાનાં ડેઝીગ્નેટેડ ઓફિસરના જણાવ્યા મુજબ લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ જો આ નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થશે તો કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પંજાબ શિક્ષણમાં નંબર-1 બનતા ગુજરાત સરકારને AAPનો સવાલ:મનોજ સોરઠીયાએ કહ્યું- 'જો પંજાબ કરી શકે તો ગુજરાત કેમ નહીં?'
    Next Article
    લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમાનું ભવ્ય અનાવરણ:લોકસંસ્કૃતિના અમર અવાજને પુષ્પાંજલિ અર્પિત કરતા અધિકારીઓ અને કલાપ્રેમીઓ, સંઘર્ષો વચ્ચે ‘પદ્મશ્રી’ સુધી પહોંચેલા કોયલકંઠી દિવાળીબેનની પ્રતિમાનું અનાવરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment