Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંજાબ શિક્ષણમાં નંબર-1 બનતા ગુજરાત સરકારને AAPનો સવાલ:મનોજ સોરઠીયાએ કહ્યું- 'જો પંજાબ કરી શકે તો ગુજરાત કેમ નહીં?'

    2 weeks ago

    કેન્દ્ર સરકારના નીતિ આયોગ દ્વારા પંજાબને શિક્ષણ ક્ષેત્રે વિકાસ પામતું દેશનું નંબર-1 રાજ્ય જાહેર કરવામાં આવતા આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતે ખુશી વ્યક્ત કરી છે. પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ પંજાબની ભગવંત માન સરકાર અને શિક્ષણ મંત્રી હરજોત સિંહ બૈંસને અભિનંદન પાઠવતા ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. પેપર લીકની ઘટનાઓથી વિદ્યાર્થીઓ પરેશાન મનોજ સોરઠીયાએ જણાવ્યું કે, કોઈપણ મહાન રાષ્ટ્રનું નિર્માણ તેની શિક્ષણ વ્યવસ્થા પર આધારિત હોય છે. દેશમાં એક તરફ પેપર લીકની ઘટનાઓથી વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે અને શિક્ષણની ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, ત્યારે પંજાબમાંથી આવેલા આ સારા સમાચાર સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે. પંજાબ શિક્ષણ ક્ષેત્રે નંબર-1 રાજ્ય જાહેર તેમણે કહ્યું કે, દિલ્હી બાદ હવે પંજાબમાં પણ આમ આદમી પાર્ટીની સરકારે શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સુધારા કરીને દેશભરમાં એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. પંજાબને શિક્ષણ ક્ષેત્રે નંબર-1 રાજ્ય જાહેર થવું એ રાજ્ય સરકારની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પરિણામ છે. શિક્ષણ ક્ષેત્રે સુધારા દેશના ભવિષ્ય માટે અત્યંત મહત્વના સોરઠીયાએ ગુજરાત સરકારને સીધો સવાલ કરતાં કહ્યું કે, જો પંજાબમાં સરકારી શાળાઓનું સ્તર ઊંચું લઈ જઈ શકાય છે તો ગુજરાતમાં કેમ નહીં? રાજ્યની સરકારી શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા સરકાર ગંભીરતાથી પ્રયાસ કરે તેવી જરૂર છે. તેમણે જણાવ્યું કે, શિક્ષણ ક્ષેત્રે સુધારા અને વિકાસ દેશના ભવિષ્ય માટે અત્યંત મહત્વના છે. તમામ રાજ્યોમાં શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે અને વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણની તક મળે તે સમયની માંગ છે. આ સાથે તેમણે પંજાબના નાગરિકો, આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ રાજ્ય સરકારને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરત મનપાના દાવાઓ 8 કલાકમાં ધોવાયા:સામાન્ય વરસાદી ઝાપટામાં ઉધનાનું ભીમનગર ગરનાળું પાણીમાં ગરકાવ, કરોડોના બજેટ સામે જનતામાં ઉગ્ર રોષ
    Next Article
    રાજકોટ મનપાનાં ફૂડ વિભાગનો સપાટો:કાલાવડ રોડ પરનાં 'G.J-5 સેન્ડવિચ પિઝા'માંથી 28 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો, આઈસ્ક્રીમનાં કુલ 7 શંકાસ્પદ નમુના લેવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment