Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્રાંગધ્રાના સાયકલિસ્ટોની ચોટીલા સુધી સાયકલ યાત્રા:પેડલ પ્રવાસી સાયકલિંગ ગ્રુપના 8 સભ્યો રાત્રિ દરમિયાન સાયકલ ચલાવી વહેલી સવારે ચામુંડા માતાજીના દર્શને પહોંચ્યા

    7 hours ago

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ના સંદેશને સાર્થક કરવા ધ્રાંગધ્રાના ‘પેડલ પ્રવાસી સાયકલિંગ ગ્રુપ’ દ્વારા ચોટીલા સુધીની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આસો નવરાત્રિના પવિત્ર નોરતે ગ્રુપના 8 ઉત્સાહી સાયકલિસ્ટોએ રાત્રિ દરમિયાન સાયકલ યાત્રા શરૂ કરી હતી અને વહેલી સવારે ચોટીલા પહોંચીને ચામુંડા માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શ્રદ્ધા, સાહસ અને ફિટનેસના સમન્વય સમાન આ યાત્રા દ્વારા સાયકલિસ્ટોએ સમાજને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપ્યો હતો. પોરબંદર અને ગોંડલના સાયકલિસ્ટો પણ યાત્રામાં જોડાયા આ સાયકલ યાત્રામાં ધ્રાંગધ્રાની ટીમ સાથે પોરબંદર અને ગોંડલથી આવેલા સાયકલિસ્ટ મિત્રો પણ જોડાયા હતા. અગાઉ આ ત્રણેય ટીમના સભ્યો પોરબંદરના બરડા ડુંગર ખાતે યોજાયેલી 100 કિલોમીટરની સાયકલ રાઈડમાં સાથે ભાગ લઈ ચૂક્યા છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ સાયકલિસ્ટોમાં પરસ્પર સહકાર, ખેલદિલી અને એકતાની ભાવનાને મજબૂત બનાવે છે. લાંબી સાયકલ યાત્રા દરમિયાન સાયકલિસ્ટોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બેકઅપ વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. દરરોજ 20થી 25 કિલોમીટર સાયકલિંગ કરી ફિટનેસ જાળવે છે રાજ્ય સરકાર દ્વારા મેદસ્વિતામુક્ત અભિયાન અંતર્ગત નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ‘પેડલ પ્રવાસી સાયકલિંગ ગ્રુપ’ના સભ્યો પણ નિયમિત વ્યાયામ દ્વારા આ દિશામાં યોગદાન આપી રહ્યા છે. ગ્રુપના સભ્યો દરરોજ સવારે ધ્રાંગધ્રાના વિવિધ માર્ગો પર 20થી 25 કિલોમીટર સાયકલિંગ કરે છે. આ ઉપરાંત, તેઓ 100, 150 અને 200 કિલોમીટરની BRM સાયકલ રાઈડમાં પણ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. લાંબા અંતરની રાઈડ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા અને બેકઅપ વાહનને પ્રાધાન્ય આપીને તેઓ જવાબદાર સાયકલિંગનું ઉદાહરણ પૂરું પાડે છે. યુવાનોને સક્રિય અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાની પ્રેરણા ધાર્મિક આસ્થા સાથે શારીરિક ફિટનેસને જોડતી આ સાયકલ યાત્રા યુવાધન અને નવી પેઢી માટે પ્રેરણારૂપ બની છે. વ્યસ્ત જીવનશૈલી વચ્ચે પણ નિયમિત કસરત અને શારીરિક પ્રવૃત્તિઓ માટે સમય ફાળવવો જરૂરી છે, તેવો સંદેશ આ ગ્રુપના સભ્યોએ આપ્યો છે. ચોટીલા સુધીની આ યાત્રા માત્ર ધાર્મિક પ્રવાસ પૂરતી સીમિત ન રહેતાં સ્વાસ્થ્ય જાગૃતિ, શિસ્ત અને સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ બની છે. આ રીતે ધ્રાંગધ્રાના સાયકલિસ્ટોએ ‘ફિટ ઇન્ડિયા’ના હેતુને સાકાર કરવામાં પોતાની રીતે યોગદાન આપ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરાની પોલન બજાર શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું:12 શાળાના 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, 'વિકસિત ભારત' થીમ પર પ્રોજેક્ટ્સ રજૂ કર્યા
    Next Article
    Congress Protest में 82 साल के बुजुर्ग ने पूर्व मुख्य चुनाव आयुक्त TN Seshan की चर्चा क्यों की?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment