Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં બોરિયાચ ટોલનાકે સ્થાનિક GJ-21 વાહનોને રાહત:ટોલ વસૂલવા સામે થયેલા ઉગ્ર વિરોધ બાદ તંત્રએ નમતું જોખ્યું, ટોલનાકા વિવાદમાં રાજકીય પક્ષોનું શ્રેય લેવાનું રાજકારણ

    4 days ago

    નવસારીના બોરિયાચ ટોલનાકે સ્થાનિક વાહનો પાસેથી ટોલ વસૂલવાના નિર્ણય સામે થયેલા ઉગ્ર વિરોધ બાદ તંત્રએ આખરે નમતું જોખ્યું છે. GJ-21 પાસિંગ ધરાવતા વાહનોને હાલ પૂરતી ટોલમાંથી મુક્તિ આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધારાસભ્યો અને સ્થાનિક સંગઠનોની રજૂઆત બાદ કલેક્ટરે તાત્કાલિક ધોરણે 4 લેન સ્થાનિક વાહનો માટે ફ્રી કરવા આદેશ આપ્યા છે. સમગ્ર વિવાદ શું હતો? બોરિયાચ ટોલ નાકા પર વર્ષોથી સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી હતી. જોકે, 1 મે 2026 થી નેશનલ હાઈવે ઓથોરિટીએ ફરીથી સ્થાનિક વાહનો પાસેથી ટોલ વસૂલવાનું શરૂ કર્યું હતું. આ નિર્ણયને કારણે નવસારી જિલ્લાના ખેડૂતો, ટ્રાવેલ્સ સંચાલકો અને ટ્રક ચાલકોમાં ભારે રોષ ફેલાયો હતો. આર્થિક બોજ વધતા સ્થાનિકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. તંત્ર અને નેતાઓ વચ્ચેની બેઠક બાદ લેવાયો નિર્ણય નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ અને વિવિધ ગામના સરપંચોએ જિલ્લા કલેક્ટર તથા હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી કે સ્થાનિક લોકો માટે અગાઉની જેમ જ ટોલ મુક્તિ ચાલુ રાખવી જોઈએ. ભાજપની કલેક્ટર અને હાઈવે ઓથોરિટીને રજૂઆત ભાજપ જિલ્લા પ્રમુખ ભૂરાલાલ શાહે જણાવ્યું હતું કે, નવસારી જિલ્લાના GJ 21 પાસિંગ વાળા વાહનો માટે અત્યારે તાત્કાલિક ધોરણે બે આવતી અને બે જતી એમ કુલ ચાર લાઈનો ટોલ મુક્ત કરી દેવામાં આવી છે. 1લી મેથી ટોલ વસૂલવાનું શરૂ થતા ખેડૂતો અને વાહનચાલકો આર્થિક મુશ્કેલીમાં હતા. અમે ધારાસભ્ય રાકેશ દેસાઈ, પક્ષના હોદ્દેદારો અને સરપંચો સાથે કલેક્ટર અને હાઇવે ઓથોરિટી સમક્ષ રજૂઆત કરી હતી. આ પ્રશ્નના કાયમી ઉકેલ માટે અમે નીતિન ગડકરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલને પણ રજૂઆત કરી છે. વિપક્ષે પણ આંદોલનની ચીમકી આપી હતી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, નવસારી જિલ્લાના વાહનો પર ટોલ ટેક્સ લેવાના નિર્ણયનો ખેડૂતો અને વિવિધ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આંદોલનની ચીમકી અને કેન્દ્રીય મંત્રીને કરવામાં આવેલી રજૂઆતના પગલે હાલ ટોલ વસૂલાત બંધ કરવામાં આવી છે. જો ભવિષ્યમાં ફરીથી GJ-21 પાસિંગ ધરાવતા વાહનો પર ટોલ લાદવામાં આવશે, તો ફરી આંદોલન છેડવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કતારગામમાં મીટર પેટીમાં શોર્ટ સર્કિટથી લાગી આગ:ધુમાડાના ગોટા વચ્ચે ફાયર વિભાગનું સાહસિક રેસ્ક્યુ ઓપરેશન, નાની બાળકી સહિત પાંચને ઉગારી લેવાયા
    Next Article
    કેન્સરની બીમારી સામે જીદંગી હારી ગઈ:રાયસણથી ગુમ થયેલા આધેડે કેનાલમાં ઝંપલાવી મોત વ્હાલુ કર્યું, પિકચર જોવાનું કહી ઘરેથી નીકળ્યા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment