Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કતારગામમાં મીટર પેટીમાં શોર્ટ સર્કિટથી લાગી આગ:ધુમાડાના ગોટા વચ્ચે ફાયર વિભાગનું સાહસિક રેસ્ક્યુ ઓપરેશન, નાની બાળકી સહિત પાંચને ઉગારી લેવાયા

    6 days ago

    સુરત શહેરમાં ઉનાળાના પ્રખર તાપની સાથે હવે શોર્ટ સર્કિટ અને આગની ઘટનાઓમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આવી જ એક હૃદયદ્રાવક અને શ્વાસ અધ્ધર કરી દે એવી ઘટના આજે સુરતના ગીચ વસ્તી ધરાવતા કતારગામ વિસ્તારમાં બની હતી. કતારગામની લલિતા ચોકડી પાસે આવેલા એક રહેણાંક કોમ્પ્લેક્સમાં મીટર પેટીમાં લાગેલી આગને કારણે પાંચ નિર્દોષ લોકો મોત સામે ઝઝૂમતા જોવા મળ્યા હતા. જોકે, સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના જવાનોની સમયસૂચકતા અને દેવદૂત સમાન કામગીરીને કારણે એક મોટી હોનારત ટળી છે. કતારગામની કંટેશ્વર સોસાયટીમાં આવેલા રામેશ્વર કોમ્પ્લેક્સમાં અચાનક અફરાતફરી મચી ગઈ હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી મુખ્ય ઇલેક્ટ્રિક મીટર પેટીમાંથી તણખલા ઝર્યા બાદ પ્રચંડ ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં મીટર પેટીમાં રહેલા વાયરો અને પ્લાસ્ટિકની બોડી બળવા લાગતા કાળા મેશ જેવા ઝેરી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. આગ લાગતાની સાથે જ બિલ્ડિંગમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો બિલ્ડિંગની રચના એવી હતી કે ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગનો ધુમાડો ચીમનીની જેમ સીધો જ ઉપરના માળ તરફ જતી સીડીઓમાં ભરાઈ ગયો હતો. આ ધુમાડો એટલો ઘટ્ટ અને ઝેરી હતો કે બીજા અને ત્રીજા માળે રહેતા લોકો માટે ઘરની બહાર નીકળવું અશક્ય બની ગયું હતું. આગ લાગતાની સાથે જ બિલ્ડિંગમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. અંધારા અને ધુમાડાને કારણે લોકો ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા. બિલ્ડિંગના બીજા અને ત્રીજા માળે રહેતા રહિશોએ જ્યારે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો ત્યારે સીડીઓ પાસે માત્ર કાળો ધુમાડો જ દેખાતો હતો. લોકો બારીઓ પાસે આવીને મદદ માટે બૂમો પાડવા લાગ્યા હતા. સ્થાનિક લોકોએ તરત જ આ અંગે સુરત ફાયર વિભાગને જાણ કરી હતી. ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી ઘટનાની ગંભીરતાને જોતા સુરત ફાયર વિભાગના કન્ટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક ધોરણે અલગ-અલગ ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. કતારગામ ફાયર સ્ટેશન અહીંથી સૌથી પહેલા ફર્સ્ટ રિસ્પોન્ડર વાહન, વોટર બ્રાઉઝર અને T.T.L'(ટર્ન ટેબલ લેડર) પહોંચી હતી. ડભોલી ફાયર સ્ટેશન ઘટનાની તીવ્રતા જોઈ અહીંથી પણ ફાયર એન્જિન અને ટેન્કરની મદદ લેવાઈ હતી. કોસાડ ફાયર સ્ટેશન વધારાની કુમક તરીકે અહીંથી પણ એક ફાયર એન્જિન સ્થળ પર પહોંચ્યું હતું. બિલ્ડિંગમાં ફસાયેલા 5 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા ફાયર ઓફિસર ધોળી (Dy.CFO), રમેશ સેલર સહિતના અધિકારીઓની આગેવાની હેઠળ જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. એક તરફ જવાનોએ આગ બુઝાવવાની કામગીરી કરી, તો બીજી તરફ ઓક્સિજન સિલિન્ડર પહેરીને જવાનો ધુમાડા વચ્ચે બીજા અને ત્રીજા માળે પહોંચ્યા હતા. ફાયર વિભાગના જવાનોએ મુશ્કેલ પરિસ્થિતિમાં બિલ્ડિંગમાં ફસાયેલા કુલ 5 વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. જેમાં કિરણબેન મહેતા (42 વર્ષ), વિરાંગનાબેન પટેલ (15 વર્ષ), હાર્દિકભાઈ ત્રિવેદી (18 વર્ષ), ઘનશ્યામભાઈ રંગપરિયા (35 વર્ષ) અને પપ્પુભાઈ (24 વર્ષ) તેમને સુરક્ષિત રીતે સીડી મારફતે નીચે લાવવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વિશ્વભરમાં ખાદ્યપદાર્થો 3 વર્ષમાં સૌથી મોંઘા:અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે સપ્લાય ચેઇન તૂટવાની અસર, UNએ કહ્યું- હજુ ભાવ વધશે
    Next Article
    નવસારીમાં બોરિયાચ ટોલનાકે સ્થાનિક GJ-21 વાહનોને રાહત:ટોલ વસૂલવા સામે થયેલા ઉગ્ર વિરોધ બાદ તંત્રએ નમતું જોખ્યું, ટોલનાકા વિવાદમાં રાજકીય પક્ષોનું શ્રેય લેવાનું રાજકારણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment