Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેન્સરની બીમારી સામે જીદંગી હારી ગઈ:રાયસણથી ગુમ થયેલા આધેડે કેનાલમાં ઝંપલાવી મોત વ્હાલુ કર્યું, પિકચર જોવાનું કહી ઘરેથી નીકળ્યા હતા

    4 days ago

    ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં રહેતા અને ઓઢવ ખાતે ખાનગી નોકરી કરતા 55 વર્ષીય આધેડ ગુરુવાર રાતથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયા હતા. જેમની લાશ આજે સવારે અડાલજની ઝુંડાલ નર્મદા કેનાલમાંથી મળી આવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ મામલે અડાલજ પોલીસની પ્રાથમિક તપાસમાં આધેડે કેન્સરની બીમારીથી કંટાળીને મોત વ્હાલુ કર્યું હોવાનું સામે આવ્યું છે. મૂવી જોવાનું કઈને ઘરેથી નીકળ્યા હતા ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં રહેતા અને ઓઢવ ખાતે ખાનગી નોકરી કરતા 55 વર્ષીય આધેડ ગુરુવાર રાત્રિના સમયે ઘરેથી મુવી જોવા જવાનું કહીને નીકળ્યા પછી ઘરે પરત નહીં આવતા આ મામલે ઇન્ફોસિટી પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. ત્યારે આજે આધેડની લાશ ઝુંડાલ કેનાલમાંથી મળી આવતા અડાલજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. મોડી રાતે ફોન કરતા મોબાઈલ સ્વીચ ઓફ આવ્યો પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગરના રાયસણના સાર્થક હેવનમાં રહેતા ભરતભાઈ લક્ષ્મણભાઈ પટેલ ગુરુવાર રાત્રે આશરે સાડા નવ વાગ્યાના અરસામાં ઘરેથી તપોવન સર્કલ પાસે ફિલ્મ જોવા જઉં છું તેમ કહીને નીકળ્યા હતા. જેઓ મોડી રાત સુધી તેઓ ઘરે પરત ન ફરતા પરિવારે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ તેમનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવતો હતો. અડાલજ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સહિતની ટીમ કેનાલ દોડી ગઈ આ બાબતની જાણ તેમના ભાઈ બિપિનકુમાર પટેલને શુક્રવારે સવારે કરવામાં આવી હતી. બાદમાં પરિવારજનોએ ગુમ થયેલ ભરતભાઈની શોધખોળ આદરી હતી.જેમાં સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસતા તેઓ રાત્રે 9.30 કલાકે સોસાયટીની બહાર ચાલતા જતા નજરે પડ્યા હતા. જેમની સગા સંબંધીઓ અને પરિચિતોને ત્યાં તપાસ કરવા છતાં પણ કોઈ ભાળ મળી ન હતી. આખરે ઇન્ફોસિટી પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ દાખલ કરી તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે આજે સવારે ઝુંડાલ કેનાલમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ તરતો હોવાની વર્ધી મળતા અડાલજ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પંકજ પ્રજાપતિ સહિતની ટીમ કેનાલ દોડી ગઈ હતી. બાદમાં ફાયર બ્રિગેડની મદદથી લાશને બહાર કાઢવામાં આવી હતી. સુસાઇડ નોટમાં ગળાના કેન્સરથી કંટાળી જીવ ટૂંકાવ્યાનું જણાવ્યું આ અંગે હેડ કોન્સ્ટેબલ પંકજભાઈએ કહ્યું કે, અજાણી લાશ ભરતભાઈ લક્ષ્મણભાઈ પટેલની હોવાની ઓળખ થઈ છે. મૃતકના ખિસ્સામાંથી પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરેલ મોબાઇલ અને સુસાઇડ નોટ મળી આવી છે. જે ચિઠ્ઠીમાં ભરતભાઈએ લખ્યું છે કે, ગળાના કેન્સરની બીમારીથી કંટાળીને પોતે આ પગલું ભરી રહ્યા છે. અને નીચે પોતાના ભાઈ અને તેમના કારીગરનો મોબાઇલ નંબર લખેલો છે. જેના આધારે લાશ ભરતભાઈની હોવાની પુષ્ટિ થઈ હતી. મૃતકનો દીકરો અમેરિકામાં ગ્રીનકાર્ડ હોલ્ડર છે.જેઓ દાંતની સારવાર કરાવવા છેલ્લા એકાદ અઠવાડિયાથી ગાંધીનગર આવ્યા છે. ભરતભાઈ પોતે પણ અગાઉ પાંચેક વર્ષ અમેરિકા પણ રહ્યા હતા. ગળાના કેન્સરની બીમારીથી કંટાળીને તેમણે આપઘાત કરી લેતા અકસ્માતે મોત નો ગુનો નોંધવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં બોરિયાચ ટોલનાકે સ્થાનિક GJ-21 વાહનોને રાહત:ટોલ વસૂલવા સામે થયેલા ઉગ્ર વિરોધ બાદ તંત્રએ નમતું જોખ્યું, ટોલનાકા વિવાદમાં રાજકીય પક્ષોનું શ્રેય લેવાનું રાજકારણ
    Next Article
    હજારો લીટર પાણી રસ્તા પર વહ્યું:રાજકોટમાં લાખના બંગલાવાળા રોડ ઉપર ભરઉનાળે પાણીની લાઈનમાં ભંગાણથી વાહન ચાલકોને હાલાકી, તંત્ર સામે રોષની લાગણી જોવા મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment