Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોરીયાચ ટોલનાકા પર સ્થાનિકોની ટોલમુક્તિ રદ:GJ-21 વાહનો પાસેથી ટોલ વસૂલાય, 'નાં કર' સમિતિનો વિરોધ

    1 week ago

    નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા નવસારીના બોરીયાચ ટોલનાકા પર સ્થાનિક વાહનચાલકો માટે ટોલમુક્તિ રદ કરવામાં આવી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા 1લી મેથી કોઈપણ પૂર્વ સૂચના વગર GJ-21 પાસિંગ ધરાવતા વાહનો પાસેથી ટોલ વસૂલવાનું શરૂ કરાયું છે. આ નિર્ણયથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અન્યાયી નિર્ણયના વિરોધમાં નવસારીની 'નાં કર' સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સમિતિએ માંગ કરી છે કે સ્થાનિક વાહનચાલકોને અગાઉની જેમ જ ટોલમુક્તિ ફરીથી આપવામાં આવે. રજૂઆતમાં જણાવાયું હતું કે, સ્થાનિક લોકો પર આ વધારાનો આર્થિક બોજ લાદવો તે તદ્દન અયોગ્ય છે. 'નાં કર' સમિતિના અંદાજ મુજબ, આ ટોલનાકા પરથી દરરોજ અંદાજે 7,000 જેટલા સ્થાનિક વાહનો પસાર થાય છે. જેમાં ખેતીકામ માટે અવરજવર કરતા ખેડૂતો, રોજગાર માટે હાઈવેનો ઉપયોગ કરતા મધ્યમ વર્ગના વેપારીઓ અને અપ-ડાઉન કરતા નોકરિયાત વર્ગનો સમાવેશ થાય છે. રોજબરોજની મુસાફરી કરતા આ વર્ગ માટે દરરોજ ટોલ ચૂકવવો આર્થિક રીતે મુશ્કેલ બનશે. સ્થાનિક સંગઠનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં સ્થાનિક વાહનો માટે ટોલ લેવાનું બંધ કરવામાં નહીં આવે, તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અગાઉ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પણ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને પત્ર લખીને આ મુદ્દે રજૂઆત કરી હતી. તેમ છતાં, તંત્ર દ્વારા સકારાત્મક નિર્ણય લેવાને બદલે અચાનક ટોલ ઉઘરાવવાનું શરૂ કરી દેતા લોકોમાં વહીવટી તંત્ર પ્રત્યે નારાજગી વધી છે.
    Click here to Read More
    Previous Article
    'રાજા શિવાજી' માટે અભિષેક-સલમાને એકપણ રૂપિયો નથી લીધો:રિતેશ દેશમુખને 10 વર્ષના તપનું ફળ મળ્યું; છત્રપતિ સંભાજી રાજેના પરિવારની પ્રતિક્રિયા જણાવી
    Next Article
    વાપી GIDCમાં ભીષણ આગ:થર્ડ ફેસની કંપનીમાં ભભૂકેલી જ્વાળાઓથી દોડધામ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા દેખાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment