Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર GIDCમાં લિફ્ટ પડતા શ્રમિકનું મોત:પ્રમુખ ઇન્ડસ્ટ્રીઝમાં દુર્ઘટના, CCTV ફૂટેજ સામે આવ્યા

    23 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર GIDC વિસ્તારમાંથી એક અત્યંત આઘાતજનક અને કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. અહીં આવેલી પ્રમુખ ઇન્ડસ્ટ્રીઝમાં ગઈકાલે મોડી સાંજે કામ દરમિયાન અચાનક લિફ્ટ તૂટી પડી હતી. જેથી માત્ર 3 સેકન્ડમાં જ એક શ્રમિક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ સમગ્ર દુર્ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. લિફ્ટ સીધી માથા પર પડતાં ઘટનાસ્થળે જ તોડ્યો દમ પ્રાપ્ત વિગતો અનુસાર, ફેક્ટરીમાં રોજબરોજની જેમ કામકાજ ચાલી રહ્યું હતું, ત્યારે શ્રમિક દેવરાજસિંહ પરમાર પોતાનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક કોઈ કારણોસર લિફ્ટ ધડાકાભેર નીચે તૂટી પડી હતી. કમનસીબે શ્રમિક દેવરાજસિંહ લિફ્ટની બરાબર નીચે આવી ગયા હતા અને લિફ્ટ સીધી તેમના માથાના ભાગે અથડાતાં તેમને ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચી હતી. ઇજાઓ એટલી ગંભીર હતી કે દેવરાજસિંહે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. સાથી શ્રમિકોમાં દોડધામ, પોલીસ તપાસ શરૂ અચાનક બનેલી આ ઘટનાના પગલે કારખાનામાં કામ કરતા અન્ય શ્રમિકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને તાત્કાલિક યુવકને બચાવવા માટે દોડી આવ્યાં હતા, જોકે, યુવકને બચાવી શક્યા ન હતા. આ સમગ્ર મામલે હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોત (AD) નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમજ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણા કોંગ્રેસમાં મોટો બળવો:પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ મહેસાણા જિલ્લા કોંગ્રેસના 33 હોદ્દેદારો-કાર્યકરો 6 વર્ષ માટે સસ્પેન્ડ
    Next Article
    ગાંધીનગરમાં આરોગ્ય તંત્રનું મેગા ઓપરેશન:ગેરકાયદેસર લિંગ પરીક્ષણ મામલે 6 હોસ્પિટલોમાં ડિકોય રેડ, સોનોગ્રાફી મશીનો સીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment