Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી પહેલા ગુજરાતના ઉદ્યોગોમાં વીજ સંકટ ઘેરું બન્યું:નવસારી GIDC સહિત ઉદ્યોગોમાં સાંજે 4થી રાત્રે 12 સુધી પાવર કટ રહેશે

    13 hours ago

    રાજ્યમાં તહેવારોની મોસમ વચ્ચે વીજ સંકટ ઘેરું બનતાં ઉદ્યોગોની હાલત કફોડી બની છે. તહેવારો ટાણે જ વીજ કાપ ઝીંકાતાં ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ અને સતત પ્રોડક્શન સાથે જોડાયેલા એકમોનું આયોજન ખોરવાઈ ગયું છે. નવસારી GIDCમાં આવેલા 250થી વધુ નાના-મોટા ઉદ્યોગો હાલ ભારે વિમાસણમાં મુકાયા છે. દિવાળી નજીક હોવાથી એકતરફ ઓર્ડર પૂરા કરવાનું દબાણ છે અને બીજી તરફ સાંજે 4થી રાત્રે 12 વાગ્યા સુધીના વીજ કાપના આદેશથી ઉત્પાદન ઠપ થવાની ભીતિ સેવાઈ રહી છે. દિવાળી ટાણે જ પાવર કટથી પ્રોડક્શનને માઠી અસર સામાન્ય રીતે દિવાળી અને દશેરાના દિવસોમાં ફેક્ટરીઓમાં રાત-દિવસ કામગીરી ચાલતી હોય છે, પરંતુ આ વર્ષે કાચા માલની અછત, કારીગરોની ખેંચ અને વાયુ પ્રદૂષણ કે ગૅસની સમસ્યાઓ બાદ હવે વીજ કાપ એક નવો પડકાર બનીને સામે આવ્યો છે. ઉદ્યોગ જગત સાથે છેલ્લા 45 વર્ષથી જોડાયેલા અગ્રણી ઇન્દ્ર કાંજવાણી જણાવે છે કે, “છેલ્લા 20 વર્ષથી અમે વીજ કાપની સમસ્યા ભૂલી ગયા હતા. પરંતુ દિવાળી અને દશેરા જેવા મુખ્ય તહેવારો સામે જ ફરી આ સમસ્યા ઊભી થતાં વેપારીઓમાં ભારે ચિંતા છે. અત્યારે કાચો માલ અને મજૂરો પણ પૂરતા નથી મળતા, એવામાં પાવર કટના લીધે ધંધો ચલાવવો મુશ્કેલ બન્યો છે. અમારી સરકારને વિનંતી છે કે આ વીજ કાપનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે અથવા તો તેને દિવાળી પછી અમલમાં મૂકવામાં આવે.” સ્ટેગરિંગ હોલિડે (રજાના દિવસે) સાંજે 4 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી વીજ કાપ રહેશે, જેથી 24 કલાક ચાલતી ફેક્ટરીઓએ અગાઉથી રી-પ્લાનિંગ કરવું પડશે. સાંજે 4થી રાત્રે 12સુધી વીજ કાપ નવસારી GIDC ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સેક્રેટરી બિપિન જામેરિયાના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઊર્જા ક્ષેત્રે ઊભા થયેલા પરિબળોને કારણે આ વીજ સંકટ સર્જાયું છે. તેમણે ઉમેર્યું કે, "અમે તમામ ઉદ્યોગકારોને અગાઉથી જાણ કરી દીધી છે કે સ્ટેગરિંગ હોલિડેના રોજ સાંજે 4 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી વીજ કાપ રહેશે. અમે વેપારીઓને વહેલી સવારે અથવા નાઈટ શિફ્ટમાં કામ કરીને પ્રોડક્શન પૂરું કરવાની સલાહ આપી છે. સાથે જ વીજ કંપનીના અધિકારીઓને પણ વિનંતી કરી છે કે બાકીના સમયમાં વીજ પુરવઠો સાતત્યપૂર્ણ જળવાઈ રહે જેથી ઉત્પાદન અટકે નહીં." ખેડૂતો, નવરાત્રિ અને ઉદ્યોગો વચ્ચે બેલેન્સ જાળવવાનો પડકાર રાજ્ય સરકાર સમક્ષ હાલ ખેડૂતોને સિંચાઈ માટે વીજળી પૂરી પાડવી, તહેવારોમાં ઉજવણી સુનિશ્ચિત કરવી અને ઉદ્યોગોનું ચક્ર ચાલુ રાખવું—આ ત્રણેય વચ્ચે બેલેન્સ જાળવવાનો મોટો પડકાર છે. ગાંધીનગર લેવલે રજૂઆત: 15 ઓક્ટોબરે ઉદ્યોગકારોએ ગાંધીનગર ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે ઓનલાઈન બેઠક યોજીને પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી. ઉદ્યોગકારોનો સહકાર: સંકટની આ સ્થિતિ કાયમી નથી તે સમજીને ઉદ્યોગકારો પણ જવાબદાર નાગરિક તરીકે વીજળી બચાવવા અને સરકારને સહયોગ આપવા તૈયાર થયા છે. હાલ તો ઉદ્યોગકારો એ જ આશા રાખી રહ્યા છે કે સરકાર વહેલામાં વહેલી તકે કોઈ વ્યવહારુ ઉકેલ લાવશે, જેથી દિવાળીના સમયે કામદારોની રોજીરોટી અને વેપારીઓના ઓર્ડર બંને સુરક્ષિત રહી શકે.
    Click here to Read More
    Previous Article
    આદિવાસી વિસ્તારોમાં અન્યાય સામે 'આપ'ની ન્યાય યાત્રા:ઉમરગામથી અંબાજી સુધી પદયાત્રા, 14 જિલ્લા અને 32બેઠકો કવર થશે
    Next Article
    આંગણવાડીઓની જર્જરિત હાલત મુદ્દે વિરોધના આક્ષેપો ​:આંગણવાડીઓમાં સુવિધાઓનો અભાવ, એક્સપાયરી અનાજના આક્ષેપ, શાસક પક્ષે કહ્યું 15 આંગણવાડીઓ બનાવવાની કવાયત હાથ ધરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment