Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આદિવાસી વિસ્તારોમાં અન્યાય સામે 'આપ'ની ન્યાય યાત્રા:ઉમરગામથી અંબાજી સુધી પદયાત્રા, 14 જિલ્લા અને 32બેઠકો કવર થશે

    12 hours ago

    આમ આદમી પાર્ટી (AAP) વલસાડ જિલ્લા દ્વારા આદિવાસી વિસ્તારોમાં અન્યાય સામે 'ન્યાય યાત્રા' કાઢવામાં આવશે. ભાજપ સરકારની દમનકારી નીતિઓ સામે આ યાત્રા યોજાશે. AAPના સંગઠન મંત્રી કમલેશ પટેલે આ અંગે વિગતો આપી હતી. આ યાત્રા ૨૪ ઓક્ટોબરથી ૩ નવેમ્બર સુધી ઉમરગામથી અંબાજી સુધી પદયાત્રા રૂપે યોજાશે. તે ૧૪ જિલ્લાઓ અને ૩૨ વિધાનસભા બેઠકોને આવરી લેશે. યાત્રાનો મુખ્ય મુદ્દો જમીન અને જંગલના હકો માટે લડતા ચૈતર વસાવા અને તેમના પરિવારને જેલમાં પૂરવાનો વિરોધ છે. વિસ્થાપન, ડેમો, રોડ-રસ્તા, વીજળી અને દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં સરકારની ઉદાસીનતા સામે પણ લોકજાગૃતિ લાવવામાં આવશે. યાત્રા ઉમરગામથી કપરાડા, ધરમપુર, વાંસદા, ગણદેવી અને વ્યારા થઈને જશે. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા સહિતના અગ્રણી નેતાઓ પણ આ યાત્રામાં જોડાશે.
    Click here to Read More
    Previous Article
    ઝેરોધાએ અમેરિકન શેરોમાં ટ્રેડિંગની સુવિધા શરૂ કરી:પસંદગીના ગ્રાહકોને ઍક્સેસ મળ્યો; આખો શેર ખરીદવાની જરૂર નથી, ટુકડાઓમાં પણ ખરીદી શકાશે
    Next Article
    દિવાળી પહેલા ગુજરાતના ઉદ્યોગોમાં વીજ સંકટ ઘેરું બન્યું:નવસારી GIDC સહિત ઉદ્યોગોમાં સાંજે 4થી રાત્રે 12 સુધી પાવર કટ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment