Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GIDC-2માં પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ:કલાક બાદ કાબૂમાં આવી, ઉદ્યોગકારોની સુરક્ષા માટે અલાયદા ફાયર સ્ટેશનની માગ તેજ થઈ

    13 hours ago

    ​જૂનાગઢ શહેરના GIDC-2 વિસ્તારમાં આજે વહેલી સવારે એક પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગવાની ઘટના બનતા સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઇલ્યાઝભાઈના માલિકીના પ્લાસ્ટિકના કારખાનામાં અચાનક લાગેલી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સદનસીબે, ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચી કામગીરી શરૂ કરતા એક મોટી હોનારત ટળી ગઈ હતી. પ્રાથમિક અનુમાન મુજબ, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે. ​એક કલાકની ભારે જહેમત બાદ કાબૂમાં આવી ઘટનાની જાણ થતા જ જૂનાગઢ કોર્પોરેશનના ડિવિઝનલ ફાયર ઓફિસર જીગર ગઢવીના માર્ગદર્શન હેઠળ 10થી 15 ફાયર જવાનોનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવા માટે 3 જેટલા ફાયર ટેન્ડરો દ્વારા અંદાજે 52,000 લિટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. અંદાજે એક કલાકની ભારે જહેમત બાદ ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ કારખાનામાં રહેલો પ્લાસ્ટિકનો જથ્થો અને મશીનરી બળીને ખાખ થઈ ગયા હોવાની આશંકા છે. અત્યારે ફાયર ટીમ દ્વારા કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. થોડું મોડું થયું હોત તો આજુુના કારખાનાઓ પણ લપેટમાં આવી ગયા હોત: રહીમ બદરૂદ્દીનભાઈ આ ઘટનાના સાક્ષી અને પાડોશી કારખાના ‘ગુરુ ઓટો પ્રાઈવેટ લિમિટેડ’ના માલિક રહીમ બદરૂદ્દીનભાઈ બરડાઈએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, આગ એટલી ભયાનક હતી કે જો થોડું પણ મોડું થયું હોત તો આજુબાજુના અન્ય કારખાનાઓ પણ તેની લપેટમાં આવી ગયા હોત. એક ઉદ્યોગકાર વર્ષોની મહેનત અને બેંક લોન લઈને પોતાનું એકમ ઊભું કરે છે, પરંતુ આગ જેવી એક ઘટના તેને આર્થિક રીતે પાયમાલ કરી દે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે કારખાનાઓમાં રાત્રિના સમયે શ્રમિકો સૂતા હોય છે, જો આગ વધુ પ્રસરે તો માલ-સામાનની સાથે નિર્દોષ લોકોના જીવ જવાની પણ પૂરેપૂરી શક્યતા રહેલી છે. ​સ્થાનિક સ્તરે ફાયર સ્ટેશન ઊભુ કરવા માગ આ ઘટનાને પગલે GIDCના ઉદ્યોગકારોમાં વહીવટી તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઉદ્યોગકારોની માગ છે કે, GIDC વિસ્તારમાં અવારનવાર આગની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે અહીં સ્થાનિક સ્તરે જ એક ફાયર સ્ટેશન હોવું અત્યંત અનિવાર્ય છે. હાલમાં ફાયર બ્રિગેડને છેક ગિનાર દરવાજા પાસેથી ટ્રાફિક વચ્ચે આવવું પડે છે, જેમાં કિંમતી સમયનો વેડફાટ થાય છે. જો GIDCમાં જ અલાયદું ફાયર સ્ટેશન હોય તો આગની ઘટનામાં ત્વરિત પ્રતિસાદ આપી મોટા નુકસાનને રોકી શકાય છે. ​ડિવિઝનલ ફાયર ઓફિસર જીગર ગઢવીએ જણાવ્યું હતું કે, સવારે 6 વાગ્યાની આસપાસ કોલ મળતા જ ટીમ રવાના થઈ ગઈ હતી અને સફળતાપૂર્વક આગને કાબૂમાં લીધી છે. જોકે, ઔદ્યોગિક વિસ્તાર હોવાથી અહીં ફાયર સેફ્ટીના સાધનો અને કાયમી ફાયર સ્ટેશનની માગ ફરી એકવાર પ્રબળ બની છે. ઉદ્યોગકારોએ સરકાર અને GIDC પ્રશાસનને વિનંતી કરી છે કે તેઓ પૂરેપૂરો ટેક્સ ભરે છે, ત્યારે તેમની અને શ્રમિકોની સુરક્ષા માટે આ સુવિધા વહેલી તકે પૂરી પાડવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયની 132મી પૂણ્યતિથિ:એચ.એ.કોલેજ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
    Next Article
    SETJAનું 6ઠ્ઠું વાર્ષિક મહાસંમેલન સુરતમાં યોજાશે:સમગ્ર ગુજરાતના Embro અને Jari વેપારીઓ એક મંચ પર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment