Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SETJAનું 6ઠ્ઠું વાર્ષિક મહાસંમેલન સુરતમાં યોજાશે:સમગ્ર ગુજરાતના Embro અને Jari વેપારીઓ એક મંચ પર

    10 hours ago

    સુરત: સિક્યોર એમ્બ્રો થ્રેડ એન્ડ જરી એસોસિએશન (SETJA) દ્વારા 19 એપ્રિલ, 2026ના રોજ સુરતના રામાયણ ફાર્મ ખાતે છઠ્ઠું વાર્ષિક મહાસંમેલન યોજાશે. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી હજારો એમ્બ્રો અને જરી વેપારીઓ એક મંચ પર એકત્રિત થશે. કાર્યક્રમ બપોરે 3:00 વાગ્યાથી શરૂ થશે. SETJA એ સુરતના એમ્બ્રો થ્રેડ અને જરી ઉદ્યોગનું અગ્રણી સંગઠન છે. આ એસોસિએશનમાં થ્રેડ અને જરી ઉદ્યોગ સાથે સંબંધિત તમામ પ્રકારના રો મટિરિયલ સાથે જોડાયેલા વેપારીઓ અને સભ્યો જોડાયેલા છે, જે ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. આ મહાસંમેલન દરમિયાન એક ખાસ બિઝનેસ ગેટ-ટુગેધરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 35થી વધુ પ્રતિષ્ઠિત કંપનીઓ તેમના ઉત્પાદનોનું પ્રદર્શન કરશે. આનાથી વેપારીઓને નવા ઉત્પાદનો અને બજારના વલણો વિશે જાણવાની ઉત્તમ તક મળશે. કાર્યક્રમને વધુ આકર્ષક બનાવવા માટે મ્યુઝિકલ નાઇટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન ઉદ્યોગમાં એકતા, વિકાસ અને સફળતાનું પ્રતિબિંબ બનશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મીટવા જરી એન્ડ કોર્ડિંગ દોરી (ટાઈટલ સ્પોન્સર), AIM ફિલામેન્ટ્સ, શ્રદ્ધા થ્રેડ (પાવર્ડ બાય) અને ચામુંડા એન્જિનિયરિંગ, ડ્રોપિટ (કો-પાવર્ડ બાય) જેવા સ્પોન્સર્સનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે. SETJA દ્વારા સમગ્ર ગુજરાતના એમ્બ્રો અને જરી ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓને આ કાર્યક્રમમાં હાજર રહેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    GIDC-2માં પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ:કલાક બાદ કાબૂમાં આવી, ઉદ્યોગકારોની સુરક્ષા માટે અલાયદા ફાયર સ્ટેશનની માગ તેજ થઈ
    Next Article
    DU’s Indraprastha Women’s College launches certificate course on menstrual health

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment