Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રણોલી GIDCની કંપનીમાં ચોરી:1 લાખના એલ્યુમિનિયમ ફોઈલના રોલની ચોરી, બિઝનેસમેને જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

    13 hours ago

    વડોદરા શહેરના રણોલી GIDC વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીને નિશાન બનાવી તસ્કરો અંદાજે 200 કિલોગ્રામ એલ્યુમિનિયમ ફોઈલના રોલ ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે 78 વર્ષીય બિઝનેસમેને જવાહરનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બીજા દિવસે કંપનીના ગેટ પાસે આવેલા પતરાના ખુલ્લા શેડમાં રાખેલો સામાન ગાયબ ન્યૂ સમા રોડ પર ચાણક્યપુરીમાં રહેતા બિઝનેસમેન જયંતિલાલ છગનલાલ શાહ (ઉ.વ. 78) રણોલી GIDCમાં 'પારસ એન્ટરપ્રાઇઝ' નામની કંપની ધરાવે છે. તેમની કંપનીમાં એલ્યુમિનિયમ ફોઈલ પર લેમિનેશન અને પ્રિન્ટિંગ કરી ફાર્મા કંપનીઓને સપ્લાય કરવામાં આવે છે. ગત તારીખ 18 માર્ચના રોજ સાંજે 6 વાગ્યે જયંતિલાલ ઓફિસ બંધ કરીને ઘરે ગયા હતા. બીજા દિવસે એટલે કે 19 માર્ચના રોજ સવારે જ્યારે તેઓ કંપની પર પહોંચ્યા, ત્યારે મેનેજર અનિલ પરમારે જાણ કરી હતી કે કંપનીના ગેટ પાસે આવેલા પતરાના ખુલ્લા શેડમાં રાખેલો સામાન ગાયબ છે. મુદ્દામાલ ન મળી આવતા બિઝનેસમેને પોલીસ ફરિયાદ કરી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, અલગ-અલગ સાઈઝના 20થી 21 નંગ એલ્યુમિનિયમ ફોઈલના રોલની ચોરી થઈ છે. ચોરી થયેલા મુદ્દામાલનું વજન અંદાજે 200 કિલોગ્રામ હતો. જેની બજાર કિંમત 1 લાખ રૂપિયા છે. આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં મુદ્દામાલ ન મળી આવતા જયંતિલાલ શાહે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સિવિલ હોસ્પિટલમાં જલસો અને ધમાલ, VIDEO:વાલીઓ માટે રાહતના સમાચાર, પાટીદાર સંમેલનમાં રૂપાલાની ટકોર; 6 વર્ષની દીકરી પર સાવકા પિતાએ દાનત બગાડી
    Next Article
    મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ:શહેરમાં 63 યુનિટ રક્ત સંગ્રહ, અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના માર્ગદર્શન હેઠળ આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment