Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GERC વીજ લોકપાલનો મહત્વપૂર્ણ ચૂકાદો:'સ્માર્ટ મીટર બદલવા ગ્રાહકની પૂર્વ સંમતિ જરૂરી નથી, જૂનું મીટર ફરી લગાવવાની માંગ કાયદેસર નહીં'

    10 hours ago

    ગુજરાત વિદ્યુત નિયામક આયોગના વીજ લોકપાલે સ્માર્ટ મીટરને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ચૂકાદામાં લોકપાલે સ્પષ્ટ કર્યું છે કે, વીજ વિતરણ કંપનીઓ લાગુ કાયદા અને નિયમો અનુસાર ગ્રાહકોના પરંપરાગત મીટરની જગ્યાએ સ્માર્ટ મીટર સ્થાપિત કરી શકે છે અને તેના માટે ગ્રાહકની પૂર્વ સંમતિ લેવી ફરજિયાત નથી. માત્ર સ્માર્ટ મીટરનો વિરોધ કરીને જૂનું મીટર ફરીથી લગાવવાની માંગ પણ કાયદેસર ગણાશે નહીં. ગુજરાત વિદ્યુત નિયામક આયોગ (GERC)ના વીજ લોકપાલે મહેન્દ્રકુમાર ડી. પટેલ વિરુદ્ધ MGVCL લાલબાગ ડિવિઝન, વડોદરાના કેસમાં મહત્વપૂર્ણ નિર્ણય આપતાં જણાવ્યું છે કે, વીજ વિતરણ કંપનીઓને લાગુ કાયદા અને નિયમો મુજબ સ્માર્ટ મીટર સ્થાપિત કરવાનો અધિકાર છે. આવા મીટર બદલવા માટે ગ્રાહકની પૂર્વ સંમતિ આવશ્યક નથી. અરજદારે દાવો કર્યો હતો કે તેની મંજૂરી વિના સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું હતું, જેના કારણે તેની બેંકની ઓટો-ડેબિટ સુવિધા પ્રભાવિત થઈ હતી અને ત્યારબાદ વીજ પુરવઠો પણ બંધ કરવામાં આવ્યો હતો. જોકે MGVCLએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે સ્માર્ટ મીટરનું સ્થાપન Electricity Act, 2003, CEA Metering Regulations, Electricity (Rights of Consumers) Rules તેમજ GERC Supply Code મુજબ કરવામાં આવ્યું છે. ઉપરાંત, ઓટો-ડેબિટ સુવિધાને મીટરના પ્રકાર સાથે કોઈ સંબંધ નથી. વીજ લોકપાલે પોતાના આદેશમાં નોંધ્યું છે કે સ્માર્ટ મીટર સ્થાપન કાયદેસર પ્રક્રિયા મુજબ કરવામાં આવ્યું છે અને ગ્રાહક સ્માર્ટ મીટરમાં કોઈ ટેક્નિકલ ખામી અથવા બિલિંગમાં ગડબડ હોવાના પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યો છે, જેથી લોકપાલે ગ્રાહકની અપીલ ફગાવી દીધી છે અને ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમનો નિર્ણય યથાવત્ રાખ્યો છે. આ સાથે જ લોકપાલે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ગ્રાહકને સ્માર્ટ મીટરની ચોકસાઈ અંગે શંકા હોય તો તે GERC સપ્લાય કોડ મુજબ થર્ડ-પાર્ટી ટેસ્ટિંગ કરાવી શકે છે. જોકે માત્ર સ્માર્ટ મીટરનો વિરોધ કરવાના આધારે જૂનું મીટર ફરીથી લગાવવાની માંગ સ્વીકાર્ય ગણાશે નહીં.
    Click here to Read More
    Previous Article
    21 ગૌમાતા વેદના પગયાત્રા દ્વારકા પહોંચી:ગૌરક્ષા અને માનવતા જાગૃતિનો સંદેશ અપાયો
    Next Article
    બેકરી અને લેબોરેટરીને નિશાન બનાવતી ટોળકીનો પર્દાફાશ:સુરત ક્રાઈમ બ્રાંચે કતારગામથી રીઢા તસ્કરને દબોચ્યો, સુરત, આણંદ, ભાવનગર અને ભરૂચના ઘરફોડ ચોરી અને મર્ડરના ગુનાઓ ઉકેલાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment