Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેકરી અને લેબોરેટરીને નિશાન બનાવતી ટોળકીનો પર્દાફાશ:સુરત ક્રાઈમ બ્રાંચે કતારગામથી રીઢા તસ્કરને દબોચ્યો, સુરત, આણંદ, ભાવનગર અને ભરૂચના ઘરફોડ ચોરી અને મર્ડરના ગુનાઓ ઉકેલાયા

    9 hours ago

    સુરત શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ અને ઘરફોડ ચોરીની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા તેમજ અનિવાર્ય ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી સઘન ઝુંબેશ અંતર્ગત સુરત શહેર ક્રાઈમ બ્રાંચની ઘરફોડ સ્કોડને એક મોટી સફળતા હાથ લાગી છે. ક્રાઈમ બ્રાંચની ટીમે મોટા વરાછા વિસ્તારમાં આવેલી વિશ્વા બેકરીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢીને એક રીઢા ગુનેગારને ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીની પૂછપરછમાં સુરત, ભાવનગર, આણંદ અને ભરૂચ સહિતના વિસ્તારોમાં આચરેલા અનેક ગુનાઓનો પર્દાફાશ થયો છે. કતારગામના પ્રભુ નગર, વેડ રોડ ખાતે દરોડો મળતી માહિતી મુજબ, સુરત ક્રાઈમ બ્રાંચની ઘરફોડ સ્કોડની ટીમ પ્રોફેશનલ વર્કઆઉટ અને પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ટીમના માણસોને એક ચોક્કસ અને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે મોટા વરાછાની બેકરીમાં ચોરી કરનાર શખ્સ કતારગામ વિસ્તારમાં સંતાયેલો છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને કતારગામના પ્રભુ નગર, વેડ રોડ ખાતે આવેલા સાઈ વિરજા એપાર્ટમેન્ટમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી મૂળ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામના વતની અને હાલ કતારગામ ખાતે જ રહેતા 19 વર્ષીય બેરોજગાર યુવક તુષાર દિનેશભાઇ આહણીયાને ઝડપી લેવામાં આવ્યો હતો. ટોળકી બેકરી અને લેબોરેટરીને નિશાન બનાવતી ઝડપાયેલા આરોપી તુષાર આહણીયાની પોલીસે જ્યારે કાયદાના દાયરામાં રહીને યુક્તિ-પ્રયુક્તિ પૂર્વક સઘન પૂછપરછ હાથ ધરી, ત્યારે તેણે પોતાના ગુનાહિત કારનામાઓની કબૂલાત કરી હતી. આરોપીએ સ્વીકાર્યું હતું કે, તેણે છેલ્લા દોઢેક માસ દરમિયાન તેના અન્ય સાગરીતો પ્રવિણ નાગર અને ભગીરથ મકવાણા સાથે મળીને કાપોદ્રા વિસ્તારમાં આવેલી એક મેડિકલ ક્લીનિક તેમજ એક પેથોલોજી લેબોરેટરીને નિશાન બનાવી ત્યાં પણ ચોરીઓ આચરી હતી. ક્રાઈમ બ્રાંચે કતારગામથી રીઢા તસ્કરને દબોચ્યો આ ઉપરાંત, તેણે કબૂલાત કરી હતી કે થોડા સમય પહેલાં તે પોતાના સાગરીતો પ્રવિણ નાગર અને હિરેન ગોહીલ સાથે આણંદ શહેરમાં પણ ઘરફોડ ચોરી કરવા માટે ગયો હતો. જો કે, ત્યાં ચોરી કરતી વખતે સ્થાનિક રહીશો જાગી જતાં અને જોઈ જતાં તુષાર ઘટનાસ્થળે જ પકડાઈ ગયો હતો, જ્યારે તેના બંને સાગરીતો ત્યાંથી નાસી છૂટ્યા હતા. ત્યારબાદ કાપોદ્રા પોલીસે જ્યારે તેના સાગરીત પ્રવિણ નાગરની ધરપકડ કરી હતી, ત્યારે આ ટોળકીએ મોટા વરાછાની વિશ્વા બેકરીમાં કરેલી ચોરીની હકીકત પોલીસથી છુપાવી રાખી હતી. જો કે ક્રાઈમ બ્રાંચની આકરી પૂછપરછ સામે તે વધુ સમય ટકી શક્યો નહોતો અને તેણે વિશ્વા બેકરીમાં ચોરી કરી હોવાની વાત કબૂલી લીધી હતી. હાલ તેનો સાગરીત પ્રવિણ નાગર આણંદ જેલમાં બંધ હોવાનું પણ સામે આવ્યું છે. આ ગુના સંદર્ભે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં BNS ની કલમ હેઠળ ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે. સુરત, આણંદ, ભાવનગર અને ભરૂચના ઘરફોડ ચોરી અને મર્ડરના ગુનાઓ ઉકેલાયા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી તુષાર આહણીયા ખૂબ જ નાની ઉંમરે ગુનાખોરીના રસ્તે ચડી ગયો છે અને તેનો ગુનાહિત ઇતિહાસ ચોંકાવનારો છે. જેમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2026 માં BNS હેઠળ ઘરફોડ ચોરીના બે અલગ-અલગ ગુનાઓ, ચોકબજાર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024માં નોંધાયેલો મર્ડરનો ગંભીર ગુનો, ભાવનગરના ઉમરાળા પોલીસ સ્ટેશનમાં મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગુનો, કતારગામ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025 માં જી.પી. એક્ટ કલમ 135 મુજબ હથિયારબંધીના જાહેરનામા ભંગનો ગુનો, આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2026 માં BNS હેઠળ ચોરીનો ગુનો આ ઉપરાંત ભરૂચ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ તે જુવેનાઈલ (બાળ ગુનેગાર) તરીકે ઘરફોડ ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. હાલમાં સુરત ક્રાઈમ બ્રાંચે આ રીઢા ગુનેગારની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી અને તેના અન્ય નાસતા ફરતા સાગરીતોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    GERC વીજ લોકપાલનો મહત્વપૂર્ણ ચૂકાદો:'સ્માર્ટ મીટર બદલવા ગ્રાહકની પૂર્વ સંમતિ જરૂરી નથી, જૂનું મીટર ફરી લગાવવાની માંગ કાયદેસર નહીં'
    Next Article
    Ram Mandir चंदा चोरी पर महंतों का क्या कहना है? Ayodhya | Champat Roy

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment