Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુડાસણમાં જગદીશ વિશ્વકર્માનો યુવા સંવાદ:કહ્યું-યુવાન અન્ય લોકોને રોજગારી આપનારો બન્યો, Gen Z માટે 'મન કી બાત'ના 137મા એપિસોડનું પ્રસારણ

    6 hours ago

    ગાંધીનગરના કુડાસણ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકપ્રિય 'મન કી બાત' કાર્યક્રમના 137મા એપિસોડનું ખાસ પ્રસારણ યોજાયું હતું. આ કાર્યક્રમમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવાનો સાથે બેસીને પ્રસારણ નિહાળ્યું હતું અને ત્યારબાદ તેમની સાથે દેશના વિકાસ તેમજ યુવા શક્તિના યોગદાન અંગે આત્મીય સંવાદ સાધ્યો હતો. દેશનો યુવાન અન્ય લોકોને રોજગારી આપનારો બન્યો આ સંવાદ દરમિયાન પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુવા ફ્રેન્ડલી અભિગમ અને દેશહિતની વિવિધ યોજનાઓના કારણે ભારતમાં એક નવી અને મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ આકાર પામી છે. આજે દેશનો યુવાન માત્ર નોકરી શોધનારો નથી રહ્યો.પરંતુ ઇનોવેશન આધારિત સફળ સ્ટાર્ટઅપ ઊભા કરીને અન્ય લોકોને રોજગારી આપનારો બન્યો છે. ભારતની યુવા શક્તિમાં રહેલું અપાર કૌશલ્ય જ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાનો મુખ્ય પાયો છે. ભારતમાં નાનકડી પિનથી લઈને વિમાન સુધીનું ઉત્પાદન કેન્દ્ર સરકારની નીતિઓની સકારાત્મક અસરોનો ઉલ્લેખ કરતાં તેમણે ઉમેર્યું હતું કે, એક સમયે ભારત ડિફેન્સ ક્ષેત્રે આયાત પર નિર્ભર હતું અને દેશમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગ નહિવત હતું. પરંતુ આજે સ્થિતિ બદલાઈ છે; ભારત ડિફેન્સ ક્ષેત્રે કરોડો રૂપિયાના સાધનોની નિકાસ કરી રહ્યું છે અને મોબાઈલ ઉત્પાદનમાં વિશ્વમાં અગ્રણી સ્થાન ધરાવે છે. વર્તમાન ભારતમાં નાનકડી પિનથી લઈને વિમાન સુધીનું ઉત્પાદન મેક ઇન ઇન્ડિયા' હેઠળ થઈ રહ્યું છે. દર મહિને આ કાર્યક્રમ સાંભળવાનો સંકલ્પ લેવાડ્યો ગુજરાતના વિકાસ મોડેલને યાદ કરતા તેમણે કહ્યું કે, 2001ના ભયાનક ભૂકંપ બાદ નરેન્દ્ર મોદીના દુરંદેશી નેતૃત્વમાં કચ્છ સહિત સમગ્ર ગુજરાત ફરી બેઠું થયું અને આજે દેશ માટે એક રોલ મોડેલ સ્ટેટ બન્યું છે. આ પ્રસંગે ગાંધીનગર શહેર ભાજપા અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવે સહિત પક્ષના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા. ઉપસ્થિત યુવાનોએ મન કી બાતને પ્રેરણાદાયી ગણાવીને દર મહિને આ કાર્યક્રમ સાંભળવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    PM મોદીને ઉઝબેકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન:ભારત-ઉઝબેકિસ્તાન વચ્ચે યુરેનિયમ સપ્લાય પર વાતચીત, મોદીએ કહ્યું- રણનીતિ સાથે આગળ વધીશું, રાષ્ટ્રપતિ શાવકતે કહ્યું- તમે અમારા ખાસ મિત્ર
    Next Article
    સુરતમાં ફરી તાપી નદીમાં મગર દેખાતાં વન વિભાગ એલર્ટ:ટીમ સ્પેશિયલ રેસ્ક્યુ કિટ સાથે તૈનાત, ગયા મહિને માછીમારની જાળમાં એક ફસાયો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment