Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ફરી તાપી નદીમાં મગર દેખાતાં વન વિભાગ એલર્ટ:ટીમ સ્પેશિયલ રેસ્ક્યુ કિટ સાથે તૈનાત, ગયા મહિને માછીમારની જાળમાં એક ફસાયો હતો

    6 hours ago

    સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદીમાં છેલ્લા કેટલાક સમયથી મગર જોવા મળવાની ઘટનાઓ સામે આવતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે અને વન વિભાગ સજ્જ બન્યું છે. સુરતમાં મગરનો કોઈ ઐતિહાસિક કુદરતી વસવાટ રહ્યો નથી, પરંતુ 2006ના પૂર બાદ ક્યારેક એકલદોકલ મગર દેખાવાના બનાવો બન્યા હતા. તાજેતરમાં કોઝવે આસપાસ ફરી મગર દેખાયાની ચર્ચાએ જોર પકડતાં તંત્ર તાબડતોબ એક્શન મોડમાં આવ્યું છે. આ અદ્યતન રેસ્ક્યુ કિટ વસાવાઈ સુરતમાં નિયમિત રીતે મગર ન જોવા મળતા હોવાથી વન વિભાગ પાસે અગાઉ આ અંગેનાં ખાસ સાધનો ઉપલબ્ધ નહોતાં. વધતા જોખમને ધ્યાને રાખીને હવે વિભાગે વિશેષ રેસ્ક્યુ કિટ વસાવી લીધી છે. જેમાં મજબૂત કેપ્ચર લૂપ/કેચ પોલ, સ્પેશિયલ ટ્રેપ (પાંજરું), મજબૂત દોરડા, હાર્નેસ અને નેટ, મગરને શાંત રાખવા આંખ ઢાંકવાનું કવર અને યોગ્ય રેસ્ટ્રેઇનિંગ સાધનો, રેસ્ક્યુ ટીમના બચાવ માટે ગ્લવ્ઝ, ગમબૂટ, હેલ્મેટ સહિતના પીપીઈ કવચનો સમાવેશ થાય છે. ગયા મહિને માછીમારની જાળમાં મગર ફસાયો હતો ગત મહિને તાપી નદીમાં માછીમારી દરમિયાન જાળમાં મગર ફસાઈ જવાની ઘટના બની હતી. આ ઘટના બાદ તાપીમાં મગરની સક્રિયતા હોવાની બાબતને મજબૂત સમર્થન મળ્યું હતું. ત્યારબાદ પણ નદીના જુદા જુદા પટ વિસ્તારમાંથી મગરની હિલચાલના વીડિયો અને માહિતી સામે આવતા રહ્યા છે. ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત, લોકેશન ટ્રેસિંગ સૌથી મોટો પડકાર કોઈપણ ઈમરજન્સી કોલ આવતાં જ તાત્કાલિક પહોંચી શકાય તે માટે ક્વિક રિસ્પોન્સ ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. વન વિભાગ સામે સૌથી મોટો પડકાર એ છે કે મગર દેખાયા બાદ તરત પાણીમાં ઊતરી જાય છે અને લાંબા સમય સુધી સપાટી પર આવતો નથી, જેથી તેને ટ્રેક કરવો મુશ્કેલ બને છે. કાંઠા વિસ્તારના રહીશો અને માછીમારોને સાવચેત રહેવા અપીલ વન વિભાગે નદી કાંઠે અવરજવર કરતા નાગરિકો અને માછીમારોને ઊંડા પાણીમાં ન જવા તેમજ સાવધ રહેવા સૂચના આપી છે. જો ક્યાંય પણ મગર નજરે પડે તો જાતે પકડવાનો પ્રયાસ કરવાને બદલે તેનું ચોક્કસ સ્થળ, સમય અને દિશાની વિગતો સાથે તાત્કાલિક વન વિભાગને જાણ કરવા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    કુડાસણમાં જગદીશ વિશ્વકર્માનો યુવા સંવાદ:કહ્યું-યુવાન અન્ય લોકોને રોજગારી આપનારો બન્યો, Gen Z માટે 'મન કી બાત'ના 137મા એપિસોડનું પ્રસારણ
    Next Article
    Amul, GirOrganic Ranked Among World's Best And Most Iconic Butters

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment