Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘોઘાગેટ વિસ્તારમાં GEBની ઘોર બેદરકારી:લાઈટ બિલમાં વિલંબ થાય તો વીજ જોડાણ કાપી નાખતું તંત્ર લોકોના જીવ જોખમમાં હોય તેવી ફરિયાદો પ્રત્યે ઉદાસીન: એડવોકેટ

    3 days ago

    ભાવનગર શહેરના સૌથી વ્યસ્ત અને મુખ્ય વિસ્તાર એવા ઘોઘા ગેટ રૂપમ ચોક ખાતે આવેલ નગીનદાસ શાહ વાણિજ્ય ભવનમાં જી.ઈ.બી. તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં વીજ મીટરોની હાલત અત્યંત જોખમી બની ગઈ હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વીજ મીટરો નીચે પડી ગયા અને વાયરો ખુલ્લા આ અંગે એડવોકેટ જયદેવસિંહ બી. ગોહિલે આ મામલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અહીં વીજ મીટરો નીચે પડી ગયા છે અને તમામ વાયરો ખુલ્લા અને વિખેરાયેલી હાલતમાં લટકી રહ્યા છે. આ વિસ્તાર ખૂબ જ ભરચક છે અને અહીં સતત લોકોની અવરજવર રહે છે. આવી જોખમી સ્થિતિમાં ગમે ત્યારે મોટું શોર્ટ સર્કિટ થઈ શકે છે અથવા કોઈ ગંભીર જાનહાનિ સર્જાઈ શકે છે. લોકોના જીવ જોખમમાં હોય તેવી ફરિયાદો પ્રત્યે ઉદાસીન તેમણે છેલ્લા બે-અઢી મહિનામાં અનેક વખત જી.ઈ.બી.માં મૌખિક તેમજ લેખિતમાં ફરિયાદ કરી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રાહકોના લાઈટ બિલમાં વિલંબ થાય તો તુરંત વીજ જોડાણ કાપી નાખતું તંત્ર, જ્યારે લોકોના જીવ જોખમમાં હોય તેવી ફરિયાદો પ્રત્યે તદ્દન ઉદાસીન છે. કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે દોઢ કલાક પહેલાં ફરીથી કમ્પ્લેન કરવા છતાં જી.ઈ.બી.ના કર્મચારીઓ તરફથી માત્ર 'વાર લાગશે' તેવા બહાના કાઢવામાં આવી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, આ વિસ્તારમાં ઢોર પણ ફરતા હોય છે, જેના કારણે વીજ પ્રવાહ ખુલ્લો હોવાથી પશુઓ કે માનવજાતિ માટે મોટો ખતરો ઊભો થયો છે. તંત્ર જાગે અને કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલાં આ કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠામાં મેઘરાજાનું આગમન:પાલનપુર, ઈકબાલગઢ સહિત અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ, ઉકળાટથી રાહત
    Next Article
    Jalen Brunson, Karl-Anthony Towns Among NBA Stars Invited To Taylor Swift, Travis Kelce Wedding Bash

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment