Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દમણથી સુરત લઈ જવાતો દારૂ કુંડી ઓવરબ્રિજ પાસે ઝડપાયો:બલેનો કારમાંથી 167 બોટલ મળી; રૂ. 7.59 લાખનો મુદ્દામાલ જપ્ત, કારચાલક વોન્ટેડ

    2 days ago

    વલસાડના કુંડી ઓવરબ્રિજ પાસે ડુંગરી પોલીસે બલેનો કારમાંથી વિદેશી દારૂની 167 બોટલ જપ્ત કરી. પોલીસે કુલ રૂ. 7,59,640નો મુદ્દામાલ કબજે કર્યો છે. કારચાલકને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે. ડુંગરી પોલીસ સ્ટેશનના પીઆઈ યુ.એચ. પટેલ અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. એએસઆઈ જયેન્દ્રસિંહ હરીસિંહ જેઠવાને મળેલી બાતમીના આધારે નેશનલ હાઈવે-48 પર કુંડી ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસે GJ-10-DN-1312 નંબરની બલેનો કાર રોકીને તપાસી હતી. કારની પાછળની સીટ પાસે અને ડીકીમાંથી દારૂની 167 બોટલ મળી આવી હતી. બાતમી મુજબ દારૂ દમણથી સુરત લઈ જવાતો હતો. પોલીસે રૂ. 2.54 લાખનો દારૂ, રૂ. 5 લાખની કાર અને રૂ. 5 હજારનો મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન સુરતના મોટા વરાછામાં રહેતા રાહુલ હિમ્મતભાઈ ભીલ (ઉં.વ. 26)ને ઝડપી પાડ્યો હતો. કારચાલક નિકુંજ જમનભાઈ ગધેથરીયા, જે જામનગરનો રહેવાસી છે, તેને વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    GEBના એન્જિનિયરો આંદોલનના માર્ગે:જેટકોમાં વધતા કાર્યબોજ અને સ્ટાફની અછત મુદ્દે આવતીકાલથી રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન, 1 નવેમ્બરથી વર્ક ટુ રૂલની ચીમકી
    Next Article
    રાજકોટ રેન્જ IGએ ટાંગલિયા કળા નિહાળી:સુરેન્દ્રનગરમાં નિર્લિપ્ત રાયે કારીગર લવજી પરમારના ઘરે જઈ વણાટ અને પરંપરાગત કળા વિશે જાણ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment