Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોક્સો કેસમાં 2 આરોપીને સજા:69 વર્ષીય આરોપીને 7 વર્ષની કેદ અને 24 વર્ષીય આરોપીને 20 વર્ષની કેદ

    2 days ago

    અમદાવાદના શહેરકોટડા પોલીસ મથકે ચાલુ વર્ષે 69 વર્ષીય આરોપી સુરેશ મનવર સામે પોક્સો એક્ટ અંતર્ગત ગુન્હો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી પોક્સોની વિશેષ અદાલતમાં ચાલી જતા જજ એચ.એન.દેસાઈએ સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલો, 9 સાહેદ અને 20 દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈને આરોપીને 7 વર્ષ કેદની સજા ફટકારી છે. દુકાનેથી પાસ્તા લઈને પરત ફરતી સગીરાને ઘરમાં ખેંચી જઈ દરવાજો બંધ કરી દીધો કેસને વિગતે જોતા 14 મે, 2026ના રોજ બપોરે આશરે 11:30થી 12:15 વાગ્યા દરમિયાન 10 વર્ષની સગીર બાળકી પાડોશીના કહેવાથી દુકાનેથી પાસ્તા લઈને પરત ફરી રહી હતી. તે સમયે 69 વર્ષીય આરોપી સુરેશ મનવરે તેનો હાથ પકડી, ખેંચીને પોતાના ઘરમાં લઈ ગયો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. માતાને આપવીતી જણાવતાં ભાંડો ફૂટ્યો આરોપીએ બાળકીને રાડારાડી કરવા બદલ મારી નાખવાની ધમકી આપી, તેના અને પોતાના કપડાં ઉતારી દઈને બાળકી પર સૂઈ જઈ તેની છેડતી તથા દૂષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન આરોપીનો ભાઈ દરવાજો ખખડાવીને અંદર આવતા, આરોપીએ બાળકીને ફ્રિજ પાછળ સંતાડી દીધી હતી. ભાઈ જોઈ જતાં બાળકીને ઘરે જવા કહ્યું અને બાળકી રડતી રડતી ઘરે પહોંચી પોતાની માતાને સમગ્ર ઘટના જણાવી હતી. 7 વર્ષની જેલ અને પીડિતાને ₹4 લાખનું વળતર ત્યારબાદ 112 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરવામાં આવી અને શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી. કોર્ટે નોંધ્યું હતું કે, ફરિયાદી પક્ષે મુળભૂત તથ્યો સાબિત કર્યા હોવાથી ગુનાહિત માનસિકતા અને ગુનાનું અનુમાન આરોપી વિરુદ્ધ થાય છે. કોર્ટે આરોપીને 7 વર્ષ કેદની સજા ફટકારી છે અને પીડિતાને 4 લાખ રૂપિયા વળતર ચૂકવવા ઓથોરિટીને હુકમ કર્યો છે. 13 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારને 20 વર્ષની કેદ અમદાવાદના શહેરકોટડા પોલીસ મથકે 24 વર્ષીય આરોપી ભાસ્કર વાઘમારે સામે વર્ષ 2023માં પોક્સો એક્ટ અંતર્ગત ગુન્હો નોંધાયો હતો. જેનો કેસ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી પોક્સોની વિશેષ અદાલતમાં ચાલી જતા જજ એચ.એન.દેસાઈએ સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલો, 11 સાહેદ અને 23 પુરાવા ચકાસીને 20 વર્ષ સખત કેદની સજા ફટકારી છે. સ્કૂલે જતી કિશોરીને લગ્નની લાલચ આપી મહારાષ્ટ્ર ભગાવી ગયો કેસને વિગતે જોતા 29 માર્ચ, 2023ના રોજ ફરિયાદીની 13 વર્ષની માસની સગીર પુત્રી સ્કુલે જવા નીકળ્યા બાદ ગુમ થઈ ગઈ હતી. આરોપી ભાસ્કર તેને લગ્નની લાલચ આપી વાલીપણામાંથી અપહરણ કરી મહારાષ્ટ્ર લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. 25 એપ્રિલ, 2023ના રોજ પોલીસે તેમને શોધી કાઢ્યા હતા. આરોપી જેલભેગો, ભોગ બનનારને ₹4 લાખની સહાય મંજૂર ભોગ બનનારની જુબાની, તબીબી પુરાવા અને કાયદાકીય જોગવાઈઓ ના આધારે આરોપી ભાસ્કર વાઘમારે સામેના તમામ ગુનાઓ નિઃશંકપણે સાબિત થતાં તેને કસૂરવાર ઠેરવવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને 20 વર્ષ સખત કેદની સજા ફટકારી હતી અને પીડિતાને 4 લાખ વળતર ચૂકવવા ઓથોરિટીને હુકમ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    ખડસલીયાના યુવકની હત્યા કેસમાં મોટા ખોખરાના બે શખસ ઝડપાયા:ઉખરલા નજીક ઝાડી-ઝાખરામાંથી યુવકનો નગ્ન હાલતે મૃતદેહ મળ્યો હતો, અકસ્માતમાં ખપાવવાનો નિષ્ફળ પ્રયાસ
    Next Article
    GEBના એન્જિનિયરો આંદોલનના માર્ગે:જેટકોમાં વધતા કાર્યબોજ અને સ્ટાફની અછત મુદ્દે આવતીકાલથી રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન, 1 નવેમ્બરથી વર્ક ટુ રૂલની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment