Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખડસલીયાના યુવકની હત્યા કેસમાં મોટા ખોખરાના બે શખસ ઝડપાયા:ઉખરલા નજીક ઝાડી-ઝાખરામાંથી યુવકનો નગ્ન હાલતે મૃતદેહ મળ્યો હતો, અકસ્માતમાં ખપાવવાનો નિષ્ફળ પ્રયાસ

    2 days ago

    ભાવનગર નજીક આવેલા ઉખરલા ગામથી માળનાથ જવાના માર્ગ પરથી થોડા દિવસ પૂર્વે ખડસલીયા ગામના યુવકનો નગ્ન અને લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક પ્લમ્બિંગનો વ્યવસાય કરતા મુનાભાઈ હિંમતભાઈ ડાભી હોવાનું ખુલ્યું હતું. 24મી ઓક્ટોબરે કામ પર ગયા બાદ તેઓ ઘરે પરત ફર્યા નહોતા અને ફોન સ્વિચ ઓફ આવતો હતો. પરિવારજનોને અકસ્માતની માહિતી મળતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં માથા અને શરીર પર ગંભીર ઈજા જોઈને હત્યાની શંકા ગઈ હતી. આ અંગે મૃતકના ભાઈ દિપકભાઈ ડાભીની ફરિયાદના આધારે વરતેજ પોલીસે અજાણ્યા શખસો સામે તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં બે ઝબ્બે વરતેજ પોલીસે સઘન તપાસ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે આ ક્રૂર હત્યામાં સંડોવાયેલા ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામના બે શખસો—મહેન્દ્ર ઉર્ફે મંદાભાઈ ગોરધનભાઈ જાંબુચા અને દિનેશ ઉર્ફે દીનો વિઠ્ઠલભાઈ વાઘેલાની ધરપકડ કરી હતી. રૂપિયાની ઉઘરાણીમાં થઈ હત્યા પોલીસ પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપી મહેન્દ્ર ઉર્ફે મંદાએ ખુલાસો કર્યો હતો કે તેણે મુનાભાઈ પાસેથી રૂ. 75,000 લીધા હતા અને અન્ય એક વ્યક્તિને આપ્યા હતા. જો કે, તે વ્યક્તિનું મૃત્યુ થતાં મુનાભાઈ પોતાના નાણાં પરત મેળવવા માટે મહેન્દ્ર પાસે અવારનવાર ઉઘરાણી કરતા હતા. આ નાણાકીય તકરારથી કંટાળીને આરોપીએ નાણાં આપવાના બહાને મુનાભાઈને બોલાવ્યા હતા. જ્યાં બોલાચાલી થતાં મહેન્દ્રએ મુનાભાઈના માથામાં લાકડાના ધોકાના ઘા ઝીંકી તેમની હત્યા કરી નાખી હતી. અકસ્માતમાં ખપાવવાનો નિષ્ફળ પ્રયાસ હત્યા કર્યા બાદ આરોપી મહેન્દ્રએ દિનેશ ઉર્ફે દીનાની મદદથી મૃતદેહને ઝાડી-ઝાંકરામાં ફેંકી દીધો હતો, જેથી આ ઘટના અકસ્માત જણાવાય. વરતેજ પોલીસે આ સમગ્ર ગુનાનો પર્દાફાશ કરી બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    હોટ ફિક્સનો કચરો હટાવવા મનપાનો નિર્ણય:હોટ ફિક્સના કચરાના નિકાલ માટે ચાર બેલિંગ મશીન વસાવ્યા, હવે જ્યાં-ત્યાં કચરો નાખનાર સામે નોંધાશે FIR
    Next Article
    પોક્સો કેસમાં 2 આરોપીને સજા:69 વર્ષીય આરોપીને 7 વર્ષની કેદ અને 24 વર્ષીય આરોપીને 20 વર્ષની કેદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment