Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જલાલપોરમાં GEBનું વીજ મીટર કપાવા બાબતે માથાકૂટ:સામસામે જીવલેણ હુમલો, બંને પક્ષને ગંભીર ઈજા, પોલીસે ફરિયાદ નોંધી

    1 day ago

    નવસારી જિલ્લાના જલાલપોરના પુણેશ્વર ગામમાં GEBનું વીજ મીટર કપાવા બાબતે બે પક્ષો વચ્ચે માથાકૂટ થઈ હતી. આ માથાકૂટ એટલી વધી ગઈ કે બંને પક્ષો વચ્ચે જીવલેણ હુમલો થયો. આ ઘટનામાં બંને પક્ષોના સભ્યોને ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. આશિષભાઈ ગમનભાઈ પટેલે જલાલપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, ગઈકાલે રાત્રે લગભગ પોણા આઠ વાગ્યે પુણેશ્વર ગામમાં રિદ્ધિ સિદ્ધિ ટેઇલરની સામે, પુણેશ્વર મંદિર પાસે આ ઘટના બની હતી. ફરિયાદ મુજબ, આશિષભાઈ નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જિગ્નેશભાઈ ચંપકભાઈ રાઠોડ, ચંપકભાઈ બાબુભાઈ રાઠોડ, રાહુલભાઈ હળપતિ અને જયશ્રીબેન (જિગ્નેશભાઈના પત્ની)એ તેમને રોક્યા હતા. આરોપીઓએ તેમને GEBમાં પોતાના ઘરનું મીટર કનેક્શન કપાવવા માટે અરજી કેમ કરી છે તેવું કહીને બોલાચાલી અને ગાળાગાળી શરૂ કરી હતી. ઝઘડો વધતા વચ્ચે બચાવ કરવા આવેલા આશિષભાઈના ભાઈ જનકભાઈ અને માતા સવિતાબેન પર પણ હુમલો કરાયો હતો. જિગ્નેશભાઈએ લાકડાના ફટકા વડે આશિષભાઈના માથાના ભાગે હુમલો કર્યો હતો. જયશ્રીબેન અને રાહુલ બાબુભાઈએ માતા સવિતાબેનને ધક્કો મારી નીચે પાડી દીધા હતા. તેમને માથાના ભાગે ગંભીર હેમરેજ જેવી ઈજા થઈ હતી. સવિતાબેનની હાલ નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સામા પક્ષે પણ લોખંડના સળિયા અને લાકડાથી હુમલો કર્યાનો આક્ષેપ સામા પક્ષે રાહુલભાઈ બાબુભાઈ હળપતિ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, તે જ સમયે અને સ્થળે વિરોધી પક્ષ દ્વારા પણ ઉગ્ર હુમલો કરવામાં આવ્યો હતો. આશિષભાઈ ગમનભાઈ પટેલ, જનકભાઈ ગમનભાઈ પટેલ અને સવિતાબેન ગમનભાઈ પટેલ દ્વારા ફરિયાદીના અગાઉથી જ જી.ઈ.બી.માં ખોટી રીતે મીટર કાપવા બાબતે અરજીઓ કરવામાં આવતી હતી અને ઘટનાના દિવસે પણ GEBના કર્મચારીઓ મીટર કાપવા આવ્યા હતા. તે બાબતે ચર્ચા ચાલતી હતી ત્યારે આશિષભાઈ પટેલે આવીને ફરિયાદીની પત્ની ગુણવંતીબેન સાથે ઝઘડો શરૂ કર્યો હતો. દરમિયાન જનકભાઈ લોખંડનો સળિયો અને લાકડું લઈને આવ્યા હતા અને હુમલો કરતાં વચ્ચે બચાવવા ગયેલા જયશ્રીબેનને માથાના ભાગે ગંભીર ઈજા થવાથી તેઓ બેભાન થઈ ગયા હતા, જેને હાલ લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત સસરા ચંપકભાઈની આંગળીમાં ગંભીર ઈજા થતાં ચાર ટાકા આવ્યા હોવાનું અને અન્ય પરિવારજનોને પણ માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. જલાલપોર પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. ગામમાં વીજ મીટર કનેક્શન જેવા સામાન્ય મુદ્દે થયેલી આ સશસ્ત્ર અથડામણને કારણે સ્થાનિક વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    BRICSમાં મોદીએ કહ્યું-અમે કોઈની વિરુદ્ધ નથી, સૌની સાથે છીએ:જિનપિંગ-પુતિન હાજર; ઈરાન, સાઉદી-UAE વચ્ચે મતભેદ છતાં સંયુક્ત નિવેદન પર સહમતિ બની
    Next Article
    ગણેશ આગમન ટાણે મોડી રાત સુધી ડીજે વગાડનારા સામે કાર્યવાહી:વડોદરામાં પોલીસે અલગ-અલગ સ્થળે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ સખત પગલા લીધા, 4 સામે ગુનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment