Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BRICSમાં મોદીએ કહ્યું-અમે કોઈની વિરુદ્ધ નથી, સૌની સાથે છીએ:જિનપિંગ-પુતિન હાજર; ઈરાન, સાઉદી-UAE વચ્ચે મતભેદ છતાં સંયુક્ત નિવેદન પર સહમતિ બની

    1 day ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે 18મી BRICS સમિટને સંબોધિત કરતા કહ્યું કે BRICS કોઈના વિરુદ્ધ નથી, પરંતુ બધાને સાથે લઈને ચાલવાનું મંચ છે. નવી દિલ્હીના ભારત મંડપમમાં યોજાયેલા સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત સભ્ય દેશોના નેતાઓ હાજર રહ્યા. મોદીએ કહ્યું કે હવે BRICSની એકતા અને સહમતિને નક્કર પરિણામોમાં બદલવાનો સમય છે. તેમણે આગામી 20 વર્ષો માટે નવો અને મહત્વાકાંક્ષી એજન્ડા તૈયાર કરવાની જરૂરિયાત જણાવી. BRICS દેશો વચ્ચે સંયુક્ત નિવેદન જારી કરવા પર પણ સહમતિ બની ગઈ છે. આ સહમતિ એવા સમયે બની છે, જ્યારે પશ્ચિમ એશિયામાં તણાવ ચાલુ છે અને ઈરાન, સાઉદી અરબ અને UAE જેવા સભ્ય દેશોના ઘણા મુદ્દાઓ પર અલગ-અલગ વલણ છે. ભારતે સતત વાતચીત દ્વારા આ મતભેદોને દૂર કરવામાં અને સભ્ય દેશો વચ્ચે સામાન્ય સહમતિ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. BRICS સમિટ સંબંધિત ફોટોઝ શી જિનપિંગ 7 વર્ષ બાદ ભારત આવ્યા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 7 વર્ષ બાદ ભારત આવ્યા છે. પાલમ એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદે તેમનું સ્વાગત કર્યું. વર્ષ 2020માં ગલવાનમાં થયેલી અથડામણ બાદ ભારતની આ તેમની પ્રથમ મુલાકાત છે. તેઓ નવી દિલ્હીમાં યોજાનારી બ્રિક્સ (BRICS) સમિટમાં ભાગ લેશે. ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગનું એર ચાઇનાનું વિમાન પાલમ એરપોર્ટ પર ઉતર્યું છે. ચીનની ત્રીજી સૌથી મોટી એરલાઇન ચાઇના સધર્ન 6 વર્ષ પછી ભારત માટે સીધી ફ્લાઇટ સેવા ફરી શરૂ કરશે. 21 સપ્ટેમ્બરથી ગુઆંગઝુ-દિલ્હી રૂટ પર દરરોજ એક ફ્લાઇટ ચાલશે. આ સેવા એવા સમયે ફરી શરુ થઈ રહી છે, જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ BRICS સમિટમાં ભાગ લેવા દિલ્હી પહોંચ્યા છે. 15 જૂન 2020ના રોજ ગલવાન અથડામણ પછી ભારત-ચીન સંબંધોમાં તણાવ વધ્યો, પરંતુ વેપાર અટક્યો નહીં. 2020-21માં ચીનથી ભારતની આયાત લગભગ 65 અબજ ડોલર હતી, જે 2025-26 માં વધીને 132 અબજ ડોલરથી વધુ થઈ ગઈ. એટલે કે ગલવાન અથડામણ પછી ચીનથી આયાત બમણી થઈ ગઈ છે. આજના દિવસની પળેપળની અપડેટ્સ માટે નીીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    શ્રીલંકા સતત બીજી વાર વુમન્સ એશિયા કપની ફાઇનલમાં:પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું; રવિવારે ભારત સામે થશે ખિતાબી મુકાબલો
    Next Article
    જલાલપોરમાં GEBનું વીજ મીટર કપાવા બાબતે માથાકૂટ:સામસામે જીવલેણ હુમલો, બંને પક્ષને ગંભીર ઈજા, પોલીસે ફરિયાદ નોંધી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment