Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GCAS પોર્ટલની ખામીઓ સામે ABVP મેદાને:ખાનગી યુનિવર્સિટીઓને પણ પોર્ટલ હેઠળ લાવવાની માંગ

    12 hours ago

    અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલની પ્રવેશ પ્રક્રિયામાં રહેલી ખામીઓ સામે વિરોધ પ્રદર્શન કર્યું છે. ABVPએ આ ખામીઓ તાત્કાલિક દૂર કરવા અને ખાનગી યુનિવર્સિટીઓને પણ આ પોર્ટલ હેઠળ લાવવાની માંગ કરી છે. GCAS પોર્ટલ દ્વારા સંચાલિત પ્રવેશ પ્રક્રિયામાં વારંવાર સર્વર ડાઉન થવા જેવી ટેકનિકલ સમસ્યાઓ જોવા મળી રહી છે. રજિસ્ટ્રેશન માટે ₹300ની ફી અને 33 જેટલા લાંબા રાઉન્ડને કારણે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. ABVP નો મુખ્ય વાંધો ખાનગી યુનિવર્સિટીઓને આ પોર્ટલમાંથી બાકાત રાખવાનો છે. આના કારણે વિદ્યાર્થીઓને ખાનગી સંસ્થાઓમાં ઊંચી ફી ચૂકવીને પ્રવેશ લેવાની ફરજ પડે છે, જેનાથી સરકારી અને સંલગ્ન કોલેજોની સ્થિતિ નબળી પડી રહી છે. અગાઉ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. આથી, ABVP એ હવે આક્રમક વલણ અપનાવ્યું છે અને આર્ટ્સ કોલેજ બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન તેમજ સૂત્રોચ્ચાર કર્યા હતા. ABVP એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો આ મુદ્દે યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો આગામી સમયમાં ગુજરાતના તમામ શૈક્ષણિક કેમ્પસોની બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરવામાં આવશે. વિદ્યાર્થીઓના હિતમાં લેવાનારા આ નિર્ણયની જવાબદારી સરકારની રહેશે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં પક્ષીઓ માટે 500 કુંડાનું વિતરણ:ભારત વિકાસ પરિષદ અને ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક વિતરણ કરાયું
    Next Article
    લોકોનો વિરોધ જોઈને ભાજપમાં ફફડાટ?:જેમ વિસાવદરમાં નેતાઓને ગામડા ખૂંદવા પડ્યા હતા, તેમ હવે સુરતમાં ગલીએ-ગલીએ ધૂળ ઉડાડે છે: મનોજ સોરઠિયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment