Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકોનો વિરોધ જોઈને ભાજપમાં ફફડાટ?:જેમ વિસાવદરમાં નેતાઓને ગામડા ખૂંદવા પડ્યા હતા, તેમ હવે સુરતમાં ગલીએ-ગલીએ ધૂળ ઉડાડે છે: મનોજ સોરઠિયા

    11 hours ago

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીના રણશિંગા ફૂંકાઈ ચૂક્યા છે, ત્યારે સુરતમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી અને વોર્ડ નંબર 4ના ઉમેદવાર મનોજ સોરઠિયાએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, સુરતમાં ભાજપનો ડર હવે સ્પષ્ટ રીતે સપાટી પર આવી ગયો છે. નેતાઓ ગલીઓમાં ધૂળ ઉડાડતા થયા મનોજ સોરઠિયાએ ભાજપની રણનીતિ પર કટાક્ષ કરતા કહ્યું કે, આ વખતે સુરતની અંદર ભાજપને પોતાની હાર દેખાઈ રહી છે. જે મોટા નેતાઓ ક્યારેય જનતાની વચ્ચે દેખાતા નહોતા, તેઓ આજે સોસાયટીઓ અને સાંકડી ગલીઓમાં પ્રચાર કરવા મજબૂર બન્યા છે. ભાજપના દિગ્ગજ નેતાઓ ગલીએ-ગલીએ ધૂળ ઉડાડતા જોવા મળે છે, જે તેમની નબળાઈ અને ડરની નિશાની છે. વિસાવદરના જંગની યાદ અપાવી તેમણે વિસાવદરની પેટાચૂંટણીના ઉદાહરણ સાથે ભાજપને ઘેરતા કહ્યું કે, વિસાવદરમાં જ્યારે ગોપાલ ઈટાલિયા મેદાનમાં હતા, ત્યારે જે ગામડાઓમાં તલાટી મંત્રી પણ નહોતા જતા, ત્યાં આખી કેબિનેટ, મંત્રીઓ અને મુખ્યમંત્રીએ ઉતરવું પડ્યું હતું, એ જ સ્થિતિ આજે સુરતમાં જોવા મળી રહી છે. ભાજપને ખબર પડી ગઈ છે કે જનતા હવે તેમનાથી વિમુખ થઈ રહી છે. સુરતીઓ 'વિસાવદરવાળી' કરશે સોરઠિયાએ વધુમાં ઉમેર્યું કે, વિસાવદરના લોકોએ ભાજપને જે રીતે પરચો બતાવ્યો હતો અને સાબિત કર્યું હતું કે જો કામ નહીં કરો તો સત્તા પરથી ફેંકી દઈશું, એ જ ઇતિહાસ સુરતમાં દોહરાવાશે. સુરતના લોકો આ વખતે ભાજપના પાપનો ઘડો ફોડવા તૈયાર છે અને સંપૂર્ણ પરિવર્તન લાવીને જ ઝંપશે.
    Click here to Read More
    Previous Article
    GCAS પોર્ટલની ખામીઓ સામે ABVP મેદાને:ખાનગી યુનિવર્સિટીઓને પણ પોર્ટલ હેઠળ લાવવાની માંગ
    Next Article
    Bhooth Bangla Box Office Collection Day 1: Akshay Kumar's Biggest Opener Since Sooryavanshi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment