Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રવેશ પ્રક્રિયાને લઈને GCAS અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ આમને સામને:425 રૂપિયા ફી ભરનાર 3 હજાર વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, NSUIએ વિરોધ કરી ગૂંચવણ દૂર કરવા માંગ કરી

    1 day ago

    સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS પોર્ટલના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. સેન્ટ ઝેવિયર્સ કોલેજ દ્વારા GCASથી પ્રવેશ આપવા મનાઈ કરી દીધી છે. જેથી GCASથી પ્રવેશ ના મળતા NSUI એ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં દેખાવો કર્યો હતો. GCAS અને ઝેવિયર્સ કોલેજ આમને સામને આવતા વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા હોવાનો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. GCAS પોતાના જ પોર્ટલથી જ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રવેશ થાય તેવી NSUI દ્વારા માંગ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ઝેવિયર્સ કોલેજ પ્રસાશન તેમની વેબસાઈટ પરથી જ પ્રવેશ થાય એવું ઈચ્છે છે. જો કે આગામી 8 તારીખે કોર્ટના આદેશ બાદ વિદ્યાર્થીઓને કઈ રીતે પ્રવેશ આપવામાં આવશે તેને લઈને આખરી નિર્ણય લેવામાં આવશે. સેન્ટ ઝેવિયર્સ કોલેજે પોતાની વેબસાઈટ મારફત પ્રવેશ પ્રક્રિયા કરતા વિવાદ GCAS પોર્ટલ મારફતે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. તેમજ અત્યારે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. જો કે હવે GCAS પોર્ટલ અને સેન્ટ ઝેવિયર્સ આમને સામને આવી જતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં મુકાયા છે. સેન્ટ ઝેવિયર્સ કોલેજ તેમની વેબસાઇટ મારફતે જ વિદ્યાર્થીઓને એડમિશન આપવા માટે ઇચ્છી રહ્યું છે. પરંતુ GCAS પોર્ટલ દ્વારા સેન્ટ ઝેવિયર્સ કોલેજને નોટિસ ફટકારવામાં આવી છે. GCAS પોર્ટલ મારફતે જ પ્રવેશ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. જેથી સેન્ટ ઝેવિયર્સ કોલેજ કોર્ટમાં ગઈ છે. એડમિશનને લઈ વિદ્યાર્થીઓની મૂંઝવણ વધી પરંતુ એક તરફ ઘણા વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ પર ફી ભરીને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ચોઈસ ફીલિંગ કર્યું છે. તો GCAS પોર્ટલ દ્વારા કોલેજને તેમની રીતે પ્રવેશ આપવાની મંજૂરી ન આપી હોવા છતાં સેન્ટ ઝેવિયર્સ કોલેજ દ્વારા 3 હજાર વિદ્યાર્થીઓ પાસેથી રજીસ્ટ્રેશન કરાવી વિદ્યાર્થી દીઠ 425 રૂપિયા ફી પણ ઉઘરાવી હતી. તેમજ એક મેરિટ યાદી પણ જાહેર કરવામાં આવી હતી. જો કે GCAS દ્વારા નોટિસ આપવામાં આવ્યા બાદ તે મેરિટ યાદી રદ કરવામાં આવી છે. પરંતુ હવે વિદ્યાર્થીઓને કઈ રીતે એડમિશન આપવામાં આવશે તેને લઈને સવાલો ઊભા રહ્યા છે. જો કે સેન્ટ ઝેવિયર્સ કોલેજ સ્પષ્ટપણે માને છે કે GCAS પોર્ટલની અનેક ખામીઓને કારણે તે જાતે જ પ્રવેશ આપવા ઇચ્છે છે. વિદ્યાર્થીઓને વહેલીતકે પ્રવેશ આપવા NSUIની માગ NSUIના પ્રદેશ મહામંત્રી વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, GCAS અને સેન્ટ ઝેવિયર્સના ઝઘડામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થઈ રહ્યા છે. એક તરફ GCAS દ્વારા નોટિસ જાહેર કરીને એવું કહેવામાં આવે છે કે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં જે પણ વિદ્યાર્થીઓએ એડમિશન લેવું હશે GCAS મારફતે જ લઈ શકશે. તો બીજી તરફ સેન્ટ ઝેવિયર્સ કોલેજ દ્વારા એવું કહેવામાં આવે છે કે અમે અમારી વેબસાઈટ મારફતે જ એડમિશન આપીશું. તેમજ વિદ્યાર્થીઓ પાસેથી 425 લેખે ફી પણ લઈ લેવામાં આવી છે. વધુમાં વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, વિકાસ પોર્ટલ મારફતે જ્યારે વિદ્યાર્થીઓને એડમિશન ફાળવવામાં આવે છે ત્યારે કોલેજ દ્વારા એવું કહેવામાં આવે છે કે અમે અમારી વેબસાઈટ મારફતે જ પ્રવેશ આપીશું બીજી અન્ય કોઈપણ પ્લેટફોર્મ મારફતે પ્રવેશ આપવામાં આવશે નહીં. જેથી બંનેના ઝઘડામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ પિસાઈ રહ્યા છે. સરકારે અને સેન્ટ ઝેવિયર્સ કોલેજે એડમિશન પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ નિર્ણય લઈ લેવો જોઈતો હતો. અમારી એક જ માંગ છે કે વહેલી તકે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે. કોર્ટના આદેશ મુજબ પ્રવેશ પ્રક્રિયા કરીશું- પ્રવક્તા સેન્ટ ઝેવિયર્સ કોલેજના પ્રવક્તા સુનિલ મેકવાને જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી GCAS પોર્ટલના કારણે વિદ્યાર્થીઓને ઘણી તકલીફ થઈ રહી છે. ત્રણ રાઉન્ડના બદલે ઘણા બધા રાઉન્ડ થાય છે અને 19 રાઉન્ડ સુધી પર પ્રવેશ પ્રક્રિયા ચાલતી હોય છે. વિદ્યાર્થીઓ અને શાળાના શૈક્ષણિક કાર્યમાં તકલીફ પડતી હોય છે. જેને નિવારવા માટે ઑટોનોમશ અને લઘુમતી કોલેજ હોવાથી અમને અમારી વેબસાઈટ મારફતે પ્રવેશ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. જો કે અમારી વિનંતી માન્ય રાખવામાં આવી નથી. જેથી અમે કોર્ટમાં ગયા છીએ અને અત્યારે મેટર કોર્ટમાં છે. ગયા વર્ષે પણ જે તકલીફ થઈ હતી જેથી અમને અમારી રીતે એડમિશન પ્રક્રિયા કરવાની છૂટ આપવાની રજૂઆત કરી હતી. સુનિલ મેકવાને વધુમાં જણાવ્યું હતું કે, પરંતુ ગયા વર્ષે એવું કહેવામાં આવ્યું હતું કે આ એક વર્ષ સુધી જોઈ લો પછી અલગથી કરવા દેવાની છૂટ આપવામાં આવે. જેથી અમે 19 જેટલા મુદ્દાઓને લઈને રજૂઆત કરી હતી. જેથી જો એટલા મુદ્દા ધ્યાનમાં લેવામાં આવ્યા હોત તો અમે GCAS પોર્ટલ મારફતે જ પ્રવેશ આપવાની પ્રક્રિયા કરી હોત. ત્રણ રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની વાત કરવામાં આવે છે પરંતુ તેવું થતું નથી. એક વિદ્યાર્થીને કોલેજ ફાળવણી કરવામાં આવે ત્યારબાદ તે કન્ફર્મ ન આપે ત્યાં સુધી બીજા વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવતો નથી. જેથી અમે ઓગસ્ટમાં પરીક્ષા લેતા હોઈએ છીએ ત્યારે તેની સામે GCAS પોર્ટલમાં ત્યાં સુધી તો પ્રવેશ પ્રક્રિયા જ ચાલતી હોય છે. જેથી હવે 8 તારીખે કોર્ટ જે સૂચન કરશે તેના આધારે પ્રવેશ આપીશું.
    Click here to Read More
    Previous Article
    ત્રણ શખસ યુવક પર તૂટી પડ્યા,CCTV:પોલીસને બામતી કેમ આપી છે કહી ઢીકા-પાટુ,પથ્થર અને પટ્ટાથી માર માર્યો, માંજલપુરનો બનાવ
    Next Article
    પાટણના સુભાષચોકમાં રજાઈ-ગાદલાની દુકાનમાં આગ:રહેણાંક વિસ્તારમાં ફેલાય તે પહેલાં ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment