Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના સુભાષચોકમાં રજાઈ-ગાદલાની દુકાનમાં આગ:રહેણાંક વિસ્તારમાં ફેલાય તે પહેલાં ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો

    1 day ago

    પાટણ શહેરના સુભાષચોક વિસ્તારમાં આવેલી વાદી સોસાયટી નજીક એક રજાઈ-ગાદલાની દુકાનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. આ ઘટના રહેણાંક વિસ્તારમાં બનતા આસપાસના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સુભાષચોક વિસ્તારમાં આવેલી આ દુકાનમાં રજાઈ અને ગાદલા બનાવવા માટેનો રૂનો મોટો જથ્થો હતો. રૂના જથ્થાને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા. રહેણાંક વિસ્તારની નજીક આગ લાગતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી અને લોકો પોતાના ઘરોની બહાર આવી ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પાટણ નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ આગને વધુ ફેલાતી અટકાવી તેના પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આને કારણે મોટી જાનહાનિ અને આર્થિક નુકસાન ટળ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ પણ સુરક્ષા વ્યવસ્થા માટે તૈનાત કરવામાં આવી હતી. સ્થાનિક રહીશોએ ચિંતા વ્યક્ત કરી હતી કે જો આગ વધુ પ્રસરી હોત તો આસપાસના રહેણાંક મકાનોને પણ નુકસાન થઈ શક્યું હોત. આ વિસ્તારમાં રહેતા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ચાલતી આવી વ્યાપારી પ્રવૃત્તિઓ અને દુકાનો સામે નગરપાલિકા તેમજ સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    પ્રવેશ પ્રક્રિયાને લઈને GCAS અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ આમને સામને:425 રૂપિયા ફી ભરનાર 3 હજાર વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, NSUIએ વિરોધ કરી ગૂંચવણ દૂર કરવા માંગ કરી
    Next Article
    Cricket Canada Responds To ICC Membership Suspension, Calls It 'Unexpected'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment