Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GCASના 4 રાઉન્ડ બાદ પણ સરકારી યુનિવર્સિટીઓમાં 60% બેઠકો ખાલી:4.20 લાખની સામે 2.21 લાખ વિદ્યાર્થીઓએ જ પ્રવેશ મેળવ્યો, પાંચમો રાઉન્ડ ક્યારે જાહેર કરવો તેને લઈને કોઈ નિર્ણય લેવાયો નહીં

    10 hours ago

    રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં GCAS પોર્ટલ મારફતે અંડર ગ્રેજ્યુએશન કોર્સમાં પ્રવેશ માટેના ચાર રાઉન્ડ પૂરા કરી દેવામાં આવ્યા છે. GCAS પોર્ટલ પર પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારે ચાર રાઉન્ડમાં જ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાના દાવા કરવામાં આવતા હતા. પરંતુ ચાર રાઉન્ડ બાદ પણ 50થી 70 ટકા બેઠકો હજુ પણ ખાલી હોવાનું સામે આવ્યું છે. પરિણામે હવે પ્રવેશ પ્રક્રિયા વધુ લંબાવવાની અને વધારાના રાઉન્ડ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે નવા રાઉન્ડ ક્યારે કરવામાં આવશે તેને લઈને હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે. ચાર રાઉન્ડ પૂર્ણ થયા બાદ પણ 70 ટકા જેટલી બેઠકો હજુ ખાલી રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં GCAS પોર્ટલ મારફતે પ્રવેશ પ્રક્રિયાના ચારેય રાઉન્ડ પૂર્ણ થઈ ગયા હોવા છતાં મોટી સંખ્યામાં બેઠકો હજુ પણ ખાલી પડી છે. શરૂઆતમાં માત્ર ચાર રાઉન્ડમાં જ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરીને નવા શૈક્ષણિક સત્રનો સમયસર પ્રારંભ કરાવવાનો દાવો કર્યો હતો, પરંતુ હાલની સ્થિતિ તેનાથી વિપરીત જોવા મળી રહી છે. ચાર રાઉન્ડ પૂર્ણ થયા બાદ પણ અનેક યુનિવર્સિટીઓમાં અંદાજે 50થી 70 ટકા જેટલી બેઠકો હજુ ખાલી હોવાનું સામે આવ્યું છે. રાજ્યની મોટાભાગની સરકારી યુનિવર્સિટીઓમાં 50થી 70 ટકા બેઠકો હજુ પણ ખાલી છે. તેમજ વિદ્યાર્થીઓ હજુ પણ પસંદગીની કોલેજની રાહ જોઈ રહ્યા હોવાથી એલોર્ટ કરેલી યુનિવર્સિટી કે કોલેજમાં પ્રવેશ કન્ફર્મ કરાવતા નથી. જેના કારણે એલોર્ટ સામે પ્રવેશ કન્ફર્મેશનના આંકડા પણ ખૂબ ઓછા જોવા મળી રહ્યા છે. 4.20 લાખની સામે 2.21 લાખ વિદ્યાર્થીઓએ જ પ્રવેશ મેળવ્યો GCAS પોર્ટલ મારફતે કુલ 4,20,294 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરીને ફી ભરી હતી. જેમાંથી 2.21 લાખ જેટલા વિદ્યાર્થીઓએ જ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે. પ્રવેશ પ્રક્રિયામાં સૌથી મોટો પડકાર વિદ્યાર્થીઓ દ્વારા એલોર્ટ થયેલી બેઠક કન્ફર્મ ન કરાવવાનો રહ્યો છે. રાજ્યની પ્રતિષ્ઠિત સરકારી કોલેજોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મેરિટ ખૂબ ઊંચું રહેતાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને તેમની પ્રથમ પસંદગીની કોલેજ અથવા કોર્સ મળ્યા નથી. જેના કારણે ઘણા વિદ્યાર્થીઓ હાલ મળેલી બેઠક સ્વીકારવાને બદલે વધુ સારી કોલેજની આશા રાખી રહ્યા છે. પાંચમો રાઉન્ડ જાહેર કરવો કે નહીં તેને લઈને હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી GCASમાં ચાર રાઉન્ડ જો પણ અનેક વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી. ત્યારે હવે પાંચમો રાઉન્ડ જાહેર કરવો કે નહીં તેને લઈને હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમજ હવે આગામી એડમિશન પ્રોસેસ જે તે યુનિવર્સિટી કે કોલેજને સોંપવી કે નહીં તેને લઈને પણ હજુ વિચારણા ચાલી રહી છે. જેથી હજારો વિદ્યાર્થીઓ પાંચમાં રાઉન્ડની જાહેરાત ક્યારે થશે તેની રાહ જોઈને બેઠા છે. જો કે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં ન આવતા પ્રવેશ પ્રક્રિયા લંબાય તેવી શકયતા જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં વરસાદ સાથે આફતની એન્ટ્રી:400 મીટરનો આખો રોડ બેસી ગયો, 5 ભયાનક ભુવા પડ્યા, પૂરાણ કરવા આવેલી ટ્રક જ ખૂંપી ગઈ
    Next Article
    ગોધરામાં બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન:'જોજો ઇલેવન'એ 'સરપંચ ઇલેવન'ને 82 રને હરાવી ટ્રોફી જીતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment